ડેવુએ મંગાલી ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારીમાં ભારતીય બજારમાં લ્યુબ્રિકન્ટ્સની શ્રેણી લોન્ચ કરી

0
8

નવી દિલ્હી ૨૯ એપ્રિલ ૨૦૨૫: વૈશ્વિક એન્જિનિયરિંગ બ્રાન્ડ ડેવુએ મંગળવારે ભારતમાં ઓટોમોટિવ લ્યુબ્રિકન્ટ્સ સ્પેસમાં પ્રવેશ કર્યો છે અને તેની પ્રીમિયમ રેન્જની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. મંગાલી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે વ્યૂહાત્મક લાઇસન્સિંગ ભાગીદારી હેઠળ આ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીની હોટેલ લે મેરિડિયન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કંપનીએ દ્વિચક્રી વાહનો, પેસેન્જર કાર, કોમર્શિયલ અને એગ્રિકલ્ચરલ વાહનો માટે ઉચ્ચ ગુણવત્તાના લુબ્રિકન્ટ્સની શ્રેણી રજૂ કરી હતી. આ પ્રસંગે ઓટોમોબાઈલ અને લ્યુબ્રિકેન્ટ ઉદ્યોગની ઘણી અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

ડેવુ લ્યુબ્રિકન્ટ્સના ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ ડેવલપમેન્ટ) વિનીત સિંહે જણાવ્યું હતું કે, કંપની નવીનતા, વિશ્વાસ અને પ્રદર્શનનું પ્રતીક રહી છે. તેમણે જણાવ્યું હતું કે, “મંગાલી ઇન્ડસ્ટ્રીઝ સાથેનો આ સહયોગ ભારત જેવા ગતિશીલ બજાર માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનો સંકેત છે.” ”

આ પ્રસંગે કોરિયન કંપની પોસ્કોના ડેપ્યુટી જનરલ મેનેજર સાંગ-હ્વાન ઓહે પણ વક્તવ્ય આપ્યું હતું અને ગુણવત્તાના ધોરણો અને ગ્રાહકોના સંતોષ પ્રત્યે ડેવુની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, કંપનીના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે અને સ્થાનિક માંગ અનુસાર રચાયેલ છે.

કંપનીનું કહેવું છે કે તેનો હેતુ ભારતીય બજારમાં હાઈ-પરફોર્મન્સ, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ લુબ્રિકન્ટ્સ આપવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here