–› નાણાકીય વર્ષ 2025 ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 74.5% વધીને ₹84.22 લાખ થયો
–› નાણાકીય વર્ષ 2025 ના ચોથા ત્રિમાસિક ગાળામાં પરિચાલન કામગીરીમાંથી આવક 6% વધીને ₹105.16 લાખ થઈ
–› નાણાકીય વર્ષ 2025 ના 12 મહિનામાં ચોખ્ખો નફો 108.9% વધીને ₹248.94 લાખ થયો
–› નાણાકીય વર્ષ 2025 ના 12 મહિનામાં પરિચાલન કામગીરીમાંથી આવક 48.1% વધીને ₹526.3 લાખ થઈ
મુંબઈ ૦૬ મે ૨૦૨૫: હોમ ડેકોર(ગૃહ સજાવટ) અને વિવિધ સુગંધિત પ્રોડક્ટના ઉત્પાદન સાથે સંકળાયેલી સત્વ સુકુન લાઇફકેર લિમિટેડ (BSE : 539519) કંપનીએ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને બાર મહિનાના મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં, કંપનીનો ચોખ્ખો નફો 74.5% વધીને ₹84.22 લાખ થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹48.19 લાખ હતો. 31 માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે પરિચાલન કામગીરીમાંથી આવક 6% વધીને ₹ 105.16 લાખ થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹99.23 લાખ હતી.
31 માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા બાર મહિના માટે, કંપનીનો ચોખ્ખો નફો 108.9% વધીને ₹248.94 લાખ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹119.04 લાખ હતો. 31 માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા બાર મહિના માટે પરિચાલન કામગીરીમાંથી આવક 48.1% વધીને ₹526.30 લાખ થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹355.33 લાખ હતી.
સત્વ સુકુન લાઇફકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મીત તરુણકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “કંપનીની સફળતા ઈનોવેશન-આધારિત પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ઉત્પાદન ક્ષમતાઓમાં રોકાણ અને વિસ્તરતા ગ્રાહક આધારના સંયોજન દ્વારા પ્રેરિત છે, જે લાંબાગાળાના ટકાઉ વિકાસ તરફ તેના માર્ગને મજબૂત બનાવે છે. આ મજબૂત પ્રદર્શન સત્વ સુકુનની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, બજારના વલણો સાથે અનુકૂળતા અને ઉદ્યોગમાં એક મુખ્ય ઉત્પાદક તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
તેના મજબૂત પરિચાલન પ્રદર્શન ઉપરાંત, સત્વ સુકુન લાઇફકેર લિમિટેડે તેના રાઇટ્સ ઇશ્યૂની શરતોને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેને શરૂઆતમાં જાન્યુઆરી 2025 માં મંજૂર કરવામાં આવી હતી. કંપની ₹1 ની ફેસ વેલ્યુવાળા 48 કરોડ ઇક્વિટી શેર, પ્રતિ શેર ₹1 ના ભાવે ઓફર કરીને ₹48 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. શુક્રવાર, 09 મે 2025 ના રોજ નિર્ધારિત રેકોર્ડ તારીખ અનુસાર, શેરધારકો દરેક 2 શેર માટે 5 નવા શેર મેળવવા માટે હકદાર રહેશે.
કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ શુક્રવાર, 28 મે, 2025 ના રોજ ખુલશે અને માર્કેટ રિનન્શિએશનની છેલ્લી તારીખ સોમવાર, 06 જૂન 2025 છે તેમજ તે ગુરુવાર, 11 જૂન 2025 ના રોજ બંધ થવાનો છે (લંબાવવાને આધીન, જોકે શરૂઆતની તારીખથી 30 દિવસથી વધુ નહીં). જો ઇશ્યૂ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ જાય, તો કંપનીના બાકી શેર વધીને 67.2 કરોડ થશે, જે ભવિષ્યની વિકાસ માટેની પહેલ અને વ્યૂહાત્મક રોકાણોને ટેકો આપવા માટે તેના મૂડી આધારને મજબૂત બનાવશે.
છેલ્લા કેટલાક ક્વાર્ટર દરમિયાન, સત્વ સુકુનનું સાતત્યપૂર્ણ અને મજબૂત નાણાકીય પ્રદર્શન કંપનીના વ્યૂહાત્મક વિઝન, કાર્યકારી શ્રેષ્ઠતા અને મજબૂત બજાર સ્થિતિનો પુરાવો છે. સતત આવક વૃદ્ધિ, વધતી જતી નફાકારકતા અને તેના પ્રીમિયમ એરોમા અને હોમ ડેકોર પ્રોડક્ટની વધતી માંગ સાથે, કંપનીએ ઉચ્ચ-ગુણવત્તાના ધોરણો જાળવી રાખીને પરિચાલન કામગીરીને વિસ્તૃત કરવાની તેની ક્ષમતા દર્શાવી છે.