એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: Amazon બિઝનેસ એ કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોર પર 134% વૃદ્ધિ નોંધાવી

0
13
  • પ્રથમ 10 દિવસમાં કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોર પર ગયા વર્ષ કરતાં 134% થી વધુની વૃદ્ધિ જોવા મળી, જેમાં કુલ ઓર્ડરની સંખ્યામાં 95% અને ખરીદી કરતા ગ્રાહકોમાં 107% વૃદ્ધિ શામેલ છે.
  • સૌથી વધુ ભેટો કિચન વેરની કેટેગરીમાંથી છે, જેમાં સૌથી વધુ મિક્સર અને ગ્રાઇન્ડર્સ, જ્યુસર અને થર્મલ ડ્રિંકવેર જેવી વસ્તુઓ શામેલ છે
  • ઇલેક્ટ્રોનિક્સમાં, હેડફોન અને તેના પછી સ્પીકર્સ સૌથી લોકપ્રિય ટેક ગિફ્ટિંગ આઇટમ તરીકે ઉભરી આવે છે.
  • ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ અને ચા અને કોફીના ફેસ્ટિવ ગોરમે બોક્સ અન્ય લોકપ્રિય કેટેગરી રહી. 

બેંગલુરુ 11 ઓક્ટોબર 2024: ભારતમાં તહેવારોની મોસમ વ્યવસાયો માટે ચેનલ પાર્ટનર સાથેના સંબંધોને મજબૂત કરવા, કર્મચારીઓને ઓળખવા અને સહકર્મીઓ સાથે ઉજવણી કરવા માટે એક નિર્ણાયક સમયગાળો હોય છે. આ મહત્વપૂર્ણ કોર્પોરેટ જરૂરિયાતને સંબોધતા, ભારતના અગ્રણી B2B ઓનલાઈન માર્કેટપ્લેસ, એમેઝોન બિઝનેસ દ્વારા શરૂ કરાયેલ સમર્પિત કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોર, જ્યાં 8,500 થી વધુ GST-સક્ષમ ભેટ આપવા માટેના ઉત્પાદનોના વિકલ્પોની વિશાળ શ્રેણી છે, સમગ્ર ભારતમાં વ્યવસાયો સાથે મજબૂત રીતે પડઘો પાડે છે, જ્યાં ગયા વર્ષ કરતાં 5.5Xની વૃદ્ધિ દર્શાવીને મિક્સર ગ્રાઇન્ડર સાથે, અને જ્યુસર સૌથી વધુ વેચાતી ભેટની વસ્તુઓ તરીકે ઊભરી છે અને ત્યારબાદ રસોડાનાં અન્ય વાસણો જેમ કે કૂકરના વેચાણમાં 3X વૃદ્ધિ જોવા મળી છે.

એમેઝોન બિઝનેસના ડિરેક્ટર સુચિત સુભાષે જણાવ્યું હતું કે, “આ તહેવારોની સીઝનમાં અમારા કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોરમાં જોવા મળેલી નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે કે સમગ્ર ભારતે ઈ-પ્રોક્યુરમેન્ટનો ઝડપથી સ્વીકાર કર્યો છે. આ ઉછાળો ઓનલાઈન ભેટ આપવાની સગવડ અને આધુનિક વ્યવસાયોની વિકસતી જરૂરિયાતો દર્શાવે છે. એ જોઈને સારું લાગે છે કે કેવી રીતે વર્ષોથી, અમે એમેઝોન બિઝનેસના ઓનલાઈન B2B માર્કેટપ્લેસને એવી રીતે વિકસાવ્યું છે કે જેથી દેશના ખૂણે-ખૂણાના વિક્રેતાઓને અને ખરીદદારોને જોડીને તેમજ દેશના દરેક પિન કોડ પર સેવા આપીને અમે માત્ર ભૌગોલિક અવરોધો જ દૂર કર્યા નથી, પરંતુ ભારતના ગતિશીલ બિઝનેસ લેન્ડસ્કેપમાં સીમલેસ વ્યવહારો પણ સક્ષમ કર્યા છે.”

કિચન એપ્લાયન્સિસમાં – સૌથી વધુ ખરીદી કરાયેલ શ્રેણી

કિચન એપ્લાયન્સિસમાં મિક્સર ગ્રાઇન્ડર અને જ્યુસરની સૌથી વધુ ભેટો આપવામાં આવી છે, જે વર્ષ-દર- વર્ષ 5.5X વૃદ્ધિ દર્શાવે છે અને ત્યારપછી અન્ય રસોડાનાં વાસણો જેમ કે કૂકર આવે છે, જેમાં 3X વૃદ્ધિ જોવા મળી છે.

હેડફોન્સ સૌથી લોકપ્રિય ટેક ગિફ્ટિંગ આઇટમ તરીકે ઉભરી આવે છે

હેડફોન્સ કોર્પોરેટ ગિફ્ટિંગ ટ્રેન્ડમાં આગળ છે, જ્યારે સ્પીકર્સના વેચાણમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે, જે ગયા વર્ષના ઓર્ડરની સરખામણીમાં 6X વધારો દર્શાવે છે. 2.5X YoY વૃદ્ધિ સાથે લેપટોપ બેગ્સ વધુ વેચાતી શ્રેણી હતી.

