તેલંગાણા 72 મી મિસ વર્લ્ડ સ્પર્ધા 2025ની યજમાની કરશે, જે વિશ્વભરમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સુંદરતાને પ્રદર્શિત કરશે

0
4

હૈદરાબાદ, તેલંગાણા ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫: વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડ 2025 ની 72મી આવૃત્તિ તેલંગાણામાં આયોજિત થવા જઈ રહી છે.કુલ 4 અઠવાડિયા (7મી મે થી 31મી મે) સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી સુંદરીઓ પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરવા અને આ સ્પર્ધામાં ભાગ લેવા ભારત આવશે.આ સ્પર્ધા તેલંગાણાના વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવશે જેના દ્વારા વિશ્વ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સુંદરતાનું સાક્ષી બનશે.સ્પર્ધાના ઉદ્ઘાટન અને ભવ્ય સમાપન સમારોહ ‘મોતીઓનું શહેર’ અને આઈટી હબ હૈદરાબાદમાં યોજાશે.

વર્ષ 2014માં રચાયેલા ભારતના સૌથી યુવા રાજ્ય તેલંગાણામાં મિસ વર્લ્ડ 2025 ઈવેન્ટને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.તેના નિર્માણના આટલા ટૂંકા વર્ષોમાં, તેલંગાણાએ પ્રગતિના પથ પર મોટી છલાંગ લગાવી છે અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી, વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે એરપોર્ટ, પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો અને ઉત્તમ આરોગ્ય સેવાઓ તેમજ આઈટી ઉદ્યોગ, ફિલ્મ ઉદ્યોગ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દ્વારા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે જે ભારતીય અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.આ સાથે તેલંગાણાએ તેના સુંદર કુદરતી સૌંદર્ય સ્થળો, ઐતિહાસિક ઈમારતો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા માટે એક મજબૂત ઈકો સિસ્ટમ પણ વિકસાવી છે.

મિસ વર્લ્ડ 2025ની 72મી આવૃત્તિની સત્તાવાર જાહેરાત કરતી વખતે, મિસ વર્લ્ડ લિમિટેડ ના પ્રેસિડેન્ટ અને સીઈઓ જુલિયા મોર્લે સીબીઈ એ શ્રીમતી સ્મિતા સભરવાલ, સેક્રેટરી, તેલંગાણા સરકાર સાથે જણાવ્યું હતું કે, “અમે ખુબ જ ખુશ અને પ્રશન્ન છીએ કે મિસ વર્લ્ડ 2025 નું  આયોજન તેલંગાણા જેવા રાજ્યમાં થઇ રહ્યું છે જે તેના પ્રાચીન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નવીનતા અને તેની આતિથ્ય માટે પ્રખ્યાત છે.”તેલંગાણા સરકાર સાથેની અમારી ભાગીદારી અહીંયાની અમૂલ્ય ધરોહર અને વિરાસત ને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડશે.આ ભાગીદારી માત્ર મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા વિશે નથી પરંતુ તે મહિલાઓ અને સમાજને સશક્તિકરણ કરવા વિશે છે, વિશ્વને તેની સાંસ્કૃતિક વિવિધતામાં એકતાનો અહેસાસ કરાવે છે અને ‘બ્યુટી વિથ અ પર્પઝ’ના સૂત્રને કેન્દ્રમાં રાખીને અમારી સહિયારી જવાબદારી અને પ્રતિબદ્ધતા સાથે દૂરગામી અને કાયમી અસર ઊભી કરે છે.”

સીઈઓ મોર્લેના વિચારો સાથે સંમત થતાં, તેલંગાણા સરકારના પ્રવાસન, સંસ્કૃતિ, વારસો અને યુવા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી સ્મિતા સભરવાલે તેલંગાણામાં મિસ વર્લ્ડ સંસ્થાનું સ્વાગત