ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: એર કુલિંગ ઉદ્યોગમાં અગ્રણી નામ રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે ગુરુવારે અમદાવાદમાં તેની વિઝન 2030 પહેલના ભવ્ય પ્રારંભ સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી હતી. આ કાર્યક્રમમાં ઉદ્યોગના અગ્રણીઓ, ડીલરો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની નવીનતા અને વિસ્તરણ તરફની ઝુંબેશને ઉજાગર કરી હતી.
આ સાંજે, ભૂતપૂર્વ WWE રેસલર ધ ગ્રેટ ખલી મુખ્ય મહેમાન તરીકે હાજર હતા. આ કાર્યક્રમમાં રાજ કુલિંગ સિસ્ટમ્સની 2006 થી શરૂ થયેલી ગુણવત્તા અને પારદર્શિતા પ્રત્યેની સમર્પણ દર્શાવતી સફરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. વિઝન 2030 ના અનાવરણથી એક મહત્વાકાંક્ષી યોજના શરૂ થઈ છે, જેમાં વધુ સારી પ્રોડક્ટ્સ, ટેક્નોલોજીમાં પ્રગતિ અને બિઝનેસ ડાયવર્સિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે આવનારા દાયકા માટે પરિવર્તનનો માર્ગ મોકળો કરે છે.
કંપનીના વિકાસના વિઝન પર ભાર મૂકતા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી કલ્પેશ રામોલિયાએ કહ્યું, ” વિઝન 2030 100% ગુણવત્તા અને સમયસર ડિલિવરીના અમારા બ્રાન્ડ વાયદાની પુષ્ટિ કરે છે. અમારો ધ્યેય માત્ર ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરવાનો નથી, પરંતુ કૂલિંગ ટેક્નોલોજી અને તેનાથી આગળ નવા બેંચમાર્ક સેટ કરવાનું છે.અમે નવા ઉત્પાદન સેગમેન્ટમાં વિસ્તરણ કરી રહ્યા છીએ, ખાતરી કરી રહ્યા છીએ કે નવીનતા અમારા દરેક કાર્યના કેન્દ્રમાં રહે.અમે છેલ્લા 18 વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ આગળનો માર્ગ અપાર તકોથી ભરેલો છે.અમારું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં નવી ઊંચાઈઓને સ્પર્શવાનું છે.”
આ કાર્યક્રમમાં મોડ્યુલર ફર્નિચર, ખુરશીઓ, ટેબલ, ડસ્ટબિન, ડોમેસ્ટિક કુલર શ્રેણી અને એડવાન્સ્ડ ફેન શ્રેણી સહિત અનેક આગામી પ્રોડક્ટ લાઇનની જાહેરાત કરવામાં આવી હતી.શ્રી રામોલિયાએ કંપનીના મજબૂત વિકાસ માર્ગને મજબૂત બનાવવા અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરવા માટે આગામી IPO માટેની યોજનાઓની પણ જાહેરાત કરી.
લાંબા સમયથી ચાલતા વ્યાવસાયિક સંબંધોના મહત્ત્વ પર પ્રકાશ પાડતા, રાજ કૂલિંગ સિસ્ટમ્સે ડીલર્સ અને વિક્રેતાઓનું સ્વાગત કર્યું જેમણે કંપની સાથે તેમની સફળ ભાગીદારી વિશે વાત કરી હતી. આ કાર્યક્રમે કંપનીના મજબૂત વેપારી નેટવર્કને વધુ મજબૂત બનાવ્યું, જે વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત છે, જે તેની ઉદ્યોગમાં અગ્રણી ભૂમિકાનો મુખ્ય પરિબળ છે.ગરબા અને ડાન્સ પર્ફોમન્સએ આ ઓકેશનમાં ઉત્સવનો સ્પર્શ ઉમેર્યો, જે કંપનીની સિદ્ધિઓ અને ભવિષ્ય માટેના તેના વિઝનને ઉજાગર કરે છે.
રાજ કૂલિંગ સિસ્ટમ્સ ઉદ્યોગ અને પર્યાવરણને અનુકૂળ સોલ્યુશન્સ સાથે અગ્રેસર છે, જે તકનીકી પ્રગતિઓ અને ટકાઉ ઉત્પાદન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.. કંપની વિઝન 2030 સાથે આ રોમાંચક નવા પ્રકરણની શરૂઆત કરી રહી છે, ત્યારે તે નવીનતા અને ગુણવત્તા માટે સમર્પિત છે.
રાજ કૂલિંગ સિસ્ટમ્સે તાજેતરમાં જ બે વિશ્વ રેકોર્ડ સ્થાપીને ઇતિહાસ રચ્યો હતો – ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ડીલર્સનો સૌથી મોટો મેળાવડો ભેગા કરીને અને વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક-બોડીવાળો ફ્લોર ફેન બનાવીને. આ સિદ્ધિઓને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.