ફ્રી સ્ટ્રીમ કરોઃ LG ચેનલ્સ LG સ્માર્ટ ટીવીમાં 100થી વધારે ચેનલો લઈ આવી

0
6

નવી દિલ્હી ૦૫ માર્ચ ૨૦૨૫: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ તેની ફ્રી એડ-સપોર્ટેડ ટીવી (FAST) સર્વિસ LG ચેનલ્સનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી છે, જેમાં હવે 100થી વધુ ચેનલો પૂરી પાડવામાં આવશે. આ સર્વિસમાં યુઝર્સને એન્ટરટેઇન્મેન્ટ, મ્યુઝિક, ન્યૂઝ, કિડ્સ, લાઇફસ્ટાઇલ વગેરેમાં વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પૂરુંપાડવામાં આવશે અને તે પણ કોઈ સબસ્ક્રિપ્શન કે પેમેન્ટ વગર.

LG સ્માર્ટ ટીવીના યુઝરો હવે LG ચેનલ્સની સાથેસેટ-ટૉપ બૉક્સ, સબસ્ક્રિપ્શન કે પેમેન્ટ વગર ટીવી જોવાનો અનુભવ માણી શકશે. આ સર્વિસ એન્ટરટેઇન્મેન્ટમાં અનુકૂળતા પૂરી પાડીને યુઝરો વિવિધ પ્રકારનું કન્ટેન્ટ ઍક્સેસ કરી શકે તેની ખાતરી કરશે. 

LG ચેનલ્સ વિવિધ જેનરની લોકપ્રિય ચેનલોની સાથે દર્શકોના વ્યાપક વર્ગની જરૂરિયાતને પૂરી કરે છે અને પરિવારમાં સૌ કોઈ માટે કંઈ ને કંઈ જોવાલાયક હોય તેની ખાતરી કરે છે.આ પ્લેટફૉર્મ હિંદી, અંગ્રેજી તથા પંજાબી, ભોજપુરી, તામિલ, તેલુગુ, મરાઠી, ગુજરાતી અને બાંગ્લા જેવી પ્રાદેશિક ભાષાઓમાં કન્ટેન્ટ પૂરું પાડીને ભારતની ભાષાકીય વૈવિધ્યતાને પોષે છે.

LGઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના એમડી શ્રી હોંગ જુ જીયોનએ જણાવ્યું હતું કે, ‘LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયામાં અમે અમારા ગ્રાહકો માટે મનોરંજનના અનુભવ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ. LG ચેનલ્સ હવે તમામ વયના અને અભિરુચિ ધરાવતા ગ્રાહકોને અનુકૂળ હોય તેવું કન્ટેટ પૂરું પાડવાની સાથે 100થી વધારે ચેનલો પૂરી પાડે છે.અમે અમારા ગ્રાહકોને વધુને વધુ પર્સનલાઇઝ્ડ કન્ટેન્ટ પૂરું પાડવા LG ચેનલ્સનું વિસ્તરણ કરવાનું ચાલું રાખીશું.’ 

FAST ચેનલ્સની આસપાસ ગતિશીલતાનું નિર્માણ કરવાની સાથે LG ચેનલ્સે તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાનું ચાલું રાખ્યું છે, જેથી કરીને દર્શકો ભવિષ્યમાં વધુને વધુ રોમાંચક કન્ટેન્ટને ઍક્સેસ કરી શકે તેની ખાતરી કરી શકાય. આ નવીનીકરણ LG ટીવીના યુઝરોને વૈવિધ્યપૂર્ણ અને સબસ્ક્રિપ્શન વગરનું મનોરંજન પૂરું પાડવાનાLG ચેનલના મિશનની સાથે સુસંગત છે.

LG ચેનલ્સને તમામ ડીવાઇઝ પર ઉપલબ્ધ LG ચેનલની એપ મારફતે LG સ્માર્ટ ટીવી પર ઍક્સેસ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here