સેમસંગ દ્વારા નવી ડિઝાઈન અને મોન્સ્ટર પરફોર્મન્સ સાથે ભારતમાં ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G લોન્ચ કરાયા

0
11

ગેલેક્સી M16 5Gમાં સંપૂર્ણ નવી ડિઝાઈન, સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED ડિસ્પ્લે, OS અપગ્રેડની 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સનો સમાવેશ થાય છે.

ગેલેક્સી પરિપૂર્ણ 5G પૂરો પાડીને સર્વ ટેલિકોમ ઓપરેટર્સમાં 12 5G બેન્ડ્સને ટેકો આપે છે.

ગુરુગ્રામ, ભારત, 27મી ફેબ્રુઆરી, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અનેક સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે બે મોન્સ્ટર ડિવાઈસીસ ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G લોન્ચ કરવામાં આવ્યા. અત્યંત લોકપ્રિય ગેલેક્સી M સિરીઝમાં નવીનતમ ઉમેરો, સ્ટાઈલ અને અત્યાધુનિક ઈનોવેશન્સનું આકર્ષક સંયોજન પ્રદાન કરીને દરેક ગ્રાહકો માટે નવી શક્યતાઓની ખાતરી રાખે છે.

“ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G મોન્સ્ટર ઈનોવેશન્સ અને પરફોર્મન્સ સાથે આવે છે, જે M સિરીઝની ટ્વિન લીગસી છે. નવી ડિઝાઈન સાથે આ ડિવાઈસીસ સ્ટાઈલ અને પરફોર્મન્સ વધુ બહેતર બનાવવા માટે ઘડવામાં આવ્યા છે, જેમાં મિડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર, ઓપરેટર્સમાં ફુલ 5G સપોર્ટનો સમાવેશ થાય છે. ગેલેક્સી M16 5Gએ સેગમેન્ટમાં અવ્વલ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે, OS અપગ્રેડ્સની છ જનરેશન્સ અને ટેપ એન્ડ પે ફંકશનાલિટી સાથે સેમસંગ વોલેટ રજૂ કરવા સાથે નવું બેન્ચમાર્ક પણ સ્થાપિત કર્યું છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસને જનરલ મેનેજર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.

મોન્સ્ટર ડિસ્પ્લે
ગેલેક્સી M16 5Gમાં સેગમેન્ટમાં અવ્વલ 6.7” ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે છે, જે ઉચ્ચ ગુણવત્તાનો કલર કોન્ટ્રાસ્ટ પૂરો પાડીને રોમાંચક વ્યુઈંગ અનુભવ આપે છે. ગેલેક્સી M16 5G એડપ્ટિવ હાઈ બ્રાઈટનેસ મોડ સાથે આવે છે, જે ઉપભોક્તાઓ ઊજળા સૂર્યપ્રકાશ હેઠળ પણ ઉપભોક્તાઓ તેમની ફેવરીટ કન્ટેન્ટ માણી શકે તેની ખાતરી રાખે છે. ગેલેક્સી M06 5Gમાં 6.7” HD+ ડિસ્પ્લે છે, જે આઉટડોર સેટિંગ્સમાં પણ સોશિયલ મિડિયા ફીડ્સ થકી સ્ક્રોલિંગ કરવાની અનુકૂળતા આપે છે, જે ટેક-સાવી જન અને Z અને યુવા પેઢીના ગ્રાહકો માટે ઉત્તમ છે.

મોન્સ્ટર ડિઝાઈન
ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5Gમાં નવા લાઈનિયર ગ્રુપ્ડ કેમેરા મોડ્યુલ સાથે સંપૂર્ણ નવી ડિઝાઈન છે, જે બોલ્ડ છતાં સંતુલિત કલર પેલે ધરાવે છે અને બહેતર ફિનિશને કારણે તે દેખાવમાં આકર્ષક અને નવા પ્રવાહના લાગે છે. બંને ડિવાઈસીસ સ્લીક અને અતુલનીય એર્ગોનોમિક છે. ગેલેક્સી M16 5G ફક્ત 7.9mm સ્લિમ છે, જ્યારે ગેલેક્સ M06 5G ફક્ત 8mmના છે. ગેલેક્સી M16 5G ત્રણ બોલ્ડ અને તાજગીપૂર્ણ રંગો- બ્લશ પિંક, મિંટ ગ્રીન અને ઠંડર બ્લેકમાં મળશે, જ્યારે ગેલેક્સી M06 5G સેજ ગ્રીન અને બ્લેઝિંગ બ્લેક સાથે તમારી સ્ટાઈલની નવી ઊંચાઈએ લઈ જશે.

