વિનાયક એન્જિનિયરિંગ દ્વારા શોર્ટસર્કિટના કારણે થતાં આગના દુર્ઘટનાઓ અટકાવવા ઇલેક્ટ્રીશિયન મીટ યોજાઈ

0
12

ગુજરાત, અમદાવાદ ૧૬ એપ્રિલ ૨૦૨૫: શહેરના જાણીતા ઈલેક્ટ્રિકલ સામાનના વેપારી વિનાયક એન્જિનિયરિંગ દ્વારા electricians માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આગલા દિવસો દરમિયાન વધતા શોર્ટ સર્કિટ અને તેના કારણે થતી આગની ઘટનાઓ સામે electricians ને જાગૃત કરવા તથા યોગ્ય ઇન્સ્ટોલેશનપદ્ધતિઓ અને સલામતીનાંઉપાયો પર ચર્ચા કરવામાં આવી.

વિનાયક એન્જિનિયરિંગનાઓનરભૌમિકપાઠકે જણાવ્યું હતું કે, “મોટાભાગના દુર્ઘટનાઓના મૂળમાં ખોટું વાયરિંગ, ઓવરલોડિંગ કે ખોટા પદાર્થોનો ઉપયોગ હોય છે. યોગ્ય ક્ષમતા ધરાવતાં વાયરો, એમસીબી, ડીબી અને ક્વાલિટી બ્રાન્ડના મટિરિયલનો ઉપયોગ કરીને આ જોખમ ઘટાડી શકાય છે.”

મીટમાં ઈલેક્ટ્રિશિયન્સે પણ તેમના અનુભવો શેર કર્યા અને ગ્રાહકોને કેવી રીતે વધુ સલામતીભર્યું સોલ્યુશન આપી શકાય તેની રીતો પર ચર્ચા થઈ.

આ પહેલ દ્વારા વિનાયક એન્જિનિયરિંગે માત્ર વ્યવસાય નહીં પણ સમાજપ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here