પૂણે, ભારત ૧૮ માર્ચ ૨૦૨૫: એટલાસ કોપ્કો ગ્રુપએ પૂણેમાં તાલેગાંવમાં અદ્યતન ઉત્પાદન સવલત શરૂ કરી છે. આશરે 270,000 ચો.ફૂટમાં ફેલાયેલ આ અદ્યતન પ્લાન્ટ CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ), બાયોગેસ, હાઇડ્રોજન કોમ્પ્રેસર્સ, એર ડ્રાયર્સ, N2 અને O2 જનરેટર્સ અને મેડીકલ ફિલ્ટર્સ અને એસેસરીઝ સહિત એર અને ગેસ કોમ્પ્રેસર્સ અને સિસ્ટમનું ઉત્પાદન કરશે. આ લોન્ચ કે જેની માહિતી 2023માં કરવામાં આવી હતી તે ગ્રુપની સ્થાનિક માર્કેટને અનુકૂળ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સ ડિલીવર કરવાની સાથે નવીન ઉકેલોમાં પ્રગતિની પ્રતિબદ્ધતાને વેગ આપે છે.
આ ઉત્પાદન સવલત ઇન્ડસ્ટ્રી 4.0 સિદ્ધાંતો પર બનેલી છે, જે સ્માર્ટ ઉત્પાદન ટેકનોલોજીઓ અને ટકાઉપણાને એકીકૃત કરે છે. પ્લાન્ટ કામગીરી માટે જરૂરી આશરે 80 ટકા ઉર્જા 1.3 મેગાવોટની છતવાળી સોલાર સિસ્ટમ અને ગ્રીડ સપ્લાયમાંથી મેળવવામાં આવશે. આ સવલતમાં વરસાદી પાણીનો સંગ્રહ અને અદ્યતન ઠંડક પ્રણાલીઓનો પણ સમાવેશ થાય છે. એટલાસ કોપ્કો ગ્રુપ દ્વારા સંશોધન અને વિકાસ માટે સમર્થન પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, આ સવલત વર્તમાન અને ભવિષ્યના ઉત્પાદન અને ઉત્પાદન વિકાસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બહુવિધ પરીક્ષણ ક્ષમતાઓથી સજ્જ છે. કંપની ISO 9001, ISO 45001, ISO 14001 અને ISO 50001 પ્રમાણપત્રો સાથે પ્રમાણિત છે, જે ઉચ્ચતમ ગુણવત્તા, સલામતી, પર્યાવરણીય અને ઉર્જા ધોરણોને સુનિશ્ચિત કરે છે, એક મજબૂત આંતરિક ઓડિટ સિસ્ટમ, ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલીઓ અને સિક્સ સિગ્મા પદ્ધતિઓ દ્વારા સમર્થિત છે જે ભૂલો ઘટાડીને અને કાર્યક્ષમતા વધારીને વ્યવસાય પ્રક્રિયાઓને સુધારવામાં મદદ કરે છે.
કોમ્પ્રેસર ટેકનિક બિઝનેસ એરિયાના પ્રમુખ ફિલિપ અર્નેન્સએ નવી સવલતની જાહેરાત પર ટિપ્પણી કરતા કહ્યું હતુ કે “આ નવી સવલત સ્થાનિક માંગને પૂર્ણ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે ટૂંકા સમય અને વધુ ક્ષમતા સુનિશ્ચિત કરે છે. આ અમને ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરવા, બજારની અપેક્ષાઓ પૂરી કરવા અને વધુ સારી જીવનસાયકલ સહાય પૂરી પાડવા સક્ષમ બનાવે છે, જે ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉકેલો પહોંચાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
એટલાસ કોપ્કો (ઇન્ડિયા) પ્રા. લિમીટેડના વાઇસ પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર થિયેરી મોનાર્ટએ જણાવ્યું હતુ કે “અમારા નવા ઉત્પાદન પ્લાન્ટનું લોન્ચિંગ એટલાસ કોપ્કો ગ્રુપની ભારતમાં વૃદ્ધિ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સવલત ફક્ત સ્થાનિકીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતી નથી પરંતુ આ પ્રદેશમાં રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસને આગળ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થાનિક પ્રતિભા અને નવીનતાને પ્રોત્સાહન આપીને, અમે ભારતના ઉત્પાદન ઇકોસિસ્ટમમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.”