એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: ફેશન એન્ડ બ્યુટી માટે ટોપ 10 શહેરોમાં અમદાવાદ સામેલ”

0
26

ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ, હેન્ડલૂમ ટેક્સટાઈલ અને સ્ટેટમેન્ટ જ્વેલરી તહેવારોના ટોપ ટ્રેન્ડમાં સામેલ છે

અમદાવાદ, 15 ઑક્ટોબર 2024: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024ની પૂરજોશમાં શરૂઆત થઇ ચૂકી છે અને અમદાવાદથી મળેલા પ્રારંભિક ડેટા પરથી તહેવાર અંગે કેટલાંય રસપ્રદ વલણો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ગ્રાહકો પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલા છે સાથો સાથ ફેશન અને જીવનશૈલીની પસંદગીમાં આધુનિક ફેરફારોને અપનાવી રહ્યા છે. હેન્ડલૂમ અને હાથવણાટની બનેલ વસ્તુઓ જેવી કે બાંધણી, પટોળા, કચ્છ ભરતકામ, જરદોઝી અને મિરર વર્ક જેવી પરંપરાગત કારીગરી લોકપ્રિયતા મેળવી રહી છે. ઈન્ડો-વેસ્ટર્ન એલિમેન્ટ્સ જેમ કે ક્રોપ ટોપ્સ એથનિક બોટમ્સ સાથે પેર કરવામાં આવે છે અથવા પ્રી-ડ્રેપ્ડ સાડી અને સ્ટેટમેન્ટ જ્વેલરી, ખાસ કરીને ચંકી ચોકર્સ અને લાંબા નેકલેસ સાથે પહેરવાનું ફેસ્ટિવ ખરીદદારોમાં પસંદગી પામે છે. જેમ જેમ ફેશન લેન્ડસ્કેપ વિકસી રહ્યું છે તેમ તેમ અમદાવાદમાં જેન ઝેડ શોપર્સ બોલ્ડ, એક્સપ્રેસિવ સ્ટાઇલ અપનાવી રહ્યા છે જે પરંપરાગત વસ્ત્રોને આધુનિક તત્વો સાથે મિશ્રિત કરે છે. સ્નીકર્સ અને ક્રોપ ટોપ સાથે બ્લાઉઝ તરીકે પહેરાતી સાડીઓએ ખૂબ આકર્ષણ જમાવ્યું છે.

પ્રીમિયમ ફેશનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, જેમાં લક્ઝરી ઘડિયાળો અને સોના અને હીરાના દાગીના—જેમાં લેબમાં ઉગાડવામાં આવેલા હીરાનો પણ સમાવેશ થાય છે—તેની માંગ વધી રહી છે. એકલા અમદાવાદમાં જ કિંમતી દાગીનાના વેચાણમાં 2.3 ગણોવધારો થયો છે. અમદાવાદમાં લક્ઝરી બ્યુટી પ્રોડક્ટ્સ, ખાસ કરીને ફ્રેગરન્સ અને વાળ અને ત્વચાની સંભાળ માટે પ્રોફેશનલ-ગ્રેડ સલૂન વસ્તુઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લક્ઝરી બ્યુટીએ વાર્ષિક આધાર પર 1.3 ગણી વૃદ્ધિ નોંધાવી છે, જે આ પ્રદેશમાં ગ્રાહકોની વચ્ચે પ્રીમિયમ પ્રોડક્ટ માટેની વધતી જતી પ્રાથમિકતાને રેખાંકિત કરે છે.

“અમદાવાદ શહેર અમારા માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તે એમેઝોન ફેશન એન્ડ બ્યુટી માટે ટોચના દસ શહેરોમાં સ્થાન ધરાવે છે. અમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન ઉત્સવના વાઇબ્રન્ટ ટ્રેન્ડના સાક્ષી બનવા માટે રોમાંચિત છીએ. આ વર્ષે ગ્રાહકો હેન્ડલૂમ ટેક્સટાઇલ, ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ અને સ્ટેટમેન્ટ જ્વેલરી માટે મજબૂત આકર્ષણ દેખાડી રહ્યાં છે. કિંમતી દાગીના (2.3X), હેરકેર (1.6X), મહિલા એથનિક વિયર (1.5X), અને સ્કિનકેર (1.5X) જેવી કેટેગરીમાં નોંધપાત્ર વૃદ્ધિ માત્ર ગ્રાહકોની મજબૂત પસંદગી જ દર્શાવતું નથી પરંતુ પ્રીમિયમાઇઝેશન તરફના પરિવર્તનને દર્શાવે છે. જેમ જેમ આપણે દિવાળીની નજીક આવી રહ્યા છીએ, એમેઝોન ફેશન એન્ડ બ્યુટી ગ્રાહકોને પરંપરાગત અને સમકાલીન બંને સ્ટાઇલમાં ફેશન અને સૌંદર્ય વિકલ્પોની વિવિધ રેન્જ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ, જે એક શ્રેષ્ઠ મૂલ્ય, સુવિધા અને ઝડપી ડિલિવરી પર ઉપલબ્ધ છે,” તેમ એમેઝોન ફેશન એન્ડ બ્યુટીના ડાયરેક્ટર ઝેબા ખાને જણાવ્યું હતું.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 એ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક કારીગરો, વણકર અને નાના વ્યવસાયોને પણ સશક્ત કર્યા છે. રાજ્યમાં 2 લાખથી વધુ વિક્રેતાઓ છે. હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોમાં નોંધપાત્ર માંગ જોવા મળી છે કારણ કે ગ્રાહકો પરંપરાગત કારીગરી અને સ્થાનિક બ્રાન્ડ્સને સમર્થન આપવાનું ચાલુ રાખે છે.

