EDII દ્વારા ભવિષ્યના નવીનીકરણ પર એમ્પ્રેસારિયો 2025 વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન

0
7

અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદની એમ્પ્રેસારિયો 2025 વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ (2-દિવસીય) 6 માર્ચના રોજ સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ. ‘ભવિષ્યના નવીનીકરણ’ પર યોજાયેલી એમ્પ્રેસારિયો સ્ટાર્ટઅપ સમિટ 2025, 13મી વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે, જે 7 માર્ચના રોજ સમાપ્ત થશે.

એમ્પ્રેસારિયો સ્ટાર્ટઅપ સમિટ એ સ્ટાર્ટ-અપ્સ, નવા ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ માર્ગદર્શકો, રોકાણકારો અને વિદ્યાર્થી સમુદાય માટે મળવા, ઉદ્યોગસાહસિક અનુભવો શેર કરવા, નવી સમજ મેળવવા અને કાયમી ધોરણે વિકસતા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો અનિવાર્ય ભાગ બનવા માટેનું એક વિશિષ્ટ પ્લેટફોર્મ છે. એમ્પ્રેસારિયો, 2012 માં શરૂ થયેલું અને ત્યારથી આજ સુધીમાં તે સૌથી મોટા ઉદ્યોગસાહસિક મેળાવડામાંનું એક બન્યું છે.

સમીટનો ઉદ્ઘાટન મુખ્ય અતિથિ શ્રી ડૉ. ધન સિંહ રાવત, માનનીય આરોગ્ય, શિક્ષણ અને સહકારી મંત્રી, ઉત્તરાખંડ સરકાર દ્વારા કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું, “દેશમાં ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ્સના સિદ્ધાંત ઝડપથી વિકસી રહ્યા છે.આજનો સમય ઇનોવેટર્સ, ઇનોવેશન, વિચારધારા, ઇનક્યુબેશન અને રોકાણકારોનો છે. યુવાનોને આગળ આવીને તેમના સમક્ષના અવસરોનો લાભ લેવો જોઈએ. તેમને માત્ર વિચાર રજૂ કરવાનો છે અને બાકીના કાર્ય સરળતાથી થઈ શકે છે. આપણો દેશ મજબૂત ઉદ્યોગસાહસિકતાના પારિસ્થિતિક તંત્ર પર ફોક્સ કરી રહ્યું છે. ગુજરાતની કાયમ ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં પ્રશંસા કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં શિક્ષણ મેળવવું સૌભાગ્યની વાત છે. ઉત્તરાખંડના યુવાનોને સહાયતા કરવા માટે , ઉત્તરાખંડ સરકારે EDII સાથે સહકાર કર્યો છે. મને તમને આ જાણ કરતા ખુશી થઇ રહી છે કે માત્ર એક જ વર્ષમાં 400થી વધુ એન્ટરપ્રાઇઝ સ્થાપિત થયા છે અને અનેક અન્ય એન્ટરપ્રાઇઝ સ્થાપના માટે પ્રક્રિયામાં છે. આપણે સાથે મળીને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીએ અને વિકસિત ભારતના અભિયાનમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપીએ.”

શ્રી પ્રકાશભાઈ વરમોરા, સાંસદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર,એ કહ્યું, “હું તમામ ઉદ્યોગસાહસિક ઇચ્છુકો ને વિનંતી કરું છું કે તેઓ કૅલ્ક્યુલેટેડ જોખમો લે; વિશેષજ્ઞો સાથે વાત કરે , સંસ્થાઓની મુલાકાત લે, પ્રારંભિક તાલીમ લે, વાંચે અને પોતાને શિક્ષિત કરે. ઘણા ઉદ્યોગસાહસિકો તેમની બુદ્ધિ તેમના વિચારોને અમલમાં મૂકવામાં ઉપયોગ કરે છે; પરંતુ ક્યાંક તેઓ મોટા બજાર પર નજર રાખવામાં અથવા લોકો અને નવા વિચારો સાથે જોડાવામાં ભૂલી જાય છે. તેથી, બજાર સાથે અપડેટ રહેવા માટે શક્ય તેટલું નેટવર્કિગ કરો, અને તમે સફળતા મેળવશો. તમે સપનાઓ જુઓ અને સફળતાઓ પ્રાપ્ત કરો એવી વિદ્યાર્થીઓને મારી શુભકામનાઓ ”

ડૉ. રંજિત કુમાર સિંહા, સચિવ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગ, ઉત્તરાખંડ સરકાર,એ કહ્યું, “ભારત પાસે સંસ્થાઓ, નીતિઓ, ઇનક્યુબેશન અને એક્સિલિરેંડનો શ્રેષ્ઠ મિશ્રણ છે. હાલનો સમય ભાવિ સ્ટાર્ટઅપ્સ માટે સૌથી લાભદાયક છે, અને ખાસ કરીને ગુજરાતમાં હોવું એ એક વધારાનો લાભ છે. ઉદ્યોગસાહસિકતાના વિદ્યાર્થીઓ પાસે શ્રેષ્ઠ સંસાધનો, માર્ગદર્શન અને તાલીમ ઉપલબ્ધ છે, તેથી હું તેમને અનુરોધ કરું છું કે તેઓ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરે અને નિષ્ફળતાના ભય વગર આગળ વધે. નિષ્ફ્ળતાના ભય થી ઉપર ઉઠીને જ સફળતા મળે છે. ઉદ્યોગસાહસિકતા એ વિકાસનો માધ્યમ છે અને અમને ખુશી છે કે દેશ તેને પ્રોત્સાહન આપી રહ્યું છે .”

