ચેન્નઇ ૧૧ માર્ચ ૨૦૨૫: ઇન્ડિયા યામાહા મોટર (IYM)એ પોતાની સૌપ્રથમ[1] હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’ લોન્ચ કરી છે, જેની કિંમત રૂ. INR 1,44,800(એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
2025 ‘FZ-S Fi Hybrid’માં સંપૂર્ણ સંતુલન અને અદ્યતન ડિઝાઇનનો સમાવેશ થાય છે, વધુમાં તેની ટાંકીના કવર તીવ્ર ધાર સાથે રિફાઇન કરવામાં આવી છે અને તેને સ્લિક અને સુપ્રમાણ દેખાવ આપવામાં આવ્યો છે તેની સાથે તેની સિગ્નેચર હાજરી જાળવી રાખવામાં આવી છે. તેની ડિઝાઇનમાં મહત્ત્વના સુધારામાં ઇન્ટીગ્રેટેડ ફ્રંટ ટર્ન સિગ્નલ્સનો સમાવેશ થાય છે, ત્યારે તે હવે એર ઇનટેક વિસ્તારમાં સ્થિત છે, જે તેના આક્રમક અને એરોડાયનેમિક આકર્ષણમાં વધારો કરે છે.
મોટરસાયકલને વધુ શક્તિવાન બનાવતું હોય તો તે છે 149cc બ્લ્યુ કોર એન્જિન, હવે OBD-2B કોમ્પ્લાયંટ છે, જે યામાહાની સ્માર્ટ મોટર જનરેટર (SMG) અને સ્ટોપ અને સ્ટાર્ટ સિસ્ટમ (SSS)થી સજ્જ છે. આ ટેકનોલોજીઓ વધુ શાંતિપૂર્ણ સ્ટાર્ટ, બેટરી સહાયિત એક્સીલરેશન અને નિષ્ક્રિય હોય ત્યારે આપોઆપ જ એન્જિનને બંધ કરીને સુધારે ઇંધણ કાર્યક્ષમતા આપે છે અને ક્વિક ક્લચ એકશન સાથે પુનઃ ચાલુ થાય છે.
વધુમાં સવારની સુગમતામાં વધારો કરતા, નવી ‘FZ-S Fi Hybrid’ 4.2-ઇંચ ફુલ-કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર રજૂ કરે છે જે સહજતાથી સ્માર્ટફોન્સને Y-Connect એપ સાથે સાંકળે છે. તેમાં ગૂગલ મેપ્સ સાથે લિંક એવા ટર્ન-બાય-ટર્ન (TBT) નેવિગેશનનો સમાવેશ થાય છે, જે રિયલ-ટાઇમ દિશા, નેવિગેશન ઇન્ડેક્સ, ઇન્ટરસેકશન વિગતો પ્રદાન કરે છે, જે અંતરાયમુક્ત સવારીનો અનુભવ પ્રદાન કરે છે.
વધુમાં હેન્ડલબારની સ્થિતિને લાંબા મુસાફરી માટે ભારે આરામદાયક રહે તે માટે ઇષ્ટતમ બનાવવામાં આવી છે. હેન્ડલબાર પરની સ્વીચીઝને હાથના મોઝા પહેર્યા હોય તો પણ વધુ સારી ઍક્સેસિબીલીટી માટે એડજસ્ટ કરવામાં આવી છે. ઉપરાંત હોર્ન સ્વીચને વપરાશમાં આરામ અને સરળતા માટે પુનઃસ્થિત કરવામાં આવી છે. ઇઁધણ ટાંકીમાં એરપ્લેન-સ્ટાઇલ ફ્યૂઅલ કેપ આપવામાં આવી છે, જે રિફીલીંગ કરતી વખતે જોડાયેલી રહે છે, જે વ્યવહારુતામાં વધારો કરે છે. નવી 2025 ‘FZ-S Fi Hybrid’ને બે કલર્સ – રેસિંગ બ્લ્યુ અને સ્યાન મેટાલિક ગ્રેમાં ઓફર કરવામાં આવે છે.
આ કેટેગરીમાં પ્રથમ હાઇબ્રિડ મોટરસાયકલ લોન્ચ કરતી વખતે યામાહા મોટર ઇન્ડિયા ગ્રુપના ચેરમેન શ્રી ઇતારુ ઓટાણીએ જણાવ્યું હતું કે, “FZ બ્રાન્ડએ ભારતમાં યામાહાની મુસાફરીમાં અગત્યનો ભાગ ભજવ્યો છે, તેમજ ઉભરતી પ્રત્યેક પેઢીની બદલાતી આશાઓને પરિપૂર્ણ કરવા માટેવિકાસ કર્યો છે અને અમારા ગ્રાહકોની વ્યવહારુ જરૂરિયાતોને પૂરી કરી છે. આ સેગમેન્ટમાં હાઇબ્રિડ ટેકનોલોજી રજૂ કરીને, અમે ફક્ત પર્ફોમન્સને જ ઉન્નત બનાવીએ છીએ તેવુ નથી પરંતુ એડવાન્સ્ડ, સવાર-કેન્દ્રિત નવીનતાઓ લાવવાના અમારી પ્રતિબદ્ધતાઓને પણ વેગ આપીએ છીએ. FZ સિરીઝમાં પ્રત્યેક અપડેટને ગ્રાહકોની આત્મદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આકાર આપવામાં આવ્યો છે, જે વધુ રિફાઇન્ડ, ડાયનેમિક અને સામેલયુક્ત સવારી અનુભવની ખાતરી આપે છે. આ લોન્ચ એ યામાહાની નવીનતાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે, જ્યાં એડવાન્સ્ડ ટેકનોલોજી અને સવાર કેન્દ્રિત ડિઝાઇન મોબિલીટીના ભવિષ્યને આકાર આપવા માટે એકઠા થાય છે.”
મોટરસાયકલ્સમાં 2025 ‘FZ-S Fi hybrid’ટેકનોલોજીની રજૂઆત સાથે, યામાહા મોટસાયક્લીંગના ભવિષ્ય તરફ નોંધપાત્ર પગલું ભરે છે – જ્યાં કાર્યક્ષમતા, પર્ફોમન્સ અને સ્માર્ટ કનેક્ટિવીટી સવારીના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છે.