ફરસાણ અને મીઠાઈ ગિફ્ટ હેમ્પર્સમાંની બીજી લોકપ્રિય શ્રેણી રહી

ગયા વર્ષ કરતાં 1.7X વૃદ્ધિ સાથે ચોકલેટ્સ ગિફ્ટની શ્રેણીમાં સૌથી વધુ વેચાઈ છે. ડ્રાય ફ્રુટ હેમપર્સમાં ગયા વર્ષ કરતાં 3.7X વૃદ્ધિ જોવા મળી તેમજ ચા અને કોફી હેમ્પર્સ પણ ગયા વર્ષ કરતાં 2X વૃદ્ધિ સાથે ભેટ આપતી વસ્તુઓ તરીકે ઉભરી આવ્યા.

વેચાણકર્તાઓને ગ્રાહકો સાથે જોડવું: કેરળથી જમ્મુ-કાશ્મીર અને ગુજરાતથી નાગાલેન્ડ

કેરળમાં એર્નાકુલમના કારીગરો દ્વારા બનાવેલી ઘર સજાવટની વસ્તુઓને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરના આતુર ખરીદદારો અને પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચવાથી લઈને, સુરત, ગુજરાતના સાહસિક વિક્રેતાઓ તરફથી ભવ્ય કાચનાં વાસણો અને ખડતલ મગ સહિત રસોડાની વસ્તુઓ તિન્સુકિયા, આસામ અને કોહિમા, નાગાલેન્ડના સમજદાર ગ્રાહકો પાસે પહોંચાડવા સુધી તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં દૂર-દૂરના ગ્રાહકોને પોતાનો માલ મોકલતા દિલ્હી સ્થિત વિક્રેતાઓ સાથે, એમેઝોન બિઝનેસે ભારતની વિવિધ ટેપેસ્ટ્રીમાં વિક્રેતાઓ અને કોર્પોરેટ વચ્ચે જોડાણની સુવિધા આપી છે.

ભારતનું પોતાનું ઓનલાઈન B2B માર્કેટપ્લેસ

2017 માં શરૂઆત થઈ ત્યારથી, એમેઝોન બિઝનેસે હંમેશા તેના ગ્રાહકોના વ્યવસાયમાં મૂલ્ય અને સગવડતા ઉમેરવાનું કામ કર્યું છે. ડીલ્સ અને ઑફર્સ ઉપરાંત, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન, બિઝનેસ ગ્રાહકો ઝડપી અને મફત શિપિંગનો આનંદ માણવા માટે મફત પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરીને બહુવિધ અનુકૂળ સુવિધાઓનો આનંદ લઈ શકે છે અથવા તેમની ટીમોને એક એમેઝોન બિઝનેસ એકાઉન્ટ હેઠળ બહુવિધ ટીમના સભ્યો તરીકે ઉમેરી શકે છે અને દરેક ટીમ માટે અલગથી મંજૂરી નીતિઓ અને બજેટ ગાર્ડરેલ્સ સેટ કરી શકે છે. “બિલ ટુ શિપ ટુ” સુવિધા સાથે, વ્યવસાયો GST ઇનપુટ ક્રેડિટ ગુમાવ્યા વિના એક સ્થાનથી ખરીદી કરી શકે છે અને બીજા સ્થાને શિપિંગ કરાવી શકે છે. ગ્રાહકો 3 ખરીદી પર ઓર્ડર દીઠ રૂ. 9,999/- સુધીનું કેશબેક મેળવી શકે છે, જેમાં તેઓને ન્યૂનતમ વ્યાજ દરે 12 મહિના સુધી વધારી શકાતી અને કોઈ પણ છૂપાયેલા ખર્ચ વગર 30-દિવસનો વ્યાજ-મુક્ત ક્રેડિટ વિકલ્પ આપવામાં આવે છે, જેથી તેઓ વેચાણ દરમિયાન તેમના રોકડ પ્રવાહનું સંચાલન કરી શકે. વેપારી ગ્રાહકો ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ તેમજ ફ્લેક્સિબલ હપ્તાના વિકલ્પો*. સાથે રૂ. 10,000 ના મૂલ્યના પુરસ્કારો મેળવી શકે છે.

વ્યાપાર ગ્રાહકો અગાઉથી રેખાંકિત ડિસ્કાઉન્ટ સાથે એક જ સાથે બલ્ક ઓર્ડર પણ આપી શકે છે અને buybulk@amazon.comપર ઈમેલ મોકલીને બલ્ક ઓર્ડર માટે સહાયની વિનંતી પણ કરી શકે છે. એમેઝોન બિઝનેસના હાલના ગ્રાહકો તેમના બિઝનેસ એકાઉન્ટમાં સાઇન ઇન કરીને ઇવેન્ટ વિશે વધુ માહિતી એકત્ર કરી શકે છે. નવા ગ્રાહકો કોઈ વધારાના શુલ્ક વિના તરત જ Amazon Business એકાઉન્ટ બનાવવા માટે https://business.amazon.in ની મુલાકાત લઈ શકે છે અને કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોરના લાભોનો આનંદ લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here