PAL Works: શાળા શિક્ષણમાં પર્સનલાઇઝ્ડ એડેપ્ટિવ લર્નિંગને વ્યાપક રીતે અપનાવવા માટે ભારતના પ્રથમ સામૂહિક કાર્યક્રમનો શુભાંરભ

0
5

નવી દિલ્હી 24 મે 2025: PAL Works, જે ભારતની સરકારી શિક્ષણ પદ્ધતિમાં પર્સનલાઇઝ્ડ એડેપ્ટિવ લર્નિંગ (PAL)ને ઝડપથી અપનાવવા માટે પ્રતિબદ્ધ એક અગ્રણી સંસ્થા છે, તેનું આજે નવી દિલ્હીમાં ઉદઘાટન કરવામાં આવ્યું. આ શક્તિશાળી ગઠબંધન એડટેક ઇનોવેટર્સ, શિક્ષણ ક્ષેત્રની એનજીઓ સંસ્થાઓ, સંશોધન નિષ્ણાતો, ઇકોસિસ્ટમ સક્ષમકારકો , ભંડોળ આપનારાઓ અને રાજકીય સહાયક સંસ્થાઓને એકસાથે લાવે છે – જે એજ્યુકેશન ટેકનોલોજી (EdTech) નો અસરકારક રીતે ઉપયોગ કરીને ભારતમાં દરેક બાળક માટે શિક્ષણ પરિણામોમાં પરિવર્તન લાવવા માટે વિવિધ કુશળતાને જોડે છે.

દેશ આજે તેના શિક્ષણના માર્ગ પર એક નિર્ણાયક તબક્કે ઊભો છે. . ભારત સરકારના નિપુણ ભારત મિશન હેઠળ પાયાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને રાજ્યોમાં ડિજિટલ અપનાવટ ઝડપથી વધી રહી છે-પરિપ્રેક્ષ્ય આધારિત, પુરાવા આધારિત અને ટેક્નોલોજી આધારિત ઉકેલોને વ્યાપક સ્તરે લાગુ કરવાની તક પહેલા ક્યારેય આટલી મોટી મળી નથી. શિક્ષણ ક્ષેત્રના વિવિધ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ PAL Works દ્વારા આયોજિત ‘Learning for All, At Scale: Exploring the Role of Innovation, Tech, and Partnership’ નામના કાર્યક્રમમાં ભારતના વર્ગખંડોમાં આ વિઝનને વાસ્તવિકતા બનાવવા માટે શું કરવું પડશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

PAL શા માટે કામ કરે છે અને હવે કેમ?

ભારતીય વર્ગખંડો ખૂબ જ વિવિધતા ધરાવે છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક સ્તરે હોય છે, જેના કારણે સૌથી કુશળ શિક્ષકો માટે પણ દરેક બાળકની વ્યક્તિગત શિક્ષણ જરૂરિયાતોને પૂરી કરવી મુશ્કેલ બને છે. પરિણામે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ મુજબની અપેક્ષાઓ સાથે તાલમેલ રાખવામાંસંઘર્ષ કરે છે, જેના કારણે શીખવામાં અંતર વધે છે અને એટલે સુધી કે તેઓ ભણવાનું છોડી દે છે. આ સમયે ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે આ સમસ્યાનું વ્યાપક સ્તરે નિરાકરણ લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PAL સોફ્ટવેર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થીઓના શીખવાના સ્તરનું મૂલ્યાંકન કરે છે અને તેમના માટે ખાસ તૈયાર કરેલા પાઠની માહિતી પૂરી પાડે છે — જેમાં સામગ્રી અને ગતિ બંનેને રીઅલ ટાઈમમાં સમાયોજિત કરવામાં આવે છે. . આ વિદ્યાર્થી-કેન્દ્રિત દ્રષ્ટિકોણ દરેક બાળકને પોતાની ગતિથી શીખવાની તક આપે છે, જેનાથી શૈક્ષણિકપરિણામોમાં નોંધપાત્ર સુધારો થાય છે, જો કે એક સરેરાશ ભારતીય બાળક એક વર્ષમાં જે શીખે છે તેના કરતા બમણું છે – ખાસ કરીને એ બાળકો માટે જેઓ શાળામાં શરૂઆતથી પાછળ હોય છે.. PAL શિક્ષકોને પણ ઉપયોગી ડેટા (માહિતી) પૂરું પાડીને તેમની મદદ કરે છે અને સમગ્ર ભારતમાં વધુ સહાયક, સમાવેશક અને અસરકારક વર્ગખંડો ઊભા કરવામાં યોગદાન આપે છે.

અનેક સંશોધન અભ્યાસોએ ભારતીય સંદર્ભો સહિત વિવિધ વર્ગખંડોમાં PAL ની અસરકારકતા દર્શાવી છે. તેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં સમર્થન મળ્યું છે — જેમાં સમગ્ર શિક્ષા માટેનો ICT Framework અને PM SHRI માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે. PAL સોલ્યુશન્સ હવે અનેક રાજ્યોમાં જેમ કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે અને તે હજારો શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે.

ઝડપથી બદલાતી દુનિયામાં ભારતમાં દરેક બાળકની અનન્ય શૈક્ષણિક યાત્રાને તેજ આપવા માટે ટેકનોલોજીનો વ્યાપક રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. PAL સ્પષ્ટપણે આ શક્યતાને સાકાર રૂપ આપવાની શક્તિ ધરાવે છે.. PAL Works દેશના શિક્ષણક્ષેત્ર અને પ્રગતિના વચનને પૂરું કરવામાં મદદ કરવા માટે મુખ્ય હિતધારકો સાથે મળીને કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે.