મોન્સ્ટર પરફોર્મન્સ અને કનેક્ટિવિટી
ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G મિડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે તેમને સ્મૂધ મલ્ટીટાસ્કિંગ માટે ઝડપી અને ઊર્જા કાર્યક્ષમ બનાવે છે. અલ્ટિમેટ સ્પીડ અને કનેક્ટિવિટી સાથે, સેગમેન્ટમાં અવ્વલ 5G બેન્ડ્સના સપોર્ટ સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં સંપૂર્ણ કનેક્ટેડ રહી છે, જેથી ઝડપી ડાઉનલોડ અને અપલોડ સ્પીડ, વધુ સ્મૂધ સ્ટ્રીમિંગ અને અવિરત બ્રાઉઝિંગનો અનુભવ કરી શકે છે.

મોન્સ્ટર કેમેરા
ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5Gમાં આકર્ષક નવું કેમેરા મોડયુલ છે. ગેલેક્સી M16 5Gમાં બહેતર કલેરિટી માટે સેગમેન્ટમાં અવ્વલ 50MP મેઈન કેમેરા છે, જે 5MP અલ્ટ્રા- વાઈડ લેન્સ અને 2MP મેક્રો કેમેરા દ્વારા પૂરક છે. તેના 13MP ફ્રન્ટ કેમેરા સાથે તમે ક્રિસ્પ અને સ્પષ્ટ સેલ્ફી મઢી શકો છો. ગેલેક્સી M06 5Gમાં F1.8 એપર્ચર સાથે હાઈ- રિઝોલ્યુશન 50MP વાઈડ- એન્ગલ લેન્સ છે, જે વાઈબ્રન્ટ અને બારીકાઈભર્યા ફોટો મઢી લે છે, જ્યારે 2MP ડેપ્થ કેમેરા વધુ ધારદાર ઈમેજીસ પ્રદાન કરે છે. ઉપરાંત ગેલેક્સી M06 5Gમાં સેલ્ફી લેવા માટે 8MP ફ્રન્ટ કેમેરા છે.

મોન્સ્ટર બેટરી
ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5Gમાં 5000 mAh બેટરી છે, જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિંજ વોચિંગના લાંબાં સત્રો અભિમુખ બનાવે છે. બંને સ્માર્ટફોન્સ 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે ઉપભોક્તાઓને ઓછા સમયમાં વધુ પાવર આપે છે.

મોન્સ્ટર ગેલેક્સી અનુભવો
સેમસંગે ગેલેક્સી M16 5G સાથે OS અપગ્રેડ્સની સેગમેન્ટમાં ઉત્તમ 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ અને ગેલેક્સી M06 5G સાથે OS અપગ્રેડ્સની સેગમેન્ટમાં ઉત્તમ 4 જનરેશન્સ અને 4 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પૂરી પાડીને ગ્રાહક સંતોષ પ્રત્યે પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપ્યો હોઈ ઉપભોક્તાઓ આગામી વર્ષોમાં પણ નવીનતમ ફીચર્સ અને બહેતર સલામતી માણી શકે તેની ખાતરી રાખે છે.

ગ્રાહક અનુભવ બહેતર બનાવવાના અમારા એકધાર્યા પ્રયાસમાં સેમસંગે ગેલેક્સી M16 5G સાથે આ સેગમેન્ટમાં પહેલી વાર સેમસંગ વોલેટ સાથે તેનું ઈનોવેટિવ ટેપ એન્ડ પે ફીચર રજૂ કર્યું છે, જેથી ગ્રાહકો આસાનીથી પેમેન્ટ્સ કરી શકે.

બંને ડિવાઈસીસમાં સેમસંગનાં અત્યાધુનિક સિક્યુરિટી ઈનોવેશન્સ સમાવિષ્ટ રહેશેઃ સેમસંગ નોક્સ વોલ્ટ. આ હાર્ડવેર- આધારિત સલામતી પ્રણાલી હાર્ડવેર અને સોફ્ટવેરના હુમલા સાથે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે. ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5Gમાં વોઈસ ફોકસ જેવા ફીચર્સ પણ છે, જે બહેતર કોલિંગ અનુભવ માટે એમ્બિયન્ટ નોઈઝ ઓછો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here