આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ 

0
7

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું.

અદ્યતન ટેક્નોલોજી, ખૂબજ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલરૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે. ડો. રાધનપુરીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે તથા આ સેન્ટર તેમની કુશળતામાં દર્દીઓનો વિશ્વાસનો સ્વાભાવિક ઉમેરો છે.

આ પ્રસંગે ડો. રાધનપુરીએ જણાવ્યું હતું કે, જીવનશૈલી અને ખાન-પાનની આદતોને કારણે વંધ્યત્વના કેસ વધી રહ્યાં છે. અમારા ઘણાં દર્દીઓને અમારામાં વિશ્વાસ હોઇ તેમણે આ સેવા શરૂ કરવા વિનંતી કરી હતી. તેનાથી અમને આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટર સ્થાપિત કરવા પ્રેરણા મળી.

તેમણે સુવિધાજનક અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત રિપ્રોડક્ટિવ હેલ્થકેરની મહત્વતા ઉપર પણ ભાર મૂકતાં જણાવ્યું હતું કે, વંધ્યત્વની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે આયત આઇવીએફ ખાતે અમે દર્દીઓને સારવારમાં સ્પષ્ટતા, એકરૂપતા સાથે ઉચ્ચ સફળતા દર પ્રદાન કરવા માટે કટીબદ્ધ છીએ. આ સેન્ટર સુનિશ્ચિત કરે છે કે અમારા દર્દીઓ એક છત નીચે જ તમામ સારવાર પ્રાપ્ત કરે.

આઇવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એક મેડિકલ પ્રક્રિયા છે, જે ઇમ્પ્લાન્ટેશન પહેલાં શરીરની બહાર ઇંડાને ફર્ટિલાઇઝ કરીને ગર્ભધારણની સંભાવનાઓમાં વધારો કરે છે. આયત આઇવીએફ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે તથા ઉત્તમ સફળતાના દર અને સારા પરિણામો માટે સ્ટ્રક્ચર્ડ પ્રોટોકોલને અનુસરે છે.

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટર ખાતે ઉપલબ્ધ સેવાઓમાં ઇન્ટ્રાયુટિરાઇન ઇન્સેમિનેશન (આઇયુઆઇ), ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન (આઇસીએસઆઇ), ટીઇએસએ/પીઇએસએ માઇક્રો ટીઇએસઇ, હિસ્ટેરોસ્કોપી, પ્રીઇમ્પ્લાન્ટેશન જિનેટિક ડાયગ્નોસિસ (પીજીડી), પ્રીઇમ્પ્લાન્ટેશન જિનેટિક સ્ક્રિનિંગ (પીજીએસ), એગ એન્ડ સ્પર્મ ફ્રિઝિંગ, ભ્રૂણ ચિકિત્સાવ, લેઝર હેચિંગ, બ્લાસ્ટોસિસ્ટ કલ્ચર તથા પુરુષો અને મહિલાઓમાં વંધ્યત્વની સારવાર સામેલ છે.

આ સીમાચિહ્નની ઉજવણી કરતાં આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટર 1 માર્ચ સુધી મર્યાદિત સમય માટે વિશેષ ઓફર કરી રહ્યું છે. આઇવીએફ ટ્રીટમેન્ટ ઇચ્છતા દંપતિ માત્ર રૂ. 75,000ની ડિસ્કાઉન્ટેડ કિંમતે આઇવીએફ સાઇકલ પ્રાપ્ત કરી શકે છે.

ડો. રાધનપુરીએ ધોળકામાં વર્ષ 2015માં હોસ્પિટલ સ્થાપીને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2022માં તેમણે અમદાવાદમાં બહેરામપુરામાં હોસ્પિટલના પ્રારંભ સાથે તેમની સેવાઓ વિસ્તારી હતી. આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ અદ્યતન રિપ્રોડક્ટિવ હેલ્થકેર પ્રદાન કરવાની તેમની કટીબદ્ધતામાં વધુ એક ઉપલબ્ધિ છે.
મેડિકલ પ્રેક્ટિસ ઉપરાંત ડો. રાધનપુરી મહિલાઓના કલ્યાણ અને શિક્ષણ માટે પણ સક્રિયપણે કાર્યરત છે. તેમણે બેટી બચાવો, બેટી પઢાવો કેમ્પેઇનને સપોર્ટ કર્યો છે તથા વંધ્યત્વ અને રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે જાહેર જનતાને શિક્ષિત કરવા ઘણી જાગૃકતા પહેલ આયોજિત કરી છે.

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટર બહેરામપુરામાં જમાલપુર રોડ ઉપર બહેરામપુરા પોલીસ આઉટપોસ્ટની સામે શીતલ વર્ષા મહાવીર કોમ્પલેક્સમાં 6ઠ્ઠા માળે આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here