કૉમ્યૂનિટી અને સ્થિરતામાં મૂળભૂત આધારીત: એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદના ઉજ્જવલ ભવિષ્યની પહેલ

0
13

પર્યાવરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ માટે કર્મા ફાઉન્ડેશન સાથે ભાગીદારી

અમદાવાદ ૧૭ જૂન ૨૦૨૪:  એપેક્સોન એક ડિજિટલ-ફર્સ્ટ ટેક્નોલોજી સેવાઓ પ્રદાતા કંપની, તેમના CSR કાર્યક્રમ “ઇગ્નાઇટ” અમદાવાદમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણની પહેલ કરવા માટે કર્મા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે.

15 જૂન 2024ના રોજ વિવેકાનંદ નગર હાથીજણ અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અપેક્સોન ઇગ્નાઇટના વાઇસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ હેડ અશોક કારાનિયા અને કર્મા ફાઉન્ડેશનના CSR હેડ અને ઓપરેશન્સ શ્રી પ્રકાશ પુરોહિતના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. એપેક્સન અમદાવાદ ઓફિસમાંથી 50 ઉત્સાહી ઇગ્નાઇટ સ્વયંસેવકો, કર્મા ફાઉન્ડેશનના સભ્યો, અને વન વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અમદાવાદમાં વિવિધ સ્થળોએ 8,000 થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક રીતે જોવા મળતા વૃક્ષોની સ્થાનિક પ્રજાતિઓ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી હતી જેથી શહેરની હરિયાળીને ફરીથી ભરવા અને પુનઃજીવિત કરવામાં આવે.

એપેક્સન ઇગ્નાઇટના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ અશોક કારાનિયાએ જણાવ્યું હતું કે, “સસ્ટેનેબિલિટી એપેક્સન ઇગ્નાઇટના ચાર્ટરનો મુખ્ય આધારસ્તંભ છે અને આ ઝુંબેશ અમે દેશભરમાં ઓળખાયેલી અનેક પહેલ અને પ્રોજેક્ટ્સમાંની એક છે. ઇગ્નાઇટ અપેક્સર વૉલન્ટીર્સ અને અમારા ભાગીદારોની ઉત્સાહભર્યા શક્તિથી પ્રેરિત છીએ. અમે કર્મા ફાઉન્ડેશન સાથે સહયોગ કરવા માટે આભારી છીએ કે અમારા પ્રયાસોમાં સુસ્થિરતાન વધારવા, હરિતાંની સ્થિરતાને મજબૂત કરવા અને બાયોડાયવર્સિટી પુનર્સ્થાપન કરવામાં વધુ સમર્થ બનીશું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here