» ભારતની મોબાઇલ-ફર્સ્ટ પેઢી માટે તૈયાર કરવામાં આવેલો ‘સર્વ’, Gen Zની એક્સપ્રેસિવ, વ્યાજબી અને ફાસ્ટ ફેશનની માગને પૂરી કરે છે – જેમાં 350થ વધુ બ્રાન્ડ, 2 મિલિયનથી વધુ પ્રોડક્ટ્સ, રેપિડ ટ્રેન્ડ એક્સેસ અને બોલ્ડ નવી ડિઝાઇન ભાષા સામેલ છે.
બેંગલોર ૧૯ મે, ૨૦૨૫ – એમેઝોન ફેશન પોતાની સમર્પિત ઓનલાઇન સ્ટોરફ્રન્ટને ફરીથી લોન્ચ કરીને Gen Z માટે પોતાની વચનબદ્ધત્તાને બે ગણી કરી રહ્યો છે, જે અગાઉ નેક્સ્ટ ઝેન સ્ટોર તરીકે ઓળખાતો હતો અને હવે તેને ‘સર્વ’, ડિશિંગ આઉટ સ્ટાઇલ નામ આપવામાં આવ્યું છે. શબ્દ ‘સર્વ’નો – અર્થ છે “પોતાને આત્મવિશ્વાસ અને સ્ટાઇલની સાથે રજૂ કરવી, સામાન્યપણે એ રીતે જે પ્રભાવશાળી અથવા આકર્ષક માનવામાં આવે છે” – આ સમકાલિન Gen Zની ભાષામાં ઊંડા મૂળ ધરાવે છે, પરંતુ આ પેઢીઓથી ટ્રેન્ડિંગ લેક્સિકોનમાં પણ ઊભરી આવ્યું છે, જે ફેશન, સૌંદર્ય અને તેનાથી પણ આગળ આત્મવિશ્વાસ અને ઉત્કૃષ્ઠ સ્વ-અભિવ્યક્તિની ભાવનાને કેદ કરે છે. ‘સર્વ’ આ ઉત્ક્રાંતિનો પ્રતિભાવ આપે છે, તે માત્ર એક ઓનલાઇન સ્ટોર તરીકે જ નહીં, પરંતુ સતત તાજગીભર્યા ગંતવ્યનાં સ્વરૂપમાં પણ કાર્ય કરે છે, જે વ્યક્તિગત અભિવ્યક્તિને સશક્ત બનાવીને ટ્રેંડી સ્ટાઇલ પૂરી પાડે છે. ઓનલાઇન સ્ટોરે જનરેશન ઝેડ ગ્રાહકોમાં 3 ગણી વૃદ્ધિ કરી છે અને ટિઅર 1 અને ટિઅર 2 શહેરો જેવા કે ચંડીગઢ, કોચી, પટના, નાગપુર, જયપુર અને સુરતના ખરીદદારોમાં 4 ગણી વૃદ્ધિ જોવા મળી છે, ‘સર્વ’ આ મહત્ત્વપૂર્ણ વસ્તીજૂથને ફેશન સાથે જોડાવાની રીતોને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.
‘સર્વ’ 350થી વધુ સ્થાનિક અને વૈશ્વિક બ્રાન્ડસમાંથી 2 મિલિયનથી વધુ પ્રોડક્ટ્સની સાથે અજોડ પસંદગી ઓફર કરે છે, જેમાં બાર્સિનો, ટોક્યો ટોકિઝ, હાઇલેન્ડર, ધ બિઅર હાઉસ, દિલજિત એક્સ લેવીસ, મોકોબારા, કેસિયો, ચુમ્બક, કોસર્ક્સ અને મોક્સી સામેલ છે. ‘સર્વ’ ફાસ્ટ ફેશન, ટકાઉ વિકલ્પો અને વ્યાજબી સ્ટાઇલ્સનાં અનોખા મિશ્રણની સાથે જનરેશન ઝેડના ગતિશીલ સ્વાદને પૂર્ણ કરે છે. સ્ટોરમાં માસિક ટ્રેન્ડ અપડે, સિઝનલ લુકબુક અને ક્રિએટર દ્વારા તૈયાર કરેલી સ્ટાઇલ એડિટ્સ સામેલ છે, જે વાય2કે રિવાઇવલ, જેન્ડર-ફ્લુઇડ ફેશન, ડોપામાઇન ડ્રેસિંગ, કે-બ્યુટ, મિનિમલ ગ્લેમ અને કોન્શિયલ ફેશન જેવા માઇક્રો-ટ્રેન્ડને દર્શાવે છે. આ નવી ઓળખમાં એક નવો લોગો અને ડિઝાઇન ભાષા સામેલ છે, જે આકર્ષક અને અધિકૃત્ત છે, અને તમામ પ્લેટફોર્મ પર સ્કેલેબલ છે. ઓન-સાઇટ અનુભવને વધુ સારો બનાવવામાં આવ્યો છે, જેમાં ડિસ્કવરી, કમ્યુનિટી અને ટ્રેન્ડ-ફોરવર્ડ ક્યુરેશનને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં અપડેટ કરેલી ઇમેજરી સ્ટાઇલ તથા વોઇસ અને ટોન છે, જે Gen Zની વિવિધ રુચિઓ અને ઉપસંસ્કૃત્તિઓને દર્શાવે છે.
