અમેરિકન પેકન્સે મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં એક્સક્લુઝિવ ફેસ્ટિવ મેનૂ “ધ ઈન્ડલજન્ટ”અમેરિકન પેકન્સ ફેસ્ટિવલ માટે હયાત ગ્રુપ સાથે ભાગીદારી કરી

0
24

અમદાવાદ 17 ઓક્ટોબર 2024: ફેસ્ટિવ સીઝનના સેલિબ્રેશનમાં, અમેરિકન પેકન્સ હયાત ગ્રુપ ઓફ રેસ્ટોરન્ટ્સના ત્રણ ફ્લેગશિપ આઉટલેટ્સ સાથે વિશેષ ભાગીદારીની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. ઑક્ટોબર 15 થી નવેમ્બર 15, 2024 સુધી, સોલ પેન્ટ્રી (અંદાઝ દિલ્હી), લોબી લાઉન્જ (ગ્રાન્ડ હયાત મુંબઈ) અને ટીનેલો (હયાત રીજન્સી અમદાવાદ) પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ, ઓથર અને કોલમનિસ્ટ કવિતા દેવગન દ્વારા ક્યુરેટ કરાયેલ એક્સક્લુઝિવ ફેસ્ટિવનું મેનૂ રજૂ કરશે.

કવિતા દેવગન, ન્યુટ્રીશન અને વેલનેસમાં પ્રખ્યાત એક્સપર્ટ છે, તેમણે ખાસ કરીને અમેરિકન પેકન્સની વૈવિધ્યતા અને હેલ્થ બેનિફિટ્સને હાઈલાઈટ કરવા માટે આ ફેસ્ટિવ મેનૂને ખાસ ડિઝાઇન કર્યું છે. પેકન્સના રીચ ફ્લેવર્સ અને ન્યુટ્રિશનલ પાવરને સમાવિષ્ટ કરીને, મેનૂમાં ઈન્ડલજન્ટ સ્ટાટર્સથી માંડીને ડેકડંટ ડેઝર્ટ સુધીની વિવિધ પ્રકારની યુનિક ડીશીસ રજૂ કરવામાં આવશે, જે ડિનરને હેલ્ધી અને ફ્લેવર ફુલ ફેસ્ટિવ ડાઇનિંગનો અનુભવ પ્રદાન કરશે.

અમેરિકન પેકન્સ કાઉન્સિલના કન્ટ્રી માર્કેટ રિપ્રેઝન્ટેટિવમાં શ્રી સુમિત સરને જણાવ્યું હતું કે, “તેમની નેચરલ ગુડનેસ અને વૈવિધ્યતા સાથે, પેકન્સ સમગ્ર વિશ્વમાં મોડર્ન ડાયેટનો અભિન્નભાગ બની ગયા છે. અમે ભારતમાં સમાન ટ્રેન્ડની કલ્પના કરીએ છીએ અને પેકન્સ માટે અપાર સંભાવનાઓની અપેક્ષા રાખીએ છીએ. વધુ સમજદાર ભારતીય ગ્રાહકો આ અમેઝિંગ નટ્સ, તેના હેલ્થ બેનિફિટ્સ, તેનો સ્વાદ અને રોજિંદા દિન ચર્યામાં પેકન્સનો સમાવેશ કરવાની રીતો શોધતા હોવાથી માંગમાં વધારો થશે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદની હયાત હોટલમાં રેસ્ટોરાં સાથે ભાગીદારી કરીને અમને આનંદ થાય છે. તેઓ તેમની ઉચ્ચ-ગુણવત્તાની ઓફર માટે જાણીતા છે. અમેરિકન પેકન્સ, અને આ ભાગીદારી જમનારાઓને તહેવારોની મોસમ દરમિયાન ઈન્ડલજન્ટ છતાં પૌષ્ટિક વાનગીઓનો આનંદ માણવાની તક આપે છે.”

અમેરિકન પેકન્સ નાસ્તા તરીકે અથવા એક ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે ગ્રેટ છે. તે તમામ મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર અથવા મોટા ડ્રાયફ્રુટ રિટેલર્સ પાસે ઉપલબ્ધ છે. બધા ઉપભોક્તાઓએ અમેરિકન પેકન્સ શોધવાનું છે”, શ્રી સરને ઉમેર્યું.

 

સ્પેશિયલ મેનૂ અહીં ઉપલબ્ધ હશે:

  • સોલ પેન્ટ્રી, અંદાઝ દિલ્હી
  • લોબી લાઉન્જ, ગ્રાન્ડ હયાત મુંબઈ
  • ટીનેલો, હયાત રીજન્સી અમદાવાદ

આ મહિના સુધી ચાલતું પ્રમોશન ખાવાના શોખીનોને ટ્રેડિશનલ અને મોડર્ન ફ્લેવર્સથી પ્રેરિત વાનગીઓનો સ્વાદ માણવાની સંપૂર્ણ તક પૂરી પાડે છે, જે તમામ અમેરિકન પેકન્સના સમૃદ્ધ સ્વાદ દ્વારા ઉન્નત છે.

પ્રમોશન વિશે વધુ માહિતી માટે અથવા ટેબલ આરક્ષિત કરવા માટે, કૃપા કરીને સંબંધિત આઉટલેટ્સનો સીધો સંપર્ક કરો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here