અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બાળકો માટે એક નવી ઍનિમેશન યુટ્યુબ ચૅનલ ‘અપ્લાટૂન’ લૉન્ચ કરવામાં આવી છે

0
72
ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બાળકો માટે એક નવી ઍનિમેશન યુટ્યુબ ચૅનલ ‘અપ્લાટૂન’ લૉન્ચ કરવામાં આવી છે. આ યુટ્યુબ ચૅનલમાં બાળકોને રસ પડે એવી મનોરંજક કન્ટેન્ટ હશે. આ ચૅનલ પર મૅજિકલ ઍનિમેટેડ સિરીઝ ‘કિયા ઔર કાયાન’ની શરૂઆત થઈ રહી છે. આ સિરીઝ અમર ચિત્રકથાની લોકપ્રિય જુનિયર લાઇબ્રેરી પર આધારિત છે. આ સિરીઝનું ૨૫ એપ્રિલે અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટની યુટ્યુબ ચૅનલ પર પ્રીમિયર થશે.

અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા અમર ચિત્રકથા સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે જેમાં ૪૦૦ કરતાં વધારે વાર્તાઓને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવશે. ઍનિમેટેડ સિરીઝ ‘કિયા ઔર કાયાન’ ચારથી આઠ વર્ષની વયનાં બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને એ કિયા અને કાયાન નામનાં ભાઈ-બહેનની સુપરફન ઍડ્વેન્ચર સ્ટોરી છે. આનો નવો એપિસોડ દર મંગળવારે અને શુક્રવારે સ્ટ્રીમ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here