APRIL ગ્રુપએ ભારતની અગ્રણી કન્ઝ્યુમર ટિસ્યુ પ્રોડક્ટ્સ કંપની ઓરિગામીમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો

0
26

ઓરિગામીનું સંપાદન APRILના ભારતના ઝડપથી વિકસતા ટિસ્યુ અને પર્સોનલ હાઇજિન માર્કેટમાં પ્રવેશને અંકિત કરે છે

સિંગાપુર, 16મે 2024 – ફાયબર, પલ્પ અને પેપરની અગ્રમી વૈશ્વિક ઉત્પાદક એવા APRIL ગ્રુપએ ભારતની ગ્રણી કન્ઝ્યુમર ટિસ્યુ પ્રોડક્ટ કંપનીમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો છે, જે ભારતના ઝડપથી વિકસતા ટિસ્યુ અને પર્સોનલ હાઇજિન માર્કેટમાં તેના પ્રવેશને અંકિત કરે છે. APRIL ગ્રુપ એ સિંગાપુરમાં વડુ મથક ધરાવતા RGE ગ્રુપ ઓફ કંપનીઝની સભ્ય છે.

ઓરિગામી ભારતમાં ઘરઘરમાં જાણીતુ નામ છે, જે વિકસતી ટિસ્યુ પેપર મિલ્સમાં સંપૂર્ણ સંકલિત ઓપરેશન અને દેશભરમાં અસંખ્ય સ્થળોએ અને વિતરણ કેન્દ્રોમાં કન્વર્ટીંગ પ્લાન્ટ ધરાવે છે. ટિસ્યુ અને પર્સોનલ હાઇજિનમાં ભારતીય અગ્રણી તરીકે ઓરિગામી ફેસિયલ ટિસ્યુઝ, પેપર નેપ્કિન્સ, ટોઇલેટ ટિસ્યુ રોલ્સ, કિચન ટોવેલ્સ, હેન્ડ ડોવેલ્સ અને વેટ વાઇપ્સ જેવી વિસ્તરિત પ્રોડક્ટ રેન્જ ઓરિગામી અને સંલગ્ન બ્રાન્ડ હેઠળ ધરાવે છે.

ઓરિગામીની સ્થાપના 1995માં નીલમ અને મનોજ પાંચીસા દ્વારા કરવામાં આવી હતી જો કંપનીમાં નોંધપાત્ર લઘુત્તમ હિસ્સો જાળવવાનું સતત રાખશે અને સંપાદનની પૂર્ણતાને પગલે બિઝનેસનું નેતૃત્ત્વ કરવાનું ચાલુ રાખશે.

ભારતીય ટિસ્યુ માર્કેટે ભારતના ઝડપથી વિકસતા મધ્યમ વર્ગ, ઉપભોક્તાઓના દ્રષ્ટિકોણ અને સ્વચ્છતા અને અંગત સંભાળ પરની ટેવને કારણે વાર્ષિક ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. તેણે એવા માર્કેટ પર્યાવરણનું સર્જન કર્યુ છે જેમાં આંતરરાષ્ટ્રીય-સ્ટાડર્ડ અંગત સ્વચ્છતા પ્રોડક્ટ્સની માંગમાં વધારો થઇ રહ્યો છે, જેમાં વૈશ્વિક ધોરણો કરતા માથાદીઠ વપરાશ ઘણો નીચો હોવાના કારણે હજુ પણ વૃદ્ધિની સંભાવના છે.”

“ભારતીય ટિસ્યુ માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યુ છે, જે ઉપભોક્તાઓના વિકસતા દ્રષ્ટિકોણ અને સ્વચ્છતા અને અંગત સંભાળને આભારી છે,” એમ APRIL ઇન્ડિયા અને સબકોન્ટિનન્ટના કંટ્રી વડા સુનીલ કુલકર્ણીએ જણાવતા કહ્યું હતુ કે“APRIL અનેઓરિગામીને ભેગી કરતા ઉચ્ચ ગુણવત્તા, ટકાઉ અંગત સ્વચ્છતા પ્રોડક્ટ્સની વધી રહેલી રાષ્ટ્રીય માંગને પહોંચી વળવાની સારી સ્થિતિમાં છીએ.”

APRIL છેલ્લા 25 વર્ષથી ભારતમાં પલ્પ અને પેપર પ્રોડક્ટ્સની અગ્રણી નિકાસકર્તા રહી છે. ઓરિગામીમાં સંપાદન કરેલ અંકુશાત્મક હિસ્સો, તાજેતરમાં જ ચીન, સાઉથઇસ્ટ એશિયા અને બ્રાઝિલમાંના ટિસ્યુ માર્કેટમાં કરવામાં આવેલા રોકાણને પગલે APRILની વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા માર્કેટમાં પોતાની વૈશ્વિક હાજરી વધારવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. ભારતમાં APRIL અગ્રણી સ્થાનિક સાહસોને તેની વૈશ્વિક વૃદ્ધિ યોજનાઓમાં સંકલિત કરવા તેના સફળ મોડેલને અનુસરશે અને ટેકનોલોજીને અપગ્રેડ અને પ્રોસેસ કરવા માટે સ્ત્રોતો પૂરા પાડશે જેથી વૈશ્વિક કક્ષાની સભાન પ્રોડક્ટસને પોષણક્ષમ કિંમતે પૂરી પાડી શકાય.

ભારતમાં પલ્પના અગ્રણી સપ્લાયર તરીકેના કંપનીના દરજ્જાનો લાભ ઉઠાવતા APRILનું ઓરિગામીમાં અંકુશાત્મક હિસ્સાનું સંપાદન ગ્રુપને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનમાં સીધા વિદેશ રોકાણને વધુ ટેકો આપવા માટે સક્ષમ બનાવશે.

“APRIL અને ઓરિગામી એક સાથે વધુ મજબૂત છે,” એમ કહેતા શ્રી કુલકર્ણીએ ઉમેર્યુ હતુ કે  “આ સંપાદન સાથે APRIL ભારતીય ઉપભોક્તાઓને ઉચ્ચ ગુણવત્તા અને ટકાઉ રીતે ઉત્પાદિત ટિસ્યુ પેપર અને અન્ય પ્રોડક્ટ્સ મેળવવામાં અને ઍક્સેસ મેળવવાની ઝૂંબેશમાં વધારો કરવા માટે સારી સ્થિતિમાં છે. આ વૃદ્ધિ ઉત્પાદન, પ્રવર્તમાન ચેનલ્સને વધુ ઊંડી બનાવીને, વિસ્તારીને અને નવી ચેનલ્સ વિકસાવીને અને પ્રોડક્ટ નવીનતામાં વધારાના રોકાણ મારફતે આ વૃદ્ધિ હાંસલ કરવામાં આવશે.”

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here