એમેઝોન ફેશન દ્વારા 6 થી 11 ડિસેમ્બર સુધી ‘વૉર્ડરોબ રિફ્રેશ સેલ’ની 15મી આવૃત્તિનો પ્રારંભ: વિન્ટર સ્ટાઇલનો ધમાકેદાર પ્રારંભ

0
9
  • ગ્રાહકો સમગ્ર ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સની ટોપ બ્રાન્ડ્સ ઉપર 50%-80% છૂટ સાથે ‘મહા બચત’નો આનંદ મેળવી શકે છે અને તમામ પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર લઘુતમ 40% છૂટ મેળવી શકે છે
  • કોલમ્બિયા, મોકોબારા, સ્વારોવસ્કી, બોસ, ન્યૂ બેલેન્સ સહિત અનેક બ્રાન્ડ્સ તરફથી નવા લોન્ચિંગ
  • ટોમી હાઇફિગર, વોકોલ, ડેસ્લે પેરિસ અને એસેમ્બલી જેવી પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર ફ્લેટ 10%ની છૂટ + નો કોસ્ટ EMI
  • સાંજે 7 વાગ્યાથી શરૂ થતી રોજ મર્યાદિત સમયગાળા માટે ચાલતી ડીલ્સ
  • 5 લાખ+ સ્ટાઇલ્સ ઉપર એક્સ્ટ્રા 15% સુધીની છૂટ સાથે એક્સક્લુઝિવ “બાય મોર, સેવ મોર” ઓફર્સ

બેંગલુરુ 03 ડિસેમ્બર 2024: એમેઝોન ફેશન દ્વારા 6 થી 11 ડિસેમ્બર, 2024 સુધી શોપિંગના શોખીનોને સોનેરી તક પૂરી પાડવા માટે તેના અત્યંત લોકપ્રિય વૉર્ડરોબ રિફ્રેશ સેલની 15મી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. વિન્ટર ફેશનનો આ અદભૂત સેલ વસ્ત્રો, એસેસરીઝ, બ્યૂટી અને જ્વેલરીની એક વ્યાપક શ્રેણી પૂરી પાડે છે, જે શિયાળાની ઋતુના ગરમ કપડાં, ફેસ્ટિવ વેર, ટ્રાવેલ, પાર્ટી અને વેડિંગ સ્ટાઇલ્સ સહિતની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરે છે. આ સેલ એમેઝોન ફેશનની વિશાળ સિલેક્શનમાંથી ખાસ પસંદ કરેલી પ્રોડક્ટ્સ રજૂ કરે છે, જે વસ્ત્રો, બ્યૂટી, ફૂટવેર, એસેસરીઝ, ટ્રાવેલ લગેજ વગેરે જેવી શ્રેણીઓને આવરી લેતી 1.2 લાખ બ્રાન્ડ્સમાંથી 3 મિલિયન સ્ટાઇલ્સ સહિત 30 મિલિયન પ્રોડક્ટ્સનો સમાવેશ કરે છે. ગ્રાહકો માટે વિશેષ ઓફરિંગ સહિત આ વૉર્ડરોબ રિફ્રેશ સેલ લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને હંમેશા ફેશનમાં રહેતાં ક્લાસિક્સથી વિન્ટર વૉર્ડરોબને નવો લૂક આપવા ઇચ્છતાં ગ્રાહકો માટે અલ્ટિમેટ ડેસ્ટિનેશન બની રહેવાનો હેતુ ધરાવે છે.

ભારત ખાતે એમેઝોન ફેશન એન્ડ બ્યૂટીના ડિરેક્ટર સિદ્ધાર્થ ભગતે જણાવ્યું હતું કે, “એમેઝોન ફેશન ખાતે અમે શ્રેષ્ઠ મૂલ્ય અને સુગમતા પૂરી પાડીને અમારા ગ્રાહકોને બ્રાન્ડ્સની વિસ્તૃત શ્રેણી, ટ્રેન્ડિંગ સ્ટાઇલ્સ, ન્યૂ લોન્ચિંગ અને એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ સાથે ઓન-ટ્રેન્ડ રાખવા માટે સશક્ત બનાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. વૉર્ડરોબ રિફ્રેશ સેલ અમારા ગ્રાહકોની બદલાતી જતી પસંદગીઓને પરિપૂર્ણ કરવા માટે અમારી વ્યૂહાત્મક અર્ધવાર્ષિક ઇવેન્ટ છે. ટોપ બ્રાન્ડ્સના ‘વેર ઇટ વિથ’ જેવા સજેશન્સ અને ‘ઇઝી રિટર્ન્સ’, ‘ફાસ્ટ ડિલિવરી’, ‘નો કન્વિનિયન્સ ફી’ જેવા પ્રવર્તમાન સુગમતાયુક્ત ફિચર્સની મદદથી ગ્રાહકો એમેઝોન ઉપર ખૂબ જ સરળતાથી શોપિંગ એક્સપિરિયન્સનો આનંદ ઉઠાવી શકે છે. આ સિઝનમાં સમગ્ર ડિસેમ્બર દરમિયાન સ્ટાઇલિશ અનુભવ પૂરો પાડવા માટે અમે ગ્રાહકો સમક્ષ પ્રિમિયમ વિન્ટર વેર, ફેસ્ટિવ ફેવરિટ્સ અને એક્સક્લુઝિવ વેડિંગ કલેક્શન રજૂ કરી રહ્યાં છે.”.

