અતુલ ગ્રીનટેકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે જોડાણ કર્યું, દેશવ્યાપી ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક દ્વારા ઇવીની પહોંચમાં વધારો કરાશે

0
24

એચપીસીએલની વિશાળ એલપીજી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ, તેની પહોંચ અને વિશ્વસનીયતા માટે વિશ્વાસથી એજીપીએલને દેશભરમાં વધુ ગ્રાહકો સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ પહોંચાડી શકાશે

આ ભાગીદારી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સોલ્યુશનની વધતી માગને સપોર્ટ કરશે, જે ટકાઉ વિકલ્પ માટે ભારતના પ્રયાસોને અનુરૂપ છે

અમદાવાદ 13 નવેમ્બર 2024: ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચ વિસ્તારવા માટે અતુલ ઓટો લિમિટેડની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ તેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત ભારત સરકારની પ્રતિષ્ઠિત કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. આ સહયોગ અંતર્ગત એજીપીએલ એચપીસીએલના વિશાળ એચપી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા તેના અત્યાધુનિક ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ ENERGIE અને ENERGIE2નું માર્કેટિંગ કરશે, જે દેશમાં ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

ભારતમાં ખૂબજ પ્રખ્યાત એચપીસીએલ ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ તથા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સહિતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની શ્રેણીના માર્કેટિંગમાં કુશળતા ધરાવે છે. એચપી ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સના વિશાળ નેટવર્ક દ્વારા એચપીસીએલ લાખો ઘરેલુ અને વાણિજ્યિક ગ્રાહકોને સેવા આપે છે તથા વિશ્વસનીય સેવા અને ડિલિવરી ઓફર કરે છે. આ નવી ભાગીદારી એચપીસીએલના એલપીજી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના વિશ્વાસ અને પહોંચનો લાભ લેતાં એજીપીએલના ઇનોવેટિવ ઇવી સોલ્યુશન્સને દેશભરના ગ્રાહકોની વધુ નજીક લાવશે.

એજીપીએલના ENERGIE અને ENERGIE2નું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સની વધતી માગને પૂર્ણ કરવા ડિઝાઇન કરાઇ છે. આ ભાગીદારી હેઠળ એચપીસીએલના ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે તેના ગ્રાહકોને એજીપીએલની ENERGIE અને ENERGIE2નું માર્કેટિંગ અને વેચાણ કરવાની તક રહેશે, જે ઇલેક્ટ્રિક મોબિલિટી અને વૈકલ્પિક સ્વચ્છ ઊર્જા માટેના સરકારના પ્રયાસોને અનુરૂપ છે. એચપીસીએલના સહયોગથી એજીપીએલ એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ દ્વારા શહેરી અને ગ્રામીણ માર્કેટમાં સરળ ઇન્ટિગ્રેશન કરી શકશે, જ્યાં ખર્ચ-કાર્યક્ષમ અને ટકાઉ ટ્રાન્સપોર્ટ મહત્વપૂર્ણ છે.

અતુલ ઓટોના ડાયરેક્ટર ડો. વિજય કેડિયાએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી ટકાઉ ભવિષ્યની દિશામાં અમારી સફરમાં એક મહત્વપૂર્ણ કદમ છે. એજીપીએલ ખાતે અમે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ઇનોવેશનને આગળ ધપાવવા માટે કટીબદ્ધ છીએ તથા એચપીસીએલ સાથેની ભાગીદારી આ વિઝનને પુષ્ટિ આપે છે. આ ભાગીદારી અમારી પ્રોડક્ટની પહોંચને મજબૂત કરવાની સાથે-સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સ્વચ્છ ઊર્જા ઉકેલોને પ્રોત્સાહન આફવાના ભારતના પ્રયાસોને અનુરૂપ છે. અમને વિશ્વાસ છે કે આ સહયોગ અમારા ગ્રાહકોને બેજોડ મૂલ્ય પ્રદાન કરશે તેમજ ગ્રીનર ટ્રાન્સપોર્ટેશન તરફ ભારતની ટ્રાન્ઝિશનમાં અર્થસભર યોગદાન આપશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here