અવંતોર એપેક્સ ઇન્ડિયા કોન્ફરન્સ 2024 માં સલામતી શ્રેષ્ઠતા માટે બે ગોલ્ડ એવોર્ડ્સ મેળવ્યા

0
14

અવંતોરની તેના સહયોગીઓના આરોગ્ય, સલામતી અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે સન્માનો પ્રાપ્ત થયા છે

ગુરુગ્રામ, ભારત 18 ડિસેમ્બર 2024 – જીવન વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજી ઉદ્યોગોમાં ગ્રાહકોને મિશન-ક્રિટિકલ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડતી અગ્રણી વૈશ્વિક પ્રદાતા અવંતોર એ આજે જાહેરાત કરી હતી કે ગુજરાતના પાનોલી અને ઉત્તરાખંડના દહેરાદૂનમાં તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટોને વ્યવસાયિક આરોગ્ય અને સલામતી માટે ગોલ્ડ એવોર્ડ  મળ્યો છે.એપેક્સ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અનુક્રમે ફાર્માસ્યુટિકલ્સ એન્ડ હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ સેક્ટર્સ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ બંને યુનિટોને શક્ય તેટલી શ્રેષ્ઠ નીતિઓ અને પ્રક્રિયાઓના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની તેમની પ્રતિબદ્ધતા અને અવંતોર સહયોગીઓની સુખાકારીના દરેક પાસાને સુનિશ્ચિત કરવા માટે આ સન્માન મળ્યું છે.

એપેક્સ ઇન્ડિયા ફાઉન્ડેશન એ બિન-નફાકારક ફાઉન્ડેશન છે, જેનો ઉદ્દેશ પર્યાવરણીય સંરક્ષણ, કાર્યસ્થળમાં સલામતી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અમલીકરણ અને માનવ સંસાધનને શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે અનુકરણીય વ્યક્તિઓ અને સંસ્થાઓને ઓળખવા અને તેમને સન્માનિત કરવાનું છે. “ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એવોર્ડ્સ” એવી સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે કર્મચારીઓની સલામતી અને આરોગ્યના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

અવંતોર એએમઇએ,ઓપરેશન્સના વાઈસ પ્રેસિડેન્ટ, યે સેંગ એ જણાવ્યું હતું કે, અમને ગર્વ છે કે એપેક્સ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય અને સલામતી ધોરણો અને અમારા સહયોગીઓની સુખાકારી માટેની અમારી પ્રતિબદ્ધતા માટે બે પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ‘આ પુરસ્કારો અમારી પર્યાવરણીય આરોગ્ય, સલામતી, ટકાઉપણું અને સુરક્ષા ટીમની સખત મહેનત અને જીવન વિજ્ઞાન ઉદ્યોગમાં અવંતોરની નેતૃત્વ સ્થિતિની પુષ્ટિ કરે છે.’

આ એવોર્ડ્સ અંગે ટિપ્પણી કરતાં ભારતના મેનેજિંગ ડિરેક્ટર પુનીત પંતે જણાવ્યું હતું કે, અમને આનંદ કે છે અમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમારી સલામતી વ્યૂહરચના નિયમનકારી ફેરફારોની સક્રિય દેખરેખ, આંતરિક આરોગ્ય અને સલામતીની જરૂરિયાતોને પહોંચી વળવા, જોખમો દૂર કરવા અને જોખમો ઘટાડવા માટે કાર્યકારી આગેવાનો સાથે ભાગીદારી પર ભાર મૂકે છે. અમારા સહયોગીઓની સલામતી અને સુખાકારીની ખાતરી કરવી એ અમારી ટોચની પ્રાથમિકતા છે, અને આ સન્માન સુરક્ષિત અને તંદુરસ્ત કાર્ય વાતાવરણનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.”

આ વર્ષની શરૂઆતમાં, અવંતોરની પાનોલી સાઇટને અંકલેશ્વર એન્વાયર્મેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી (એઇપીએસ) સેફ્ટી એક્સેલન્સ ગોલ્ડ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાઆ વર્ષે શરૂ કરવામાં આવેલા એઈપીએસ સેફ્ટી એક્સેલન્સ એવોર્ડ્સમાં વ્યાપક મૂલ્યાંકન અને ઐતિહાસિક કામગીરી મૂલ્યાંકન દ્વારા સલામતી પ્રત્યે અસાધારણ સમર્પણ દર્શાવતી કંપનીઓને ઓળખવા અને તેમનું સન્માન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમના સહયોગીઓનું આરોગ્ય, સલામતી અને સુખાકારી અવંતોર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેનો વ્યાપક અભિગમ સમગ્ર વ્યક્તિ – તેમના શારીરિક, માનસિક અને સંવેદનાત્મક આરોગ્ય – માટે ટેકો આપવાને પ્રાથમિકતા આપે છે અને તે તેના સહયોગીઓની સુખાકારીના તમામ પાસાઓને સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી શ્રેષ્ઠ નીતિઓ અને પ્રક્રિયાઓ રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here