અમે પ્રિમિયમ અને લક્ઝરી સિલેક્શનની શોધમાં રહેલા ગ્રાહકોની જરૂરિયાતો પણ ધ્યાનમાં રાખી છે. વસ્ત્રોથી માંડીને ફૂટવેર, બ્યૂટી, એસેસરીઝ અને ટ્રાવેલ લગેજ સુધી ગ્રાહકો આ તેમની વિન્ટર વાઇબનો આનંદ બોસ, કોલમ્બિયા, ડેલ્સે, ન્યૂ બેલેન્સ, સેઇકો, પોલીસ, એસેમ્બલી સહિત બીજી અનેક બ્રાન્ડ્સના ફન અને સોફિસ્ટિકેશનન સાથે માણી શકે છે. પ્રિમિયમ બ્રાન્ડ્સ હેઠળ, ગ્રાહકો લઘુતમ 40% સુધીની છૂટનો આનંદ માણી શકે છે.

અહીં ટૂંક સમયમાં શરૂ થઇ રહેલા વૉર્ડરોબ રિફ્રેશ સેલની કેટલીક એક્સક્લુઝિવ ડીલ્સ રજૂ કરવામાં આવી છે.

વિન્ટર એસેન્સિયલ્સ

વેરો મોડા વૂમન પૂલઓવર સ્વેટરઃ આ કોઝી પૂલઓવર સાથે તમારા વિન્ટર વોર્ડરોબને નવો રૂપરંગ આપો, જે શિયાળાની ઠંડીમાં હૂંફ અને સ્ટાઇલનું પરફેક્ટ મિશ્રણ છે. આરામદાયક અનુભવ માટે તૈયાર કરેલી તેની આગવી ડિઝાઇન કેઝ્યુઅલ આઉટિંગ્સ અને ઠંડી રાતોમાં આરામદાયક હૂંફનો અનુભવ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે છે.

તમને પણ ગમશે –

BIBA Rayon Women’s Fusion Wear Kurta

મેન્સવેર

U.S. પોલો ASSN. મેન્સ રેગ્યુલર ફિટ શર્ટઃ આ અનુકૂળ-ફિટ શર્ટની મદદથી તમારા શિયાળાના વસ્ત્રોને અપગ્રેડ કરો, જે કેઝ્યુઅલ આઉટિંગ્સ અથવા જેકેટની નીચે લેયરિંગ માટે પરફેક્ટ વર્સેટાઇલ ઉમેરો છે. આકર્ષક અનુરૂપ ફિટ અને પ્રીમિયમ ફેબ્રિકની સાથે-સાથે, તે આરામ અને આકર્ષકતા પણ આપે છે. પછી ભલે તેને કામ પર પહેરો કે પછી વિકએન્ડમાં, તેની સદાબહાર ડિઝાઇન તમને સ્ટાઇલિશ રહેવાની ખાતરી આપે છે. ડેનિમ અથવા ચિનોઝ સાથે સહેલાઈથી જોડી બનાવી શકાય તેવા આવશ્યક પરિધાનને ઝડપી લો!

તમને પણ ગમશે –

Levi’s Men’s Striped Slim Fit Shirt

લગેજ

મોકોબારા બેકપેક પ્રો 15.6″ ઇંચ લેપટોપ બેકપેકઃ તમારા વિન્ટર હોલી ડે ટ્રાવેલ્સ માટે પરફેક્ટ આ સ્લીક બેકપેક પર્યાપ્ત સ્ટોરેજ અને ડ્યુરેબલ ડિઝાઇન ઉપલબ્ધ કરાવે છે. સરળતાથી તમારી વસ્તુઓ સુવ્યવસ્થિત રાખવા માટે મલ્ટીપલ કમ્પાર્ટમેન્ટ્સ ધરાવતી આ બેકપેક કોઇપણ આઉટફિટને અનુકૂળ બની રહેવાની સાથે તમારી આવશ્યક ચીજ-વસ્તુઓને સુરક્ષિત રાખે છે. આ સિઝનમાં સ્ટાઇલ સાથે ટ્રાવેલ કરો!

તમને પણ ગમશે –

Tommy Hilfiger Joshua 21 Ltrs Black Laptop Backpack

વૉચિસ

હુગો બોસ સ્ટેઇનલેસ સ્ટીલ સિમ્ફની એનેલોગ બ્રાઉન ડાયલ વૂમન વૉચઃ આ સોફિસ્ટિકેશનન અને એલિગન્સનું એક શ્રેષ્ઠ સમન્વય છે. તેની સ્લીક ડિઝાઇન અને ટાઇમલેસ અપીલ તેને કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બંને પ્રસંગો માટે એક આદર્શ એસેસરી બનાવે છે. ટકાઉ તેમ છતાં સ્ટાઇલિશ ડિઝાઇન ધરાવતી આ વૉચ તમારા તમામ આઉટફિટ સાથે સરળતાથી પૂરક બની રહે છે. નવી સ્ટાઇલને પસંદ કરતાં લોકો માટે આ એક ખૂબ જ જરૂરી પસંદગી છે.

તમને પણ ગમશે –

CASIO Men’s MTP-1302PD

Titan Avant Garde Quartz Multifunction Silver Dial Leather Strap Watch for Men-NS90147SL01

શુઝ

ક્રોક્સ યુનિસેક્સ-એડલ્ટ ક્લોગ્સઃ ખૂબ જ ઊચ્ચ સ્તરીય સરળતા અને સ્ટાઇલ માટે ડિઝાઇન કરેલા આ ક્રોક્સ ક્લાસિક ક્લોગ્સ સાથે આરામની દુનિયામાં પ્રવેશ કરો. તમે તમારા ઘર પર આરામ ફરમાવી રહ્યાં હોવ કે કોઇ કામકાજની દોડધામમાં, તેની લાઇટ વેઇટ અને ડ્યુરેબલ બનાવટ સમગ્ર દિવસ માટે આગવા કમ્ફર્ટની ખાતરી આપે છે. તેની બ્રીધેબલ ડિઝાઇન તેને કોઇપણ કેઝ્યુઅલ આઉટિંગ માટે એક આદર્શ પસંદગી બનાવે છે. અત્યંત સ્ટાઇલિશ અને પ્રેક્ટિકલ આ ક્લોગ્સ રોજિંદા જીવનની ખૂબ જ આવશ્યક જરૂરિયાત છે.

તમને પણ ગમશે –

new balance Womens 574 Model Sneaker

જ્વેલરી

GIVA 925 સિલ્વર પ્રિન્સેસ સેટઃ આ એલિગન્ટ નેકલેસ સાથે તમારા જીવનની સ્પેશિયલ મૂમેન્ટની ઉજવણી કરો. ખૂબ જ કાળજી અને સંભાળપૂર્વક તૈયાર કરવામાં આવેલો આ પિસ ટાઇમલેસ બ્યૂટી અને સેન્ટિમેન્ટનો સુભગ સમન્વય છે. તેની અત્યંત મનમોહક ડિઝાઇન કોઇપણ આઉટફિટમાં સોફિસ્ટિકેશનના સ્પર્શનો ઉમેરો કરીને આ વિન્ટર હોલીડે સિઝનમાં તમારા સ્નેહીજનો માટે તેને એક આદર્શ ગિફ્ટ બનાવે છે. વિશ્વસનીયતાના પ્રમાણપત્ર સાથે આવતો આ પિસ તેની ક્વૉલિટી અને સુંદરતાની ખાતરી પૂરી પાડે છે..

તમને પણ ગમશે –

YouBella Jewellery Stylish AAA Swiss Zircon Multicolor Necklace

આઇવેર

કેલ્વિન ક્લેઇન ગ્રેડિયન્ટ એવિએટર યુનિસેક્સ સનગ્લાસિસઃ આ સનગ્લાસિસ સાથે તમારા દેખાવમાં સોફિસ્ટિકેશનના સ્પર્શનો ઉમેરો કરો. તેની સ્લીક, મોર્ડન ડિઝાઇન અને ગ્રેડિયન્ટ લેન્સિસ સાથે તે સ્ટાઇલ અને તડકાથી રક્ષણ એમ બંને સુવિધા પૂરી પાડે છે. કોઇપણ આઉટફિટમાં પેરિંગ માટે શ્રેષ્ઠ પસંદગી બની રહેતા સનગ્લાસિસ સની વિન્ટરમાં આઉટિંગની મજા માણવા ખૂબ જ ઉપયોગી એસેસરી છે.

તમને પણ ગમશે –

Guess Rectangular Non-Polarized Sunglasses With Multi Lens For

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here