આણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં પોષણની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા

0
23

આણંદ 25 સપ્ટેમ્બર 2024: રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકામાં શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગના સંકલનથી આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એકસાથે  કુલ – ૫  શાળાઓ ભાગ લીધેલ. જે તમામ શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં દરેક શાળાના બાળકોમાં પોષણની જાગૃતિ માટે પ્રવૃત્તિઓ/સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિશોરીઓ અને કિશોર માટે એનિમિયા (HB ટેસ્ટ) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોલિક એસિડ ટેબ્લેટ વિતરણ કરવામાં આવી હતી. કિશોરીઓ અને કિશોર માટે પોષણ શિક્ષણ, રમકડાં આધારિત અને રમત આધારિત શિક્ષણને અનુસંધાને કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ વૃક્ષારોપણ અંતર્ગત ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

એનિમિયા (HB ટેસ્ટ), પોષણ ભી પઢાઈ ભી અંતર્ગત પ્રવ્રુત્તિઓ, Environment (છોડ વિતરણ) “એક પેડ માં કે નામ” અંતર્ગત પોષણ માહની પ્રવૃત્તિ, એનિમિયા નિવારણ અર્થે આયર્ન ફોલિક એસિડ (IFA) ટેબ્લેટ વિતરણ, THR વિતરણ, THR માંથી બનેલ પૌષ્ટિક  વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ એક જ દિવસમાં કુલ -૫ શાળાઓ ‌પે સેન્ટર શાળા, પોરડા, મહેળાવ કન્યા શાળા, મહેળાવ કુમાર શાળા, ભાટીયેલ પ્રા. શાળા અને બોરીયા પ્રા. શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત વૃક્ષારોપણ અંતર્ગત ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત બાળકોને ઘરે લઈ જવા છોડ આપવાનો કાર્યક્રમ પે સેન્ટર પ્રાથમિક શાળા પોરડામાં  રાખવામાં આવ્યો હતો, જ્યારે અન્ય શાળાઓમાં એનિમિયા નિવારણ માટે (HB ટેસ્ટ), આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ (IFA) તેમજ પોષણ ભી પઢાઇ ભી અંતર્ગત શાળાકીય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રી નિલેશ્વરીબેન ગોહિલ, CDPO પેટલાદ શ્રી ચંદ્રિકાબેન મકવાણા, કેળવણી નિરીક્ષક શ્રી એન ડી પરમાર, તાલુકા નોડલ શ્રી જીતુભાઈ મહીડા, ડૉ પાર્થ તાલુકા મેડિકલ ટીમ, વન વિભાગના અધિકારી તેમજ પોરડા પ્રા. શાળાના આચાર્ય શ્રી હર્ષીદાબેન પુવાર, મહેળાવ કુમાર શાળાના આચાર્યશ્રી એડવર્ડભાઈ, મહેળાવ કન્યા શાળાના આચાર્યશ્રી તન્વીબેનની ઉપસ્થિતિમાં આ આયોજન ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.

-૦-૦-૦-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here