અકાસા એરે દિવાળીના તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ રજૂ કરીઃ પરંપરા અને સ્વાદની અનોખી યાત્રા

0
28

રાષ્ટ્રીય 28 ઑક્ટોબર 2024: અકાસા એરની ઑનબૉર્ડ મીલ સર્વિસ કાફે અકાસા આકાશમાં પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે તેના દિવાળીના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરીને ખૂબ જ ઉત્સુક છે. આ વિશેષ ભોજનમાં ચટાકેદાર રગડાની સાથે આલૂ ટિક્કી, તેની સાથે નમક પારા અને મીઠાઈમાં કાજુ કતરી અને મુસાફરોની પસંદગીના પીણાનો સમાવેશ થાય છે. દિવાળીની ઉજવણીમાં ખોવાઈ જવા માટે આ ભોજનનું 25 ઑક્ટોબર, 2024થી પ્રી-બૂકિંગ શરૂ થશે અને અકાસા એરના નેટવર્કમાં 30 નવેમ્બર, 2024થી તેને પીરસવામાં આવશે. દિવાળીના આ વિશેષ ભોજનને અકાસા એરની વેબસાઇટ www.akasaair.com કે મોબાઇલ એપ પરથી સરળતાથી પ્રી-બૂક કરાવી શકાશે.

દિવાળીની ઉજવણીમાં અવનવી વાનગીઓ સૌના કેન્દ્રમાં હોય છે, જે આનંદ, સમૃદ્ધિ અને એકતાનું પ્રતિક છે. પ્રવાસીઓને દિવાળીની અવનવી વાનગીઓનો અધિકૃત અને પરંપરાગત સ્વાદ પૂરો પાડવા માટે આ વિશેષ ભોજનને તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને પ્રવાસીઓને યાત્રા દરમિયાન ઘર જેવો જ સ્વાદ માણવા મળે.

ઑગસ્ટ 2022માં તેના સંચાલનની શરૂઆતથી જ અકાસા એર વિવિધ ઉજવણીઓની સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશેષતાઓને પ્રતિબિંબિત કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ભોજનના વિકલ્પો પૂરાં પાડવા કટિબદ્ધ છે. મકરસંક્રાતિથી માંડીને વેલેન્ટાઇન્સ ડે, હોળી, ઇદ, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ચોમાસાની ઋતુ, નવરોઝ, ઓનમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને ક્રિસમસ સુધી કાફે અકાસા આ પ્રકારનું તહેવારોનુંસ્વાદિષ્ટ ભોજન પીરસીને ઉડાનના અનુભવને સુધારવાનું ચાલું રાખશે.જે લોકો ફ્લાઇટ દરમિયાન તેમના પ્રિયજનોનો જન્મદિવસ ઉજવવા માંગે છે, તેમના માટે રેગ્યુલર મેનૂમાં કૅકને અગાઉથી પસંદ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે.

વારંવાર નવેસરથી તૈયાર કરવામાં આવતાં કાફે અકાસાના મેનૂને ખૂબ જ વિચારીને તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને તેમાં સ્વાદિષ્ટ વાનગીઓ, નાસ્તા અને તાજા પીણાંને ઉમેરી શકાય તથા વિવિધ પ્રકારના ભોજન અને પાકકલાની પ્રાથમિકતાઓની વ્યાપક શ્રેણીને આવરી લેવા તેમાં કંઈક અવનવું હોય તેની ખાતરી થઈ શકે. આ મેનૂમાં અલગ-અલગ વાનગીઓના 45+ વિકલ્પો પૂરાં પાડવામાં આવે છે, જેમાં ફ્યુઝન વાનગીઓ, રીજનલ ટ્વીસ્ટ ધરાવતા એપેટાઇઝર્સ અને વૈભવી મીઠાઈઓનો સમાવેશ થાય છે, જે તમામને ભારતના પ્રતિષ્ઠિત શૅફ દ્વારા વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.

અકાસા એરનું સહાનુભૂતિશીલ અને જોશીલું વ્યક્તિત્વ, કર્મચારીઓ માટે અનુકૂળ માહોલ, ગ્રાહકોની સેવા કરવાની ફિલસૂફી અને ટેકનોલોજી પર આધારિત અભિગમે તેને લાખો ગ્રાહકોની મનપસંદ એરલાઇન્સ બનાવી દીધી છે. તેની શરૂઆતથી જ અકાસા એરે તેની અનેકવિધ ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ અને ગ્રાહકોને અનુકૂળ આવે તેવી સેવાઓની સાથે ભારતમાં ઉડ્ડયનના ક્ષેત્રની વ્યાખ્યા જ બદલી નાંખી છે. તેનો વિમાનોનો તદ્દન નવો કાફલો પગ મૂકવા માટેની મોકળાશ અને વધુ આરામ પૂરો પાડે છે તથા તેના મોટાભાગના એરક્રાફ્ટમાં યુએસબી પોર્ટ્સ છે, જેની મદદથી ગ્રાહકો મુસાફરી દરમિયાન તેમના ગેજેટ્સ અને ડીવાઇઝને ચાર્જ કરી શકે છે. કાફે અકાસાએ હાલમાં જ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ, નાસ્તા અને તાજગી આપનારા પીણાંઓને સામેલ કરવા માટે ખૂબ જ વિચારીને તૈયાર કરવામાં આવેલા મેનૂને જાહેર કર્યું છે, જેથી કરીને પાકકલાની પ્રાથમિકતાઓની વ્યાપક શ્રેણીને આવરી લેવા તેમાં કંઈક અવનવું હોય તેની ખાતરી થઈ શકે. આ નવા મેનૂમાં અલગ-અલગ વાનગીઓના 45+ વિકલ્પો પૂરાં પાડવામાં આવે છે, જેમાં ફ્યુઝન વાનગીઓ, રીજનલ ટ્વીસ્ટ ધરાવતા એપેટાઇઝર્સ અને વૈભવી મીઠાઈઓ સમાવેશ થાય છે, જે તમામને ભારતના પ્રતિષ્ઠિત શૅફ દ્વારા વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.પેટ્સ ઑન અકાસાની મદદથી ગ્રાહકો તેમના પાલતું પ્રાણીઓના વજન પર આધાર રાખીને તેમની સાથે કેબિનમાં અથવા તો કાર્ગોમાં મુસાફરી કરી શકે છે. અકાસા એર અકાસા ગેટઅર્લી, સીટ એન્ડ મીલ ડીલ, એક્સ્ટ્રા સીટઅનેઅકાસા હોલિડેઝજેવી અસાધારણ ગ્રાહકસેવાના તેના વચનને પૂરું કરવા માટે 25+ આનુષંગિક ઉત્પાદનો પૂરાં પાડે છે, જે એક અદ્વિતીય પર્સનલાઇઝેશનનીસેવા આપે છે. પોતાના ગ્રાહકોનો કેબિનનો અનુભવ સતત સુધારવા અકાસાએ સ્કાયસ્કોર બાય અકાસા, સ્કાયલાઇટ્સ અને ક્વાયેટફ્લાઇટ્સ જેવી કેટલીક ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ પહેલને પણ લૉન્ચ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here