અમદાવાદમાં જોવા મળેલ તહેવારોના મુખ્ય  વલણો:

  • હેન્ડલૂમ અને હેન્ડક્રાફ્ટની વસ્તુઓ જેમકે બાંધણી, પટોળા, કચ્છ ભરતકામ, જરદોઝી અને મિરર વર્ક ફરી પાછું આવી રહ્યું છે, જે શિલ્પ કૌશલ અને સાંસ્કૃતિક વારસા પર ભાર મૂકે છે.
  • પરંપરાગત અને આધુનિક તત્વોને મિશ્રિત કરનાર સમકાલીન પોશાક જેમ કે એલિવેટેડ એથનિક બોટમ્સ સાથે ક્રોપ ટોપ અથવા પ્રી-ડ્રેપ્ડ સાડીઓએ લોકપ્રિયતા મેળવવાનું ચાલુ રાખ્યું છે.
  • તહેવારોમાં પહેરાતા વસ્ત્રોમાં ઘાટો લાલ, રોયલ બ્લૂઝ અને એમેરાલ્ડ ગ્રીન્સ જેવા વાઇબ્રેન્ટ રંગોનું વર્ચસ્વ હોય છે, જેને મોટાભાગે સોના અથવા ચાંદીમાં ધાતુથી શણગારવામાં આવે છે.
  • ચંકી ચોકર્સ અને લાંબા નેકલેસ જેવી એક્સેસરીઝનું લેયરિંગ એ ટ્રેન્ડીંગ વિકલ્પ છે
  • ગુજરાતના પરંપરાગત ચાંદીના દાગીનાની ડિઝાઈન જેમાં જટિલ રૂપરેખાઓ છે, તે તહેવારોની મોસમ દરમિયાન સૌથી વધુ  ખરીદીઓમાંની એક છે.
  • પરંપરાગત સાડીઓને સ્નીકર્સ સાથે પહેરવાનો અથવા ક્રોપ ટોપનો બ્લાઉઝ તરીકે ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
  • ભારે એક્સેસરીઝ સાથે મિનિમલિસ્ટિક આઉટફિટ્સની જોડી સાથે તહેવારોના વસ્ત્રો પર એક અનોખું રૂપ ઉભરીને આવે છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન આકર્ષક ડીલ્સ અને ઑફર્સ જોવા માટે અહીં ક્લિક કરો. પ્રેસ રિલીઝ, તસવીરો અને વધુ માટે કૃપા કરીને અમારા પ્રેસ સેન્ટરની મુલાકાત લો.

ડિસ્કલેમર: ઉપરોક્ત માહિતી, ડીલ્સ, ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અથવા બ્રાન્ડ્સ દ્વારા પૂરી પાડવામાં આવી છે અને એમેઝોન દ્વારા ‘જેમ છે તેમ’ આધારે પ્રદર્શિત કરવામાં આવી છે. એમેઝોન આ દાવાઓને સમર્થન આપતું નથી અને આવા દાવાઓ અને માહિતીની ચોકસાઈ, શુદ્ધતા, વિશ્વસનીયતા અથવા માન્યતા અંગે કોઈ રજૂઆત કરતું નથી અને તેના સંબંધમાં કોઈપણ પ્રકારની, સ્પષ્ટ અથવા ગર્ભિત કોઈપણ પ્રકારની ગેરંટી અથવા વોરંટી પ્રદાન કરતું નથી. ઑફર જ્યાં સુધી સ્ટોક રહે ત્યાં સુધી માન્ય છે. ‘Amazon.in એ એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દ selleINR દ્વારા ઓફર કરાયેલ પસંદગી સાથે સ્ટોરફ્રન્ટનો સંદર્ભ આપે છે’

અમારા નિયમો અને શરતો અહીં વાંચો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here