લીડર્સના વિચારો:
“ભારતીય વર્ગખંડોમાં શીખવાના સ્તર ખૂબ જ અલગ છે,, જયાં શીખવાની અવસ્થામાં વિદ્યાર્થીઓ અલગ-અલગ તબક્કે હોય છે. શિક્ષકોની કુશળતા અને શક્તિઓમાં પણ વિવિધતા રહેલી છે. પર્સનલાઇઝ્ડ એડેપ્ટિવ લર્નિંગ (PAL) આ વિવિધતાને ખૂબ જ અસરકારક રીતેઉકેલી શકે છે, તેમ સાબિત થયું છે.. મને આશા છે કે PAL Worksભારતની એડટેક ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપશે, જેનાથી સમગ્ર દેશમાં સહયોગ અને ટકાઉ અસરને પ્રોત્સાહન મળશે.”

= ડૉ. સંતોષ મેથ્યુ, દેશ પ્રધાન – પબ્લિક પોલિસી અને ફાઇનાન્સ, ગેટ્સ ફાઉન્ડેશન
“PAL ની ક્ષમતા ક્રાંતિકારીથી ઓછી નથી. જ્યારે તેને મોટા પાયે અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે તે વર્ગખંડને એક માપ – સૌ માટે’ મોડલમાંથી બદલીને એવું ગતિશીલ માધ્યમ બનાવી દે છે જ્યાં દરેક વિદ્યાર્થીની શૈક્ષણિક યાત્રાને ઓળખ મળે છે અને તેને સહારો મળે છે. ઘણા લાંબા સમયથી ભારતભરની શાળાઓએ પુરાવા વિના એડટેક ઉકેલોને અપનાવ્યા છે. PAL Works અને તેના સભ્યો જે રીતે પુરાવા આધારિત અભિગમ અપનાવી રહ્યા છે તે જોઈને મને ખૂબ આનંદ થાય છે. મારા માટે, PAL જેવા ઉકેલો, જે સખ્ત સંશોધન આધારિત છે, તેઓ જ ભારતના શિક્ષણના ભવિષ્યનો માર્ગ બનાવશે.”

– કે. સંધ્યા રાણી, બોર્ડ સભ્ય- CRISP, પૂર્વ કમિશ્નર, શાળા શિક્ષણ, આંધ્રપ્રદેશ સરકાર“PAL Works ની શરૂઆત ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે એક એક મહત્વપૂર્ણ પગલું છે. આ સંયુક્ત મંચ એડટેક નવીનતાઓના ઊંડા અનુભવ, ટેક્નિકલ પાર્ટનરોની અમલ ક્ષમતા, નિષ્ણાતો દ્વારા સંશોધન ક્ષમતા અને સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન જેવા ઇકોસિસ્ટમ સક્ષમકર્તાઓના મજબૂત સમર્થનને એકસાથે લાવી રહ્યું છે. તેથી PAL જેવા પુરાવા-સમર્થિત શિક્ષણ અભિગમ માટે ખૂબ જ જરૂરી ગતિશીલતા ઊભી કરવાની ક્ષમતા આ સંયુક્ત મંચમાં છે.. શીખવા અને શૈક્ષણિક સુધારાઓ માટે એડટેકનો ઉપયોગ કરવો અમારી સિસ્ટમ-સુધારણા કાર્યનો મુખ્ય ભાગ છેઅને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં અમે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પહેલાના હકારાત્મક સંકેતો જોઈ રહ્યા છીએ. અમે વિકસિત ભારતનો પાયો નાખવામાં PAL જે ભૂમિકા ભજવી શકે છે તેના માટે ઉત્સાહિત છીએ અને તેને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં તમામ વિદ્યાર્થીઓ શીખે અને આગળ વધે.”

– શવેતા શર્મા-કુકરેજા, CEO અને મેનેજિંગ ડિરેક્ટર, સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન

PAL Works વિશે વધુ જાણવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટ પર મુલાકાત લો:: https://palworks.in/

વધુ માહિતી માટે અહીં અમારો સંપર્ક કરો:: info@palworks.in

મીડિયા સંબંધિત માહિતી માટે સંપર્ક કરો::

દેબેશ બેનર્જી (સિનિયર પ્રોજેક્ટ લીડ, પોલિસી અને કમ્યુનિકેશન, સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન)

Annexure | PAL Works વિશે:

PAL Works એ 20થી વધુ સંસ્થાઓનું સંયુક્ત મંચ છે, જે ભારતના સરકારી શિક્ષણ વ્યવસ્થામાં પર્સનલાઇઝ્ડ એડેપ્ટિવ લર્નિંગ (PAL) ના વ્યાપક અમલને આગળ ધપાવવાના હેતુથી મળીને કાર્ય કરે છે.આ સહયોગી મંચનો ઉદ્દેશ્ય એ છે કે PALને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક પાયે ઉપયોગી સાધનો અને અભિપ્રાય આધારિત માહિતી વિકસાવવામાં આવે અને તે સમગ્ર પ્રણાલી તંત્ર માટે ઉપયોગી બની રહે.PAL Worksના સભ્યો::

કેટેગરી સંસ્થાઓ
EdTech innovators/ Service providers Educational Initiatives

ConveGenius

Khan Academy

The Apprentice Project

Countingwell

Education nonprofits Pratham InfoTech Foundation
Research experts J-PAL

Development Innovation Lab

IDinsight

Ecosystem enablers Dalberg Advisors

Central Square Foundation

The Boston Consulting Group

KPMG

Centre for Effective Governance of Indian States (CEGIS)

Funders & philanthropies Michael & Susan Dell Foundation

Prevail Fund

Supportive government bodies Punjab Development Commission

NITI Aayog

Government of Haryana

Government of Andhra Pradesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here