આકાસા એરે અબુ ધાબીને બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ્સનો પ્રારંભ કર્યો

0
4

રાષ્ટ્રીય 1 માર્ચ 2025: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇનઆકાસાએરેએતિહાદએરવેઝ સાથે કોડશેર સમજૂતી અંતર્ગત અબુ ધાબીનેબેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ કર્યો છે, જે ભારત અને UAE વચ્ચેના પ્રવાસને નવી ગતિ પૂરી પાડશે. તેની પ્રથમ ફ્લાઇટ બેંગલુરુથી1લી માર્ચ, 2025ના રોજ કેમ્પેગૌડાઇન્ટરનેશનલએરપોર્ટ પરથી ભારતીય માનક સમય મુજબ સવારે 10 વાગે ઉપડશે, જે અબુ ધાબીમાંઝાયેદઇન્ટરનેશનલએરપોર્ટ ખાતે અબુ ધાબી માનક સમય મુજબ બપોરે 12.35 વાગે પહોંચશે. અમદાવાદથી તેની પ્રથમ ફ્લાઇટ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલએરપોર્ટ પરથી ભારતીય માનક સમય મુજબ રાત્રે 22.45 વાગે ઉપડશે, જે 2જી માર્ચના રોજ અબુ ધાબીમાંઝાયેદઇન્ટરનેશનલએરપોર્ટ ખાતે અબુધાબી માનક સમય મુજબ મધરાત્રે01.00 વાગે પહોંચશે.

આ નવા રૂટ આકાસા એરની મુંબઇ અને અબુ ધાબી વચ્ચેની ડેઇલી સર્વિસને પૂરક સાબિત થઇ રહેશે, જેનો પ્રારંભ જુલાઇ 2024માં કરવામાં આવ્યો હતો. આ વિસ્તરણ સાથે આકાસા એર હવે ભારતના ત્રણ મુખ્ય શહેરોને અબુ ધાબી સાથે જોડતી 21 સાપ્તાહિક ફ્લાઇટ્સ સંચાલિત કરે છે. તે બેંગાલુરુ પરથી એરલાઇનની પ્રથમ ઇન્ટરનેશનલ રૂટ ચિન્હિત કરે છે,જ્યારે અમદાવાદથી તેની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવે છે.

પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી બતાવવા માટે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આકાસા એરની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોની હાજરીમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રથમ ફ્લાઇટના પહેલા મુસાફરને વિશેષ બોર્ડિંગ પાસની ભેટ આપવામાં આવી હતી.

આકાસા એરના કો-ફાઉન્ડર અને SVP ઇન્ટરનેશનલ નીલુ ખત્રીએ જણાવ્યું હતું કે “એતિહાદ એરવેઝ સાથે કોડશેર સમજૂતી અંતર્ગત સંચાલિત આ નવા ઇન્ટરનેશનલ રૂટનો પ્રારંભ કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ, જે સૌથી મહત્ત્વપૂર્ણ ઇન્ટરનેશનલ એવિએશન કોરિડોર્સ પૈકીના એક UAEમાં અમારી હાજરી મજબૂત કરશે. આ ભાગીદારી અમારા ગ્રાહકો માટે નવી પ્રવાસની સંભાવનાઓ ઉજાગર કરે છે, પ્રવાસન, વેપાર અને બે દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને સહાયતા કરે છે. ખૂબ જ સરળ એક જ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શ્રેણીબદ્ધ વૈશ્વિક સ્થળોની ઉપલબ્ધતાની પસંદગી સાથે, અમારા મુસાફરોને ઉત્કૃષ્ટ સેવાઓ, ઉપલબ્ધતા અને સુગમતા પ્રત્યે બન્ને એરલાઇન્સની સહિયારી કટિબદ્ધતાનો લાભ મળશે. આ સેવાની શરૂઆત સાથે બેંગાલુરુથી આકાસાના ઇન્ટરનેશનલ ઓપરેશન્સનો પણ પ્રારંભ થાય છે અને અમદાવાદથી અમારી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધુ વિસ્તૃત બનાવે છે.”

ખત્રીએ ઉમેર્યુ હતું કે, “આ સર્વાંગી કનેક્ટિવિટી સાથે વિશ્વ સ્તરીય ઉડાન અનુભવ પૂરો પાડવા માટે આકાસાના સતત ચાલી રહેલા મિશનની દિશામાં લેવાયેલું વધુ એક પગલું છે અને અમે સમગ્ર વિશ્વભરના તમામ મુસાફરોને અમારી સાથે જોડવાની આશા રાખીએ છીએ.”