એમેઝોન ફેશન ઈન્ડિયાના નિર્દેશક નિખિલ સિંહાએ જણાવ્યું છે કે “વર્ષ 2023માં ભારતના પ્રથમ સમર્પિત Gen Z સ્ટોરની શરૂઆત કર્યા પછી, અમે ‘સર્વ’ની સાથે પોતાની વચનબદ્ધત્તાને વધારી રહ્યા છીએ.” “અમારું સંશોધન સતત આ વસતીજૂથનાં મૂલ્ય વ્યક્તિત્ત્વ અને પરવડે તેવી ક્ષમતાની સાથે સાથે ટ્રેન્ડ-એલાઇન્મેન્ટને મહત્ત્વ આપે છે. ‘સર્વ’ની સાથે, અમે ટ્રેન્ડ ફોરવર્ડ ફેશનનું લોકશાહીકરણ કરી રહ્યા છીએ – સમગ્ર ભારતમાં, એમાં પણ ખાસ કરીને ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં સુલભષ શૈલી લાવી રહ્યા છીએ, જ્યાં અમે વાર્ષિક ધોરણે 40%થી પણ વધુ વૃદ્ધિ નોંધાવી છે. અમે માત્ર ખરીદીનું ગંતવ્ય જ નથી બનાવ્યું, પરંતુ એક સાંસ્કૃત્તિક મંચ પણ બનાવ્યું છે, જે પોષણક્ષમતા પર સ્ટાઇલ દ્વારા અધિકૃત્ત સ્વ-અભિવ્યક્તિને સશક્ત બનાવે છે, જે દરેક લોકો માટે ફેશનને આત્મવિશ્વાસ અને રચનાત્મકતા માટેનું સુલભ સાધન બનાવે છે.”
વ્યાપક સંશોધનનો લાભ લઈને, એમેઝોને મુખ્ય Gen Z આર્કટાઇપ્સની ઓળખ કરી છે, ‘ધ ટ્રેન્ડ-હેકર’થી લઈને ઝડપી ગતિ ધરાવતા માઇક્રોટેન્ડને આગળ વધારતા ‘ધ એલિવેટેડ એવરીડે-ઇસ્ટ’ સુધી, જે પોલિશ સુસંગતતા શોધે છે. આ આંતરદૃષ્ટિ હવે સર્વનાં ક્યુરેશનનું માર્ગદર્શન કરે છે, જેમાં ક્લિન ગર્લ, મોબ વાઇફ કોર અને સોફ્ટ બોય એનર્જી જેવા ટ્રેન્ડિંગ એસ્થેટિક્સની સાથે સાથે બજેટ બાય્ઝ અને સિઝનલ ટ્રોપ્સ જેવી વ્યવહારુ કેટેગરી સામેલ છે. આ મંચનો ડિજિટલ-નેટિવ અનુભવ, ઓન-ધ-પલ્સ ડિસ્કવરી માટે અનુકૂલિત કરવામાં આવ્યો છે, જે એમેઝોનની ગતિ અને વ્યાપક પસંદગીને પેઢી સુધી લાવે છે, જે સ્વ-અભિવ્યક્તિને મહત્ત્વ આપે છે. મેટાલિકથી લઈને મોનોક્રોમ સુધીના કલક ક્યુરેશન અને 350થી વધુ બ્રાન્ડ્સની સાથે સર્વ એમેઝોન ફેશનને ભારતની વિવિધતાપૂર્ણ જનરેશન ઝેડ પરિદૃશ્યમાં ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલને લોકશાહી બનાવતા ચોક્કસ ગંતવ્ય તરીકે સ્થાપિત કરે છે.