અમદાવાદમાં ઇશારાના ૧૫ દિવસિય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણો

0
20

અમદાવાદ ૧૬ માર્ચ ૨૦૨૫| બેલોના હોસ્પિટાલિટી દ્વારા ઇનોવેટિવ ડાઇનિંગ કોન્સેપ્ટ ઇશારા એ શેફ શેરી મહેતા દ્વારા ક્યુરેટ કરાયેલ અનડિવાઇડેડ  પંજાબ મેનુ રજૂ કર્યું છે. ૧૬ માર્ચથી ૩૦ માર્ચ સુધી ઇશારા, પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે ઉપલબ્ધ આ યુનિક મેનુ પ્રમાણિક સ્વાદ અને પરંપરાગત રસોઈ તકનીકો દર્શાવે છે, જે મહેમાનોને પંજાબના કાલાતીત ગેસ્ટ્રોનોમીની નજીક લાવે છે.

અનડિવાઇડેડ પંજાબ બોર્ડરની  બંને બાજુથી પંજાબી વ્યંજનની એક  વિશાળ રેન્જ પ્રદર્શિત કરશે, જેમાં બેવરેજીસ, વેજિટેરિયન નોન વેજીટેરિયન વિશેષતાઓનો સમાવેશ થશે, જે રીચ ઇન્ગ્રીડિઅન્ટ, સંસ્કૃતિ અને બોલ્ડ સ્વાદની ઉજવણી કરે છે. ઇશારાના મહેમાનો મુલતાની પનીર ટિક્કા, કીમા કચોરી, ચિકન દમ કે કબાબ, ડાબી અરબી કા સાલન, બટાલા ચિકન કરી, શિકમપુરી પુલાવ, થિપ્પરાનવાલા મીટ, પેશાવરી લાલ લોબિયા, જલેબી પરાઠા અને માલ્ટા પુલાવ જેવી અનોખી વાનગીઓનો સ્વાદ માણી શકશે, જેમાં કાંજી અને ચીના ખીર સહિત પરંપરાગત બેવરેજીસ અને ડેઝર્ટનો સમાવેશ થાય છે.

બેલોના હોસ્પિટાલિટીના મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત ઇસ્સાર કહે છે કે, “પંજાબી વ્યંજન ઇતિહાસમાં છવાયેલ છે અને અનડિવાઇડેડ પંજાબ એ વારસાને માન આપવાની અમારી રીત છે. પરંપરાગત તકનીકો અને ફ્રેશ ઇન્ગ્રીડિઅન્ટનો ઉપયોગ કરીને અમે ખરેખર અધિકૃત અનુભવ લાવીએ છીએ. પંજાબ સાથેના મારા ઊંડા જોડાણને કારણે મને શેફ શેરીની સાથે અમદાવાદ સાથે આ સ્વાદો શેર કરવાનો આનંદ થાય છે”,

અનડિવાઇડેડ પંજાબ અને હિમાચલી વ્યંજનોની લિડિંગ ઓથોરિટી શેફ શેરી મહેતા કહે છે, “પંજાબી વ્યંજન રાંધવું એ મારા માટે એક હૃદયસ્પર્શી જર્ની  છે. પોતાની ઊંડા મૂળવાળા પંજાબી વિરાસત  સાથે મને ઓછી જાણીતી, ઇન્ગ્રીડિઅન્ટ આધારિત વાનગીઓ શેર કરવાનું ગમે છે, જે પ્રામાણિકતાનુ સેલિબ્રેશન કરે છે. ઇશારા અમદાવાદ ખાતે મેનુમાં મહારાજા રણજીત સિંહ દ્વારા માણવામાં આવેલા શાહી સ્વાદથી પ્રેરિત વાનગીઓ પણ હશે, જે ભોજનના અનુભવને શાહી સ્પર્શ આપશે.”

લખનૌમાં અનડિવાઇડેડ પંજાબ મેનુને સફળતાપૂર્વક રજૂ કર્યા પછી, ઇશારા હવે તેને અમદાવાદ પણ ખૂબ મોટા જોશની સાથે રજૂ કરી રહ્યું છે. ડાઇનિંગ એક્સપિરિયન્સને ફરીથી પરિભાષિત કરવા માટે જાણીતા પોતાના આઉટલેટ્સને ટાઇમ્સ ફૂડ એન્ડ નાઇટલાઇફ એવોર્ડ્સ અને એનડીટીવી ફૂડ એવોર્ડ્સ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે નામાંકનથી સન્માનિત કરવામાં આવ્યા છે. અવિભાજિત પંજાબ જેવી દૂરંદેશી પહેલો સાથે ઇશારા આગળ વધુ અનોખી કુલીનરી જર્નીના વચન સાથે નવીનતા લાવવાનું ચાલુ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here