શ્રી દિનેશ રમેશ ગુરવ, આઈએએસ, ડાયરેક્ટર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગુજરાત સરકારએ નવી શિક્ષણ નીતિ વિશે કહ્યું, “ગુજરાત એવું રાજ્ય રહ્યું છે  જ્યાં ઉદ્યોગસાહસિકતાની ભાવના કાયમ જાગૃત રહી છે , અને એમ્પ્રેસારિયો જેવા આયોજનો વિદ્યાર્થીઓ અને યુવા નવપ્રવર્તકોને પ્રેરણા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજ્યની નવી શિક્ષણ નીતિનો હેતુ રચનાત્મકતા, વિમર્શક વિચારધારા અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જેથી વિદ્યાર્થીઓને તે સાધનો મળી શકે, જેમના દ્વારા તેઓ ભવિષ્યમાં ઉદ્યોગસાહસિક બની શકે.

શ્રી આર.ડી. બર્હાટ, ઉદ્યોગ વિભાગના જોઈન્ટ કમિશનર, ગુજરાત સરકારએ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs)ના વિકાસ વિશે વાત કરતા કહ્યું, “જેમ જેમ ગુજરાત વિકસિત બની રહ્યો છે, રાજ્યની ઔદ્યોગિક નીતિઓ ગતિશીલ ઉદ્યોગસાહસિકતા પારિસ્થિતિકી તંત્રને વધારવા માટે કાર્ય કરી રહી છે. ખાસ કરીને, નાના અને મધ્યમ ઉદ્યોગો અમારા ઔદ્યોગિક દ્રષ્ટિકોણનો અગત્યનો હિસ્સો છે, અને ક્ષમતા નિર્માણ કાર્યશાલાઓ અને નીતિ ચર્ચાઓ દ્વારા, અમે એ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહ્યા છીએ કે ગુજરાત નવા વિચાર અને ઉદ્યોગસાહસિકતા માટેનો કેન્દ્ર બની રહે. ઇનોવેશનને પ્રોત્સાહન આપી અને યોગ્ય સમર્થન પ્રદાન કરીને, અમે ઉદ્યોગસાહસિકોને આગળ વધવાની તક આપી રહ્યા છીએ અને આત્મનિર્ભર ગુજરાતમાં યોગદાન આપવામાં મદદ કરી રહ્યા છીએ.”

ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપતા, ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, EDIIએ જણાવ્યું, “આ એમ્પ્રેસારિયો ઘણા ઉદ્યોગસાહસિક માટે પ્રત્યેક વર્ષ ગેમ ચેન્જર સાબિત થાય  છે. આ વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ એક મોટું નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, અને નેટવર્કિંગ ઉદ્યોગસાહસિક માટે સીમાઓ વિસ્તારવા, અવસરો સર્જવા અને જ્ઞાન વિકસાવવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. હું ઉદ્યોગસાહસિકો માટે નમ્રતા, ઈમાનદારી અને પ્રતિબદ્ધતા પર ભાર મૂકી રહ્યો છું. સંભવિત અને મૌજુદા ઉદ્યોગસાહસિકોને અને સ્ટાર્ટઅપ્સને મારી સલાહ છે કે તમે સતત નવા વિચારો વિચારતા રહો, સંસાધનોનો ઉપયોગ કરો, નેટવર્કિંગ કરો અને પરિક્ષણ કરો.”

આ બે દિવસીય સમિટમાં જાણીતા સ્પીકર્સ જેમ કે શ્રી અશનીર ગ્રોવર, ભૂતપૂર્વ સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, ભારતપે; સીએ અભિનવ માલવિયા, મેનેજિંગ પાર્ટનર, જે. કે. પટેલ અને એસોસિએટ્સ; શ્રી અર્ચિત સોમાણી, મેનેજિંગ ડિરેક્ટર, ટ્રાકોમો ઓટોમેશન અને કેમેરા સિસ્ટમ; શ્રી સન્ની વાઘેલા, સ્થાપક અને CEO, ટેકડિફેન્સ લેબ્સ; શ્રી યોગેશ બ્રહ્માંકર, ઈનોવેશન ડિરેક્ટર, MOEનું ઈનોવેશન સેલ, ભારત સરકાર; શ્રી ગગન ગોસ્વામી, માલિક, હેરિટેજ ઇન્ફ્રસ્પેસ પ્રા. લિ.; શ્રી રવિન્દ્ર ભોજાણી, CBRE; શ્રી લવલીન ગર્ગ, ચીફ પ્લાનર – GIFT સિટી; શ્રી જીગ્નેશ વોહરા, માલિક – પોલારિસ ગ્રુપ ઓફ કંપેનીઝ દ્વારા અનેક ઇન્ટરેક્ટિવ સેશન લેવામાં આવ્યા હતા..

સમિટમાં એક મોટું પિચ રાઉન્ડ પણ આયોજિત કરવામાં આવ્યું, જેનો હેતુ આઈડિયાઝ માટે નિવેશ હાંસલ કરવાનો હતો, જેમાં 40થી વધુ સ્ટાર્ટઅપ્સ અને 28 વિદ્યાર્થીઓએ તેમના ઉત્પાદનો અને સેવાઓની રજૂઆત રોકાણકારો સામે કરી. 45થી વધુ સ્ટાર્ટઅપ્સએ પ્રદર્શનમાં સ્ટોલ લગાવ્યા હતા, જેમાં CrAdLE સ્ટાર્ટઅપ, EDII પૂર્વ છાત્ર , EDII વિદ્યાર્થીઓ અને EDII લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ હિસ્સો હતો ગ્લોબલ એન્ટ્રપ્રેન્યોરશિપ મોનિટર: ઈન્ડિયા રિપોર્ટ 2023-24 નું રિલીઝ, જે દેશના ઉદ્યોગસાહસિકતા દ્રષ્ટિકોણ પર મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here