એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસબીઆઇ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડની રજૂઆત

0
23
  • નવી ફંડ ઓફર શુક્રવાર, ૧૭ મે, ૨૦૨૪ના રોજ ખુલે છે અને શુક્રવાર, ૩૧ મે, ૨૦૨૪ના રોજ બંધ થાય છે.
  • ઓટોમોટિવ અને તેની સંલગ્ન વ્યવસાય પ્રવૃત્તિઓ સાથે સંબંધિત અને/અથવા તે થીમ અંતર્ગત તેમાંથી લાભ મળવાની શક્યતા ધરાવતી કંપનીઓની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવાની તક

મુંબઈ, ૧૬ મે, ૨૦૨૪: ભારતની સૌથી મોટા ફંડ હાઉસ, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડે, એસબીઆઇ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરે છે, જે ઓટોમોટિવ અને સંલગ્ન વ્યવસાયિક પ્રવૃત્તિઓની થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. રોકાણનો ઉદ્દેશ્ય, સ્થાનિક તેમજ વૈશ્વિક યુનિવર્સમાંથી ઓટોમોટિવ અને સંલગ્ન વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરાયેલા પોર્ટફોલિયોમાંથી યુનિટ ધારકોને લાંબા ગાળાની મૂડીવૃદ્ધિનું સર્જન કરવાનો હશે. જો કે, યોજનાના રોકાણના ઉદ્દેશ્યને સાકાર કરી શકાશે કે નહીં, તેની કોઈ ખાતરી આપી ના શકાય. ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી ઓટો ટીઆરઆઇ રહેશે.

એસબીઆઇ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી શમશેર સિંઘે જણાવ્યું હતું કે, ‘આજે ભારત વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે. ભારતીય ઓટોમોટિવ ક્ષેત્ર એક આકર્ષક તક રજૂ કરે છે કારણ કે સ્થાનિક માગ અને ઓટો નિકાસ વૃદ્ધિના પ્રેરક છે. ઇલેક્ટ્રિક મોબિલિટી અને લોજિસ્ટિક્સ તથા પેસેન્જર ટ્રાન્સપોર્ટેશનનો વધારો ઉદ્યોગ માટે વૃદ્ધિની તક પૂરી પાડે છે. એસબીઆઇ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એવા રોકાણકારો માટે એક અદભૂત તક છે, જેઓ સમગ્ર ઓટોમોટિવ ઇકોસિસ્ટમના વિકાસથી લાભ મેળવવા ઈચ્છે છે, કારણ કે આ ક્ષેત્ર ભારતને ઊંચાઇએ લઇ જવા સજ્જ છે.’

એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડના ડેપ્યુટી એમડી અને જોઈન્ટ સીઈઓ શ્રી ડી પી સિંઘે જણાવ્યું હતું કે, ‘મને એસબીઆઈ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એવા રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આનંદ થાય છે, જેઓ તેમના પોર્ટફોલિયોના સેટેલાઇટ પોર્શનમાં થીમ આધારિત ઓફર ઉમેરવા આતુર છે. ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ ટોપ ગિયરમાં ચાલી રહ્યો છે કારણ કે આપણો દેશ વાહનોના ઉત્પાદન અને ઓટો નિકાસના સંદર્ભમાં ગણનાપાત્ર છે જ્યારે આપણું વધતું સ્થાનિક બજાર, સલામત અને પ્રીમિયમ વાહનોની માગ ઊભી કરે છે. વધુમાં, ઓટો પાર્ટ્સ અને એન્સિલિઅરી પ્રોડક્ટસ ઇકોસિસ્ટમમાં લગભગ ૩૦ ટકા જેટલું યોગદાન આપે છે જે લાંબા ગાળા માટે રોકાણકારો માટે સંપત્તિ સર્જનની તકો પૂરી પાડે છે. હું માનું છું કે નીતિ સુધારા અને ઉદ્યોગ સાથેનો નિર્ધારિત રોડમેપ વેગ પૂરો પાડે છે અને રોકાણકારોને ભારતની વધતી જતી ઓટોમોટિવ ઇકોસિસ્ટમનો લાભ મેળવવાની તક આપે છે.’

ફંડ મુખ્યત્વે ઓટોમોટિવ અને સંલગ્ન બિઝનેસ એક્ટિવિટીઝ થીમ (ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સહિત) સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સાધનોમાં તેની સંપત્તિના ૮૦%-૧૦૦% રોકાણ કરશે, જેમાં નીચેની ફાળવણી મુજબની બેલેન્સ એસેટ છે: એ) ઇક્વિટી ડેરિવેટિવ્સ સહિત, ઉપરોક્ત ઉલ્લેખ સિવાયની કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સાધનોમાં ૦ – ૨૦%  બી) ૦ – ૨૦% ડેટ અને ડેટ-સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં (સિક્યોરિટાઇઝ્ડ ડેટ ૨૦% સુધી અને ડેટ ડેરિવેટિવ્ઝ સહિત) અને મની માર્કેટ ટ્રાઇ-પાર્ટી રિપોઝ સહિતના સાધનો સી) રેઇટ્સ અને ઇન્વીટ્સ દ્વારા જારી કરાયેલા એકમોમાં સમયાંતરે ઉલ્લેખિત સેબી નિર્ધારિત મર્યાદાઓને અનુરૂપ એક્સપોઝર સાથે ૦ – ૧૦%. ફંડ વિદેશી સિક્યોરિટીઝમાં રોકાણની તકો શોધી શકે છે, જેમાં નિયમનોને આધિન એડીઆર/જીડીઆર/ફોરેન ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝ અને વિદેશી ઇટીએફસનો સમાવેશ થાય છે. આ પ્રકારનું રોકાણ સ્કીમની ચોખ્ખી સંપત્તિના ૩૫% કરતાં વધુ ન હોઈ શકે અને તે સમયાંતરે ઉપલબ્ધ મહત્તમ મર્યાદાઓને અનુરૂપ હશે.

એસબીઆઇ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના ફંડ મેનેજર શ્રી તન્મય દેસાઈ અને શ્રી પ્રદીપ કેસવન (વિદેશી સિક્યોરિટીઝ માટે સમર્પિત ફંડ મેનેજર) હશે.

*સ્રોત: ઇન્વેસ્ટઇન્ડિયા ગવ ડોટ ઇન અને એનએફઓ પ્રેઝન્ટેશન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here