જાણીતા લેખક બર્જીસ દેસાઈના દિલધડક ક્રાઈમ થ્રિલર પુસ્તક “મર્ડર એટ ધ રેસકોર્સ”નું લોન્ચિંગ કરાયું

0
49

પ્રખ્યાત લેખક બર્જીસ દેસાઈનું ક્રાઈમ થ્રિલર પુસ્તક “મર્ડર એટ ધ રેસકોર્સ” અંત સુધી જકડી રાખે છે

મુંબઈ 14 નવેમ્બર 2024: જાણીતા વકીલ અને પ્રખ્યાત લેખક બર્જીસ દેસાઈની તાજી નવલકથા, મર્ડર એટ ધ રેસકોર્સનું અનાવરણ થઇ ચૂક્યું છે. આ નવલકથા તમને હોર્સ રેસિંગની ઊંચી દાવવાળી દુનિયાના ઊંડા- અંધારા પેટાળમાં રોમાંચક ડૂબકી મરાવે છે.

તેમની અગાઉની કૃતિઓ -ઓહ! ધોસ પારસિસ, ધ બાવાજી અને ટાવર્સ ઓફ સાયલન્સ વિવેચનાત્મક રીતે ખૂબ વખાણ પામી હતી. હવે દેસાઈની આ નવી નવલકથા, ષડયંત્રો, કૌભાંડો અને અણધાર્યા ટ્વ્સ્ટિ્થી ભરપૂર છે જે પહેલાથી જ ક્રાઇમ અને મિસ્ટ્રી સાહિત્યના ચાહકોમાં ધૂમ મચાવી રહી છે.

આમ પણ રેસકોર્સની પૃષ્ઠભૂમિ જ ખૂબ જ રોમાંચક છે કારણ કે તે એવી જગ્યા છે જ્યાં સેકન્ડોમાં નસીબ બની જાય અને બગડી જાય. આવી દિલધડ઼ક પૃષ્ઠભૂમિમાં નારી મનસુખાની નામના એક કુખ્યાત ટ્રેનરની હત્યા થઇ જાય છે. ત્યારપછી ઘટનાઓની જે જાળ રચાય છે તે હોર્સ રેસિંગની દુનિયાને હલાવી મૂકે છે. ત્યારપછી જે ઇન્વેસ્ટિગેશન શરૂ થાય છે તેમાં કૌભાંડ, ડોપિંગ અને વિશ્વાસઘાતના એવા ઘાતક કોકટેલનો પર્દાફાશ થાય છે, જે ભારતના ટોચના પોલીસ અધિકારીઓને પણ ચકરાવે ચડાવી દે છે. પુસ્તકને પાને-પાને આવતા વળાંકો વાચકોને સતત ધાર પર રાખે છે.

દેસાઈ પોતે એક ભૂતપૂર્વ પત્રકાર, રેસિંગ સ્ટુઅર્ડ અને ઘોડાની ઊંચી નસ્લોના અનુભવી ઉછેરકર્તા પણ છે. તેઓ રેસિંગ વિશ્વના ઊંડા જ્ઞાન અને પોતાની અનોખી શૈલીથી એવું રહસ્યમયી વાર્તા વિશ્વ ખડું કરે છે જેમાં થ્રિલનું લેવલ વિશ્વ વિખ્યાત હિચકોક સ્ટાઇલનું હોવા સાથે તે સંપૂર્ણ વાસ્તવિક પણ લાગે છે.

તેમની તાજી નવલકથાની ખાસિયત વિશે બોલતાં દેસાઈએ કહ્યું, “ઘોડાની દોડ એ માત્ર સ્પીડ અને સ્કીલનો વિષય નથી, પરંતુ આ દુનિયા જુસ્સા, વિશ્વાસઘાત અને લોભથી પણ ભરપૂર છે. આ નવલકથા દ્વારા હું વાચકોને એવી છુપી દુનિયામાં લઈ જાઊં છું, જ્યાં દાવ પર માત્ર પૈસા અથવા ટ્રોફી જ નહીં પણ બીજુ ઘણું બધુ લાગે છે. મને વિશ્વાસ છે કે પુસ્તક છેલ્લાં પાનાં સુધી વાચકોના શ્વાસ અદ્ધર રાખશે.”

મર્ડર એટ રેસકોર્સમાં દેસાઇ પોતાની વિશિષ્ટ લેખન શૈલી અને તીક્ષ્ણ આંતરદૃષ્ટિ સાથે ફરી એકવાર કાયદાકીય આંટીઘૂંટીઓ અને સાહિત્યિક કૌશલ્યનું એવું અનોખું મિશ્રણ કરે છે જેથી વાચકોનો રોમાંચ ખૂટતો નથી. મર્ડર એટ રેસકોર્સ હવે મોટા બુકસ્ટોર્સ અને એમેઝોન સહિત તમામ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here