આકાસા એરે સમાવેશી, સુગમ અને આરામદાયક ઉડ્ડયન અનુભવ સુનિશ્ચિત કરવા માટે બહુવિધ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને વિશિષ્ટ સેવાઓ રજૂ કરી છે. તેની બ્રાન્ડ-ન્યૂ ફ્લીટ આરામદાયક લેગરૂમ અને સગવડોથી સજ્જ છે અને મોટાભાગના એરક્રાફ્ટમાં USB પોર્ટ્સની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે, જે મુસાફરોને મુસાફરી કરતી વખતે તેમના ગેજેટ્સ અને ડિવાઇસ ચાર્જ કરવાની સુવિધા આપે છે. એરલાઇનની ઓનબોર્ડ મીલ સર્વિસ કેફે આકાસા ફેસ્ટિવ મેનુ સહિત હેલ્ધી અને સ્વાદિષ્ટ વ્યંજનો ઉપલબ્ધ કરાવે છે. માત્ર આટલું જ નહીં, ગ્રાહકોને મુસાફરી દરમિયાન ઊચ્ચ ગુણવત્તાયુક્ત પીણાઓનો આનંદ મેળવી શકે તે માટે કોમ્બુચા જેવા ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ઓપ્શન્સ પૂરા પાડે છે. જે મુસાફરો અબુ ધાબીને વધુ નજીકથી જાણવા માંગે છે તે આકાસા હોલીડે સાથે તેમના પ્રવાસનું આયોજન કરી શકે છે, જે એફોર્ડેબલ કિંમતોએ વિશિષ્ટ તૈયાર કરેલું અને સર્વ-સમાવેશી હોલીડે પેકેજિસ ઉપલબ્ધ કરે છે. આકાસા દ્વારા સ્કાયસ્કોર ઑનબોર્ડ તમામ મહત્ત્વપૂર્ણ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સના લાઇવ સ્કોર પૂરા પાડે છે અને એરલાઇનનો ક્વાઇટ ફ્લાઇટ્સ અનુભવ વહેલી સવારે અને મોડી રાત્રીની ફ્લાઇટ્સમાં આરામદાયક અને વિક્ષેપરહિત ઇનફ્લાઇટ પ્રવાસનો અનુભવ ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત, પ્રવાસને સમાવેશી બનાવવાના પ્રયાસના ભાગરૂપે આકાસા એરે દ્રષ્ટીની ખામી ધરાવતાં વ્યક્તિઓ માટે બ્રેઇલ લિપીમાં સેફ્ટી ઇન્સ્ટ્રક્શન કાર્ડ અને ઓનબોર્ડ મેનુ કાર્ડ રજૂ કર્યા છે.

આકાસા એરની સાતત્યપૂર્ણ ઓન-ટાઇમ લીડરશિપ, કાર્યલક્ષી કાર્યક્ષમતા અને ગ્રાહકો તરફથી પ્રાપ્ત થયેલા અત્યંત સકારાત્મક પ્રતિભાવે તેને ભારતમાં સૌથી પસંદગીની એરલાઇન કંપની બનાવી છે, પોતાના પ્રારંભથી ઓગસ્ટ, 2022 સુધી 13 મિલિયનથી વધારે મુસાફરોને સેવાઓ આપી છે. આકાસા એર વર્તમાનમાં મુંબઇ, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઇ, કોચી, દિલ્હી, ગુવાહાટી, અગરતાલા, પૂણે, લખનઉ, ગોવા, હૈદરાબાદ, વારાણસી, બગડોગરા, ભુવનેશ્વર, કોલકાતા, પોર્ટ બ્લેર, અયોધ્યા, ગ્વાલિયર, શ્રીનગર, પ્રયાગરાજ, ગોરખપુર, દોહા (કતાર), જેદ્દાહ, રિયાદ (કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયા), અબુ ધાબી (UAE) અને કુવૈત સિટી (કુવૈત) સહિત 22 ડોમેસ્ટિક અને પાંચ આંતરરાષ્ટ્રીય શહેરોને જોડે છે.

Flightschedule*:

Flt. Number From DepartureTime To ArrivalTime
Commences1stMarch 2025
QP578/EY1013 Bengaluru 10:00hrs AbuDhabi 12:40hrs
 

QP577/EY1012

AbuDhabi 03:00hrs Bengaluru 08:45hrs
 

QP580/EY1011

 

Ahmedabad

 

22:45hrs

 

AbuDhabi

 

01:00hrs

 

QP579/EY1010

 

AbuDhabi

 

14:50hrs

 

Ahmedabad

 

19:25hrs

*Alltimingsarelocal

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here