ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ 2025-2026 માટે નિમણૂંક કરાઇ

0
33

પ્રમુખ તરીકે એડવોકેટ આશુતોષ આર. ઠક્કરની નિમણૂંત થઇ

ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સની  તારીખ 31 મે 2025ના રોજ 33મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા બાદ  4 જૂન 2025ના રોજ કારોબારી સમિતિની મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સનાહોદ્દેદારોની વર્ષ 2025-2026 માટે નિમણૂંક કરવામાં આવી હતી.

વર્ષ 2025-2026ના ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સનાહોદ્દેદારોના નામની વાત કરીએ તો, પ્રમુખ તરીકે એડવોકેટ આશુતોષ આર. ઠક્કર, પ્રેસિડેન્ટએમેરીટ્સ તરીકે સી.એ. અશ્વિનસી.શાહ, વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે એડવોકેટ રમેશ એન. ત્રિવેદી, ઉપપ્રમુખ (સાઉથ ઝોન) તરીકે સી.એ. મિતીષએસ.મોદી, ઉપપ્રમુખ (નોર્થ ઝોન) તરીકે એડવોકેટ મહેન્દ્ર એચ. સ્વામી, ઉપપ્રમુખ (સૌરાષ્ટ ઝોન) તરીકે સી.એ.સંજીવ બુદ્ધ, ઉપપ્રમુખ (સેન્ટ્રલ ઝોન) તરીકે એડવોકેટ સુનિલ સી. શાહ, ઉપપ્રમુખ (અમદાવાદ ઝોન) તરીકે એડવોકેટ મૃદાંગ એચ. વકીલ, માનદ મંત્રી તરીકે સી.એ. પાર્થ દોશી, સહમાનદ મંત્રી તરીકે એડવોકેટ દીપેશશાકવાલા, સહમાનદ મંત્રી તરીકે સી.એ, સુવ્રતસી.શાહ તેમજ માનદ ખજાનચી તરીકે એડવોકેટ મૌલિન બી. શાહની નિમણૂંક કરવામાં આવી છે.

આ અંગે વાત કરતા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના પ્રમુખ એડવોકેટ આશુતોષ આર. ઠક્કરે કહ્યું કે, વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના પ્રમુખ તરીકે મને સર્વોચ્ચ પદ આપવા બદલ હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું. મારામાં મૂકેલાવિશ્વાસથી હું ખરેખર કૃતજ્ઞ છું અને અમારા ફેડરેશનનાઉદ્દેશ્યોને આગળ લઇ જવાની હું સંપૂર્ણ ખાતરી આપું છું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણે જેમ જેમ આગળ વધતાજઇશું તેમ મારું વિઝન મુખ્ય ત્રણ સ્તંભો પર આગળ વધશે, જેમાં જ્ઞાન દ્વારા સશક્તિકરણ, સમાવિષ્ટ આઉટરીચ અને મેમ્બરશિપનાગ્રોથનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજના ઝડપથી બદલાતા કર અને નિયમનકારી વાતાવરણમાં,અપડેટ રહેવું ફક્ત ફાયદાકારક જ નથી પણ આવશ્યક છે. મારા કાર્યકાળનો એક મુખ્ય ઉદ્દેશ્ય મોફસિલ શૈક્ષણિક કાર્યક્રમોનીમાળખાગત યોજના દ્વારા અમારી ઉપસ્થિતિને મજબૂત બનાવવાનો રહેશે. આ ઉપરાંત અમે ટેક્સ ગુર્જરી- AGFTC જર્નલ પ્રકાશિત કરવાની પરંપરા ચાલુ રાખીશું,જે અમારા પોતાના સભ્યો દ્વારા સમજદાર,વ્યવહારુ અને વિચાર-પ્રેરક લેખો પ્રકાશિત કરવા માટે સમર્પિત પ્લેટફોર્મ છે. એટલું જ નહીં, કોઈપણ વસ્તુની તાકાત તેના સભ્યોમાં રહેલી છે. હું AGFTC બેનર અંતર્ગત કર વ્યાવસાયિકોના વિશાળ તેમજ વધુ ગતિશીલ નેટવર્કની કલ્પના કરું છું.

*****

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here