ઉનાળાના હીટવેવમાં ડાયાબિટીઝનું સંચાલન કરવાના આવશ્યક સુચનો

0
25

તાપમાન વધી રહ્યુ છે અને હીટવેવ ટાળી ન શખાય તેવી વાસ્તવિકતા બન્યા છે. સમગ્ર ભારતમાં એપ્રિલમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી હતી, જેમાં ગરીબોથી લઇને શ્રીમંતોએ હીટવેટનો અનુભવ કર્યો હતો એમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યુ હતું. કમનસીબે 2024 વધુને વધુ ગરમ બનવા જઇ રહ્યુ છે, અને પાછલા વર્ષના વિક્રમી તાપમાનનો પારો હાંસલ કરવા જઇ રહ્યુ છે. આ પ્રવાહ હવે ફક્ત સ્થાનિક સમસ્યા રહી નથી, આ વૈશ્વિક પેટર્નનો એક ભાગ છે જેમાં 2023નું વર્ષ અત્યાર સુધીમાં સૌથી વધુ ગરમ વર્ષ તરીકે ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેથી જેમ જેમ પારો ઊંચે જઇ રહ્યો છે ત્યારે ઠંડકમાં અને સલામત  રહેવાનું અગાઉ કરતા સૌથી વધુ અગત્યનું બની ગયુ છે.

ઉનાળુ તાપમાનમાં વધારો અને હીટવેવ ડાયાબિટીઝ સાથે જીવતા લોકો માટે પડકારોનો વિશિષ્ટ સમૂહ લાવ્યા છે. આવા સમયે ઉષ્ણ તાપમાન જે તે વ્યક્તિમાં તરલતામાં અને મીઠામાં ઘટાડામાં પરિણમે છે જે ડીહાઇડ્રેશન (નિર્જલીકરણ) અને ગરમીના થાકમાં પરિણમે છે. ગરમીનો થાક ઘણી વખત બ્લડ સુગર સ્તરોને જાળવવામાં વધુ પડકારજનક બનાવે છે, જે ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે ઊંચા તાપમાન અને ભેજ સામે વધુ સંવેદનશીલ બનાવે છે. તેથી, હીટવેવ દૈનિક નિત્યક્રમને વિખેરી શકે છે અને એકંદરે ડાયાબિટીઝ સંચાલન પર માઠી અસર પાડી શકે છે ત્યારે સતર્ક રહેવુ અગત્યનું બની ગયુ છે.

અમદાવાદ સ્થિત એપોલો હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમીટેડના DME એન્ડોક્રિનોલોજિસ્ટ, ડાયેબિટોલોજી અને એન્ડોક્રિનોલોજીના કન્સલ્ટન્ટ અને એમડી ડૉ. રમેશ ગોયલએ જણાવ્યું હતુ કે, “ડાયાબિટીઝનું સંચાલન કરવા માટે તંદુરસ્ત નિત્યક્રમ જાળવવો આવશ્યક છે, પરંતુ ઉનાળાના મહિનાઓ ઘણીવાર તેમાં અંતરાય ઊભો કરે છે. દૈનિક ક્રિયોમાં ફેરફાર ડાયાબિટીઝલક્ષી ખોરાક અથવા બ્લડ ગ્લુકોઝની સમયસર તપાસમાં ક્ષતિ તરફ દોરી જાય છે. વધુમાં હીટવેવ દરમિયાન ડાયાબિટીઝ સાથે જીવતા લોકોને ડિહાઇડ્રેશનનું ખાસ કરીને તેમના બ્લડ ગ્લુકોઝ સ્તરો અનિયંત્રિત હોય ત્યારે ઊંચુ જોખમ રહેલુ છે. તેથી બ્લડ સુગર સ્તરોને અસરકારક રીતે સંતુલિત કરવા માટે કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ (CGM) જેવા પગલાં વિચારવા અગત્યના છે. CGM ઉપકરણો સ્માર્ટફોન્સ સાથે સક્ષમ છે, જે ઘણી વખત મુસાફરીમાં હોવા છતાં રિયલ ટાઇમ દેખરેખ પ્રદાન કરે છે, જે ડાયાબિટીઝ સંચાલનમાં સમાધાન કર્યા વિના નિત્યક્રમના ફેરફારોને રોકે છે, વધુમાં જો તમને હૃદય કે કીડને લગતી કોઇ સમસ્યા હોય તો દૈનિક ધોરણે પાણી પીવા વિશે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.”

ખાસ કરીને ઉનાળામાં દિવસના નોંધપાત્ર ગાળામાં બ્લડ સુગર સ્તરને ભલામણ કરાયેલ ટાર્ગેટ રેન્જ (70 – 180 mg/dl)માં રાખવા માટે ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિઓ માટે મહત્ત્વનું છે. આવું કરવાનો એક માર્ગ કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ (CGM) ઉપકરણો છે, જે આંગળીમાં સોય નાખ્યા વિના ગ્લુકોઝ સ્તરો પરની માહિતી પૂરી પાડે છે. આવા ઉપકરણોમાં ટાઇમ ઇન રેન્જ જેવા મેટ્રિક્સ હોય છે અને તપાસ કરવાની તમારી તૈયાર ઘણી વખત તમારી મહત્તમ રેન્જમાં વિતાવેલ સમય સાથે સંકળીયેલી છે, જે તમારા ગ્લુકોઝ સ્તરમાં સુધારો કરી શકે છે.

અહીં તમે હીટવેવને કેવી રીતે નાથી શકો છો અને તમારા ડાયાબિટીઝને કેવી રીતે નિયંત્રિત કરી શકો છે તેના 4સરળ પગલાંઓ દર્શાવ્યા છે

  1. હાઇડ્રેશન એ સુવર્ણ નિયમ છે: હીટવેવ્સ દરમિયાન ડીહાઇડ્રેશન થતુ રોકવા માટે તમન તરસ ન લાગી હોય છતા પણ તમે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીને હાઇડ્રેટેડ રહો છો તેની ખાતરી કરો. યોગ્ય હાઇડ્રેશન ફક્ત બહ્લડ સુગર લેવલ્સને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે એટલુ જ નહી પરંતુ રક્તવાહીનીમાંથી ઝેરને બહાર કાઢે છે. ડાયાબિટીઝ સાથે જીવતા લોકોને વધુને વધુ પાણી જતુ હોવાથી ડીહાઇડ્રેશનને કારણે વધુ જોખમ રહેવાની ભીતિ રહે છે. અપૂરતી પ્રવાહી લેવાથી બ્લડ સુગરના સ્તરમાં વધારો કરી શકે છે, કેમ કે ઊંચુ બ્લડ સુગર વધુ પડતા પેશાબ જવામાં પરિણમે છે. જોકે જે તે વ્યક્તિને કેટલી માત્રામાં પાણી પીવુ જોઇએ તેનો આધાર અનેક પરિબળો જેમ કે વજન, વય, શારીરિક પ્રવૃત્તિ અને અન્ય પર રહેલો છે, ત્યારે સરેરાશ રીતે જે તે વ્યક્તિએ દૈનિક 2 લિટર જેટલુ પાણી પીવું જોઇએ.
  2. નિયમિતપણે બ્લડ સુગર સ્તરો પર દેખરેખ રાખવી જોઇએ હીટવેવ દરમિયાન તમારા બ્લડ સુગરને સતત નિયંત્રણમાં રાખવા અત્યંત અગત્યનું છે. એડવાન્સ્ડ સેન્સર આધારિત કંટીન્યુઅસ મોનીટરીંગ ડિવાઇસીસ જેમ કે ફ્રી સ્ટાઇલ લિબ્રે તમારા માટે ચોવીસ કલાક તમારા ગ્લુકોઝ પ્રવાહની બાબતમાં, ચાહે તમે કામમાં હોય કે સૂતા હોય ત્યારે ટોચ પર રહેવાનું સરળ બનાવે છે. તેઓ તમારા ગ્લુકોઝ સ્તરો પર ચાંપતી નજર રાખે છે અને સચોટ, વાસ્તવિક સમયની ચેતવણી જેમ કે તમારે ધ્યાન આપવાની જરૂર છે કે નહી તે આપે છે, જેથી તમે બ્લડ સુગરમાં અચાનક ઘટાડો કે વધારા વિશે ચિંતા કર્યા વિના આખો દિવસ પસાર કરી શકો છો. તમારે તમારા વાંચન પર પણ નજર રાખવી જોઇએ અને દરરોજ 24 કલાકમાથી 17 કલાક સુધી ગ્લુકોઝ રેન્જ મહત્તમ રહે તેવો પ્રયાસ કરવો જોઇએ.
  3. તમારી કસરતનું સુંદર રીતે આયોજન કરોડાયાબિટીસની સંભાળમાં આવશ્યક પગલું એ સક્રિય જીવનશૈલી છે; જો કે, સનબર્ન અને ડિહાઇડ્રેશનથી પોતાને બચાવવા માટે પણ જરૂરી છે. જ્યારે  ખૂબ ગરમr હોય ત્યારે બહાર નીકળવાનું ટાળો અને તેના બદલે ઇન્ડોર કસરતો અથવા યોગને પસંદ કરો. તમે વહેલી સવારે અથવા મોડી સાંજના કલાકો દરમિયાન બહાર વ્યાયામ કરી શકો છો, પરંતુ ગરમ તાપમાન દરમિયાન ઇન્ડોર જીમમાં વળગી રહેવાની અથવા ઘરે સ્ટ્રેચની પ્રેક્ટિસ કરવાની સલાહ આપવામાં આવે છે.
  4. તંદુરસ્ત ખોરાક ખાઓ: ઉનાળામાં આઈસ્ક્રીમ અને સ્લશીઝ ખાવાની ઈચ્છા થવી એ સાવ સામાન્ય છે. જો કે, ડાયાબિટીસ ધરાવતા લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે અને ખાતરી કરો કે તેઓ સંતુલિત, તંદુરસ્ત આહાર જાળવી રાખે છે જે તેમની સ્થિતિ માટે યોગ્ય છે. ઉચ્ચ ફાઇબરવાળા શાકભાજી અને પાંદડાવાળા લીલા શાકભાજી જેમ કે કોથમીર અને કોબીજનો ખોરાકમાં સમાવેશ કરવાથી ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરવા માટે દૈનિક ભોજન યોજનામાં વિટામિન Cથી સમૃદ્ધ સંતરા, લીંબુ અને આમળા જેવા ખટાશવાળા ફળોનો પણ સમાવેશ કરી શકાય છે.

ઉનાળો એ આરામ અને ચિંતામુક્ત અનુભવવાનો સમય છે. જો કે, ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સિઝનનો સંપૂર્ણ આનંદ માણવો પડકારજનક બની શકે છે. આ જીવનશૈલી રોગને નિયંત્રિત કરવા માટે નાના અને વ્યવસ્થિત પગલાં લઈને, તમે તમારા સ્વાસ્થ્યને નિયંત્રિત કરી શકો છો, સંપૂર્ણ રીતે જીવી શકો છો અને મોસમનો આનંદ લઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here