બોઇંગ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશીપ ડેવલપમેન્ટ (બિલ્ડ)પ્રોગ્રામમાં સાત ટીમ વિજેતા બની
ચોથા વર્ષે મોટી સંખ્યામાં એન્ટ્રીઝ મળી
બેંગ્લોર ૨૮ એપ્રિલ ૨૦૨૫: બોઇંગ [NYSE: BA]એ બોઇંગ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશીપ ડેવલપમેન્ટ (બિલ્ડ) પ્રોગ્રામ 2024-25ની ચોથી આવૃત્તિની વિજેતા તરીકે સાત ટીમની જાહેરાત કરી છે, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ ઉદ્યોગસાહસિકો સામેલ છે.
આ સાત વિજેતા ટીમો – થ્રસ્ટવર્ક્સ ડાયનેટિક્સ, નેક્સસ પાવર, એક્સટ્રાઇવ ઇનોવેશન્સ, ક્વોલિવોન ટેક્નોલોજીસ, રાફા બાયોનિક્સ, હાઇપ્રિક્સ એવિએશન અને ત્રિશુલ સ્પેસ છે. વિજેતાઓને આગામી કેટલાંક મહિનાઓમાં બોઇંગ અને તેમના સંબંધિત ઇન્ક્યુબેટર ભાગીદારો દ્વારા વધુ સપોર્ટ પ્રદાન કરાશે, જેથી તેમને પોતાના આઇડિયાને માર્કેટ-રેડી અને વ્યવહારું બિઝનેસ સોલ્યુશન્સમાં વિકસિત કરવામાં મદદ મળી શકે છે. આ પ્રત્યેક વિજેતા ટીમને રૂ. 10 લાખની નાણાકીય ગ્રાન્ટ મળશે, જે એરોસ્પેસ અને ડિફેન્સ, ટેકનોલોજી, સોશિયલ ઈમ્પેક્ટ અને સસ્ટેનેબિલિટીમાં તેમના આઇડિયાને સ્પોન્સર કરશે.
બોઇંગ કંપનીના ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સના ચીફ ઇન્ફર્મેશન ડિજિટલ ઓફિસર અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડાના ડેસી; બોઇંગ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ સલિલ ગુપ્તે; બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર (બીઆઇઇટીસી)ના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એન્જિનિયર સ્ટેસી સિરે તેમજ અન્ય બોઇંગ ગ્લોબલ અને ઇન્ડિયા લીડર્સ તથા બોઇંગના ઇન્ક્યુબેટર પાર્ટનર્સ બેંગ્લોરના બીઆઇઇટીસી કેમ્પસમાં ગઈકાલે આયોજિત ફિનાલેમાં હાજર હતા.
બોઇંગ ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ સલિલ ગુપ્તેએ જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિલ્ડ એક એવાં પ્લેટફોર્મ તરીકે વિકસિત થયું છે, જે ભારતના ઉભરતાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમની આકાંક્ષાઓને દર્શાવે છે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ-અપ પ્રતિભાઓને પ્રોત્સાહન આપતાં આ પ્રોગ્રામ ઇનોવેટર્સના એક સમૂહની રચના કરે છે તથા તેમને માર્ગદર્શન અને સ્રોતો પૂરાં પાડે છે, જેથી તેઓ બિઝનેસના વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે સોલ્યુશન્સ તૈયાર કરી શકે. હું વિજેતાઓ અને સહભાગીઓને અભિનંદન પાઠવું છે તથા હું અમારા ઇન્ક્યુબેશન પાર્ટનર્સ અને ઇન્ડસ્ટ્રી હીતધારકોનો આભાર વ્યક્ત કરું છું કે જેઓ બિલ્ડને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
બિલ્ડે તેની ચોથી આવૃત્તિમાં તેની ભાગીદારી આગળ ધપાવી છે, જેમાં સાત ઇન્ક્યુબેટર્સ – સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (એસઆઈએનઈ)– આઇઆઇટી મુંબઇ, ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (એફઆઈટીટી)– આઇઆઇટી દિલ્હી, ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશીપ સેન્ટર – આઇઆઇટી ગાંધીનગર, આઇઆઇટી મદ્રાસ ઇન્ક્યુબેટર સેલ, ફાઉન્ડેશન ફોર સાયન્સ ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ – આઇઆઇએસસી બેંગ્લોર, ટી-હબ હૈદરાબાદ અને કેઆઇઆઇટી ભુવનેશ્વર – ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર (ટીબીઆઈ) છે. એરોસ્પેસ અને ડિફેન્સ, ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ્સ, સોશિયલ ઇમ્પેક્ટ અને સસ્ટેનેબિલિટી ક્ષેત્રોમાં પોતાના આઇડિયા સબમીટ કરવા માટે દેશભરમાંથી અરજદારોને આમંત્રિક કરવામાં આવે છે.
બોઇંગ ઇન્ડિયાના ચીફ એન્જિનિયર, વીપી, એમડી, બીઆઇઇટીસી સ્ટેસી સિરેએ જણાવ્યું હતું કે, બિલ્ડ એક એવું પ્લેટફોર્મ છે કે જે માર્ગદર્શન દ્વારા સોલ્યુશન્સને આકાર આપે છે તથા બોઇંગના નોલેજ પૂલની એક્સેસ આપે છે. આ ક્ષેત્રમાં રૂચિ ધરાવતા લોકો બોઇંગના એન્જિનિયર્સ અને ટેક્નોલોજીસ્ટ સાથે સીધો સંવાદ કરી શકે છે, જેનાથી તેમને પ્રારંભિક તબક્કાના કોન્સેપ્ટને એક વ્યવહારું અને સ્કેલેબલ સોલ્યુશન્સમાં પરિવર્તિત કરવામાં મદદ મળે છે.
વર્ષ 2024માં બિલ્ડએ અત્યાર સુધીની સૌથી વધુ એન્ટ્રીઓ મેળવી હતી,જેમાં સમગ્ર ભારતના ટિયર 1, 2 અને3 શહેરોમાંથી 2,700થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ સહભાગીઓ દ્વારા 2,000થી વધુ આઇડિયા સબમિટ કરવામાં આવ્યા હતાં.સખત મૂલ્યાંકન પ્રક્રિયા બાદ શોર્ટલિસ્ટ કરાયેલી 75 ટીમોએ રિજનલ બુટ કેમ્પમાં પ્રવેશ કર્યો હતો,જેમાંથી રિજનલ અને નેશનલ ફાઇનલિસ્ટ્સને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ નિષ્ણાતો, ઇન્ક્યુબેટર પાર્ટનર અને બોઇંગ એન્જિનિયરો પાસેથી આઇડિયાને વિકસિત કરવાનું માર્ગદર્શન મળ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોઇંગ ઇન્ડિયાએ હોરાઇઝોનએક્સ ઇન્ડિયા ઇનોવેશન ચેલેન્જ, એસ્સિલરેટેડ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ એપ્રેન્ટિસશીપ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) સાથે હાલમાં કાર્યરત નેશનલ એરોમોડલિંગ કોમ્પિટિશન જેવાં અન્ય પ્રોગ્રામ દ્વારા દેશમાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણને સપોર્ટ કર્યો છે.
#####