- BCCI સાથેની ભાગીદારીના બીજા વર્ષમાં, એડિડાસે મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમ બંને માટે ODI ફોર્મેટ માટે નવી જર્સીની ડિઝાઇન જાહેર કરી.
- ત્રિરંગા ઓમ્બ્રે સ્લીવ્ઝ અને ટ્રુ-બ્લુ કલરની બોડી સાથે, 22 ડિસેમ્બર, 2024થી શરૂ થનારી ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન મહિલા ક્રિકેટ ટીમ દ્વારા સૌપ્રથમ નવી ODI જર્સી પહેરવામાં આવશે.
- ODI જર્સી ફેન્સ માટે 2જી ડિસેમ્બર, 2024 થી બે અલગ-અલગ કિંમતે ઉપલબ્ધ થશે – રૂ. 5999 (ઓથેન્ટિક મેચ જર્સી) અને રૂ. 999 (ફેન જર્સી) પસંદગીના સ્ટોર્સ, એપ અને વેબસાઇટ https://www.adidas.co.in/cricket પર
અમદાવાદ 02 ડિસેમ્બર 2024: ભારતીય ક્રિકેટ ટીમની ઓફિશિયલ કીટ સ્પોન્સર એડિડાસ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે નવી ODI જર્સીનું અનાવરણ કરવા BCCI સાથે મુખ્યાલય મુંબઈમાં. ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય મહિલા ટીમ સાથે જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ક્ષણ ક્રિકેટમાં મહિલાઓને વેગ આપવા માટે BCCIના પ્રયાસોની સાથે મેદાનની અંદર અને મેદાનની બહાર રમતમાં મહિલાઓ પ્રત્યે એડિડાસની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
ભાગીદારી અને આઇકોનિક ODI જર્સી પર કોમેન્ટ કરતા, નીલેન્દ્ર સિંહ, જીએમ, એડિડાસ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે “BCCI સાથેની અમારી ભાગીદારી એવી છે કે જેના પર અમને ખૂબ ગર્વ છે અને અમે આ સહયોગના બીજા વર્ષમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આ ઐતિહાસિક ક્ષણ માટે અમે ઉત્સાહિત છીએ. એડિડાસમાં, અમે રમતોમાં મહિલાઓ માટે હંમેશા મજબૂત સાથી છીએ. ભારતની મહિલા ટીમ સાથે ODI ની નવી જર્સીનું લોન્ચિંગ એ રમતમાં મહિલાઓ માટેના અમારા અતૂટ સમર્થનનો પુરાવો છે. BCCI સાથે મળીને, અમે અત્યાધુનિક ગિયર સાથે તમામ સ્તરે એથ્લીટ્સને સશક્ત બનાવવા માટે ગર્વ અનુભવીએ છીએ જે તેમના પ્રદર્શન અને જુસ્સાને વધારે છે.”
22મી ડિસેમ્બર, 2024થી શરૂ થનારી ભારત વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન પ્રથમ વખત મહિલા રાષ્ટ્રીય ટીમ મેદાન પર જર્સી પહેરશે. મહિલા ટીમને અનુસરીને, અમે આવતા વર્ષની શરૂઆતમાં આવનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય પુરૂષ ટીમને જર્સી પહેરતી જોઈશું. BCCI સાથેની તેની ભાગીદારીના બીજા વર્ષમાં, એડિડાસ મહિલા અને પુરૂષ ભારતીય ક્રિકેટ ટીમ બંનેને તદ્દન નવા મેચ વેર તેમજ રિવેમ્પડ ટ્રેનિંગ અને ટ્રાવેલ રેન્જ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
આકર્ષક ટ્રુ-બ્લુ કલરમાં ડિઝાઇન કરાયેલ, નવી ODI જર્સીને સ્લીવ્ઝ પર બોલ્ડ ત્રિરંગા ઓમ્બ્રે ઇફેક્ટ દ્વારા વર્ગીકૃત કરવામાં આવી છે, જે ભારતના ગૌરવ અને રાષ્ટ્રીય ઉત્સાહની ઉજવણી કરે છે. વધુમાં, વિસ્તૃત મેચો દરમિયાન આરામદાયક અનુભવ માટે, એડિડાસે જેક્વાર્ડ બેઝ ફેબ્રિકને ટેરી લૂપ પેટર્ન સાથે અપડેટ કર્યું છે અને ઝડપી પરસેવો શોષવા માટે ક્લાઇમાકૂલ+ ટેક્નોલોજીનો સમાવેશ કરવા સાથે જર્સીની ડ્યુરેબલીટી વધારવા માટે કટ અને સીવની ડિટેલ્સ પણ રજૂ કરી છે. 100% રિસાયકલ કરેલ મટીરીયલ સાથે બનેલી, જર્સી ભારતીય મહિલા અને પુરૂષોની ક્રિકેટ ટીમો માટે અત્યાધુનિક પરફોર્મન્સ કીટ ડિલિવર કરતી વખતે ટકાઉપણું માટે એડિડાસની પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, “ભારતમાં મહિલા ક્રિકેટ નોંધપાત્ર સીમાચિહ્નો પર પહોંચી ગયું છે અને BCCIમાં, અમે રમતમાં મહિલાઓ માટે સમાનતા વધારવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ રહીએ છીએ. ભારતીય મહિલા ટીમ દ્વારા નવી ODI જર્સીનું અનાવરણ, એડિડાસના સહયોગથી, માત્ર બેસ્ટ-ઇન-ક્લાસ પરફોર્મન્સ ગિયરને જ નહીં, પણ એથ્લેટ્સને સશક્ત બનાવવા અને રાષ્ટ્રને પ્રેરણા આપવા માટેના સહિયારા વિઝનને પણ હાઇલાઇટ કરે છે. સાથે મળીને અમે ક્રિકેટની શ્રેષ્ઠતામાં નવા બેન્ચમાર્કસ સેટ કરી રહ્યા છે.
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે શેર કર્યું, “ભારતીય મહિલા ટીમના કેપ્ટન તરીકે નવી ODI જર્સીનું અનાવરણ કરવું એ મારા અને મારી ટીમ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. આ જર્સી માત્ર યુનિફોર્મ નથી; તે ભારતમાં મહિલા ક્રિકેટ કેટલુ આગળ આવી ગયું છે અને તેને સતત ઓળખ મળી રહી છે તેનું પ્રતીક છે. એડિડાસના અત્યાધુનિક પર્ફોર્મન્સ ગિયર પ્રત્યેના સમર્પણ સાથે, આ જર્સી અમને અમારું શ્રેષ્ઠ રમવા અને ગર્વ સાથે અમારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સશક્ત બનાવે છે.”
જર્સી 2જી ડિસેમ્બર, 2024થી ચાહકો માટે બે-કિંમતના પોઈન્ટ પર ઉપલબ્ધ થશે – INR.5999- ઓથેન્ટિક મેચની જર્સી માટે અને INR.999-ફેન જર્સી માટે પસંદગીના એડિડાસ સ્ટોર્સમાં અને વેબસાઇટ પર – https://www.adidas.co.in/cricket