સોની લાઈવ દ્વારા રામ માધવાનીના શો ધ વેકિંગ ઓફ નેશનનું ટ્રેલર રજૂ

0
14

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની લાઈવ દ્વારા તેમના આગામી શો ધ વેકિંગ ઓફ અ નેશનનું બહુપ્રતિક્ષિત ટ્રેલર રજૂ કરવામાં આવ્યું છે, જે અસલ ઘટનાઓથી પ્રેરિત શક્તિશાળી ઐતિહાસિક ડ્રામા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય એમી- નામાંકન પામેલા ફિલ્મકાર રામ માધવાનીનું નિર્મિત અને દિગ્દર્શિત આ શોનું પ્રસારણ સોની લાઈવ પર 7મી માર્ચથી થશે.

આઝાદી માટે ભારતના સંઘર્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના જાલિયાંવાલા બાગ હત્યાકાંડથી પ્રેરિત આ સિરીઝ ઈતિહાસના આ અંધકારમય અધ્યાયની પાછળના તણાવ અને  ઘટનાક્રમમાં ડોકિયું કરાવે છે. ધ વેકિંગ ઓફ અ નેશન કાંતિલાલ સાહની (તારુક રૈના)ની વાર્તા છે. તે બ્રિટિશરો અને ગોરાઓની હકૂમતમાં ઊંડું કાવતરું શોધી કાઢે છે. શો હંટર કમિશનની તપાસના નજરિયા થકી ઈતિહાસની નવી કલ્પના કરે છે.

ક્રિયેટર, ડાયરેક્ટર, કો- પ્રોડ્યુસર રામ માધવાનીએ ધ વેકિંગ ઓફ અ નેશન માટે રોમાંચ વ્યક્ત કરતાં આ તેમનો સૌથી યાદગાર પ્રોજેક્ટમાંથી એક ગણાવ્યો હતો. ‘‘આ શોથી પણ વિશેષ છે. તે ભારતના સમૃદ્ધ ઈતિહાસ અને આપણે સામનો કરેલા સંઘર્ષ આલેખિત કરવાની મારી રીત છે. આ વાર્તાની પાર્શ્વભૂ જાલિયાંવાલા બાગ હત્યાકાંડ અને તેની આસપાસ છૂપા કાવતરાની છે, જે મારે માટે અંગત રીતે બહુ મહત્ત્વપૂર્ણ છે. મને આ પ્રોજેક્ટમાં લાવવામાં આવેલી અજોડ વાર્તાકથન શૈલી વિશે ગૌરવ છે અને હું સોની લાઈવ અને મારા પ્રતિભાશાળી કલાકારો તારુક, નિકિતા, સાહિલ અને ભાવસીલ સાથે જોડાણ કરવા ભારે રોમાંચિત છું. અમિતા માધવાની અને મેં તથ અમારી રામ માધવાની ફિલ્મ્સ ખાતે ટીમ સાહસ અને સ્થિતિસ્થાપકતાની આ શક્તિશાળી વાર્તા જોઈને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે તે જોવા માટે ઉત્સુક છીએ.’’

કાંતિલાલ સાહની તરીકે ભૂમિકા વિશે બોલતાં તારુક રૈના કહે છે, ‘‘ધ વેકિંગ ઓફ અ નેશનનો હિસ્સો બનવાનું મારી કારકિર્દીનો સૌથી મજબૂત અનુભવમાંથી એક છે. આ ફકત શો નથી, પરંતુ અગણિત, મોટે ભાગે ભુલાઈ ગયેલા, ભારતની આઝાદી માટે ત્યાગ આપનારા નાગરિકોને શ્રદ્ધાંજલી છે. ફરજ અને સચ્ચાઈ વચ્ચે અટવાયેલા પુરુષ કાંતિલાલ સાહનીનું પાત્ર ભજવવાનું પડકારજનક અને સન્માનજનક પણ હતું. આ વાર્તા ફક્ત ઈતિહાસ નથી, પરંતુ તમારી સામે ગમે તેવી મુશ્કેલીઓ આવે તે છતાં ન્યાય મેળવવાનું સાહસ છે. મને આશા છે કે આ સિરીઝ આપણા રાષ્ટ્રને આકાર આપનારી સ્થિતિસ્થાપકતા અને ત્યાગની યાદો તાજી કરશે.’’

રામ માધવાની અને અમિતા માધવાની દ્વારા નિર્મિત આ મહાકાવ્ય સિરીઝમાં તારુક રૈના, નિકિતા દત્તા, સાહુલ મહેતા, ભાવશીર સિંહ સાહની વગેરે છે. શો શાંતનુ શ્રીવાસ્તવ, શત્રુજિત નાથ અને રામ માધવાની દ્વારા લખાયો છે.

તો અગાઉ ક્યારેય નહીં તે રીતે ઈતિહાસને જોવા માટે તૈયાર થઈ જાઓ, ધ વેકિંગ ઓફ નેશન ખાસ સોની લાઈવ પરથી સ્ટ્રીમ થશે, 7મી માર્ચથી!

ટ્રેલર લિંક:https://www.youtube.com/watch?v=bDdY-vdUnzw

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here