GSEB ધોરણ 10ના પરિણામમાં વિદ્યાકુલના 6200+ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, પાસનો દર વધીને 96% થયો

0
25

— વિદ્યાકુલ એક એડટેક પ્લેટફોર્મ છે, જે વિદ્યાર્થીઓને સસ્તું, સુલભ અને સ્થાનિક શિક્ષણ પૂરું પાડે છે. આ પ્લેટફોર્મ પરના તમામ શિક્ષણ સંસાધનો રૂ. 200/મહિના જેટલી ઓછી ફીમાં ઉપલબ્ધ છે 

— કંપની યુપી, બિહાર અને ગુજરાતમાં કાર્યરત છે અને તેણે AI બૉટ, દ્રોણ પણ લૉન્ચ કર્યો છે, જે વાસ્તવિક સમયની સાથે પ્રશ્નોના નિવારણની સુવિધા આપે છે 

અમદાવાદ : 14 મે, 2024 : ભારતનું પ્રીમિયર ઇ-લર્નિંગ પ્લેટફોર્મ, “વિદ્યાકુલ”, ગુણવત્તાયુક્ત રાજ્ય બોર્ડ શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસ્થાએ ગર્વ સાથે ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓ (GSEB) 10ના પરિણામમાં તેના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની જાહેરાત કરી છે. GSEB SSC પરીક્ષા આપનારા કુલ 7 લાખ વિદ્યાર્થીઓમાંથી 2.5 લાખ વિદ્યાર્થીઓએ “વિદ્યાકુલ એપ” દ્વારા તૈયારી કરી હતી. વિદ્યાકુલના 6200+ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઇતિહાસ રચ્યો છે. વધુમાં, વિદ્યાકુલે 46% છોકરીઓને SSC પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ બનાવી છે, જેમાં 1800 છોકરીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાકુલે સતત ચાર વર્ષથી 96% પાસ દર આપીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

પરીક્ષામાં વિદ્યાર્થીઓના ઉલ્લેખનીય પ્રદર્શન અંગે વિદ્યાકુલના સહ-સ્થાપક અને સીઈઓ તરુણ સૈનીએ જણાવ્યું હતું કે, “ગુજરાત બોર્ડ એસએસસી પરીક્ષામાં અમારા વિદ્યાર્થીઓના અસાધારણ પ્રદર્શન માટે અમને ખૂબ ગર્વ છે. ખાસ નોંધનીય છે કે, વિદ્યાકુલના 80% વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગ્રેડ મેળવ્યા છે. આ સિદ્ધિ માટે અમે તેમને અને અમારા પ્રતિભાશાળી શિક્ષકોને અભિનંદન આપીએ છીએ. અમે રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓને સસ્તું અને સ્થાનિક ઈ-લર્નિંગ દ્વારા તેમની ઇન્ટર પરીક્ષાઓમાં સમાન રીતે સારો દેખાવ કરવા માટે અમારો સહકાર અને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.”

વર્ષ 2019 માં સ્થપાયેલ, વિદ્યાકુલ એક એડટેક પ્લેટફોર્મ છે, જે રાજ્ય બોર્ડના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને સસ્તું, સુલભ અને સ્થાનિક શિક્ષણ પૂરું પાડે છે. આ પ્લેટફોર્મ પરના તમામ શિક્ષણ સંસાધનો રૂ. 200/મહિના જેટલી ઓછી ફીમાં ઉપલબ્ધ છે. કંપની યુપી, બિહાર અને ગુજરાતમાં કાર્યરત છે. કંપની તેના પ્લેટફોર્મ પર 55% કન્યા, વિદ્યાર્થીનીઓનું પ્રભાવશાળી પ્રતિનિધિત્વ ધરાવે છે.

વિદ્યાકુલ એ વર્ચ્યુઅલ લેબ્સ રજૂ કરનારી પ્રથમ શાળા પછીની ઓનલાઈન ટ્યુશન એપ્લિકેશન છે, જેણે વિદ્યાર્થીઓને તેમની પ્રેક્ટિકલ પરીક્ષામાં સારા ગ્રેડ મેળવવામાં મદદ કરી છે. કંપનીએ AI બૉટ, દ્રોણ પણ લૉન્ચ કર્યો છે, જે વાસ્તવિક સમયની શંકા/પ્રશ્નોના નિવારણની સુવિધા આપે છે. કંપનીએ તેના ક્રાંતિકારી ‘ભારત પઢાવો સંકલ્પ’ દ્વારા 50 લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવનને પ્રભાવિત કર્યું છે અને તાજેતરમાં યુપી, બિહાર અને ગુજરાતના 500 છેવાડાનાં ગામડાઓમાં મફત ડિજિટલ સ્ટડી રૂમની સ્થાપના કરવા માટે ‘સંકલ્પ યાત્રા 2024’ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here