આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા ક્યુજે મોટર અને મોટો મોરિનિ માટે વિશેષ કિંમત સાથે ઉત્સવનો ઉત્સાહ લાવે છે

0
22
MM-Offer

ક્યુજે મોટર રેટ્રો મોડલ રેન્જને ₹40,000 સુધીના ભાવ લાભો આપે છે .

મોટો મોરિનિ X-Cape 650 મોડલ રેન્જ હવે રૂ. 5.99 લાખ (એક્સ-શોરૂમ, ભારત)થી શરૂ થાય છે.

હૈદરાબાદ 23 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી સુપરબાઈક બ્રાન્ડ આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા પ્રા.લિ. (AARI) તેના લોકપ્રિય QJ મોટર અને મોટો મોરિની મોડલ્સ પર વિશિષ્ટ ઑફર્સ સાથે તહેવારોની સિઝન માટે તૈયારી કરી રહી છે. AARIએ પ્રીમિયમ મોટરસાયકલિંગને વધુ સુલભ બનાવવા માટે આ આકર્ષક ડીલ્સની જાહેરાત કરી છે, જેનો ઉત્સાહીઓ સ્ટાઈલ અને બચતનો લાભ લઈને ઉજવણીમાં જોડાઈ શકે છે.

QJ મોટરની ક્લાસિક SRC શ્રેણી હવે આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને આ રેટ્રો-પ્રેરિત મોટરસાઇકલને તમારા ઉત્સવની ઉજવણીમાં સામેલ કરી શકો છો. આધુનિકતા સાથે વિન્ટેજનો સમન્વય QJ મોટર રેંજને મૂલ્યવાન બનાવે છે:

SRC 250: મૂળ કિંમત ₹1.79 લાખ*, હવે માત્ર ₹1.49 લાખમાં ઉપલબ્ધ છે- ₹30,000નો લાભ!

SRC 500: હવે ₹1.99 લાખમાં ઉપલબ્ધ છે, ગ્રાહક ₹40,000 ની બચતનો લાભ લઈ શકે છે.

QJ મોટર લાઇનઅપ, જેમાં SRC 250, SRC 500, SRV 300 અને SRK 400નો સમાવેશ થાય છે અને તે હવે માત્ર ₹1.49 લાખ* થી શરૂ થાય છે, જેમાં ટાઇમલેસ ડિઝાઇન અને અત્યાધુનિક ટેકનોલોજીનું મિશ્રણ છે.

ઇટાલિયન માર્કી મોટો મોરિની ₹1.31 લાખની બચત સાથે ₹5.99 લાખમાં X-Cape 650 (ટૂરર) ઓફર કરી રહી છે. X-Cape 650X (એડવેન્ચર) પણ માત્ર ₹6.49 લાખમાં ઓફર કરવામાં આવી રહી છે, જે ₹1.01 લાખની બચત ઓફર કરે છે.

મોટો મોરિની રેન્જમાં 650cc રેન્જમાં 4 મોડલનો સમાવેશ થાય છે, જેમાં X-Cape 650 અને X-Cape 650Xની સાથે Seiemmezzo રેટ્રો સ્ટ્રીટ અને સ્ક્રેમ્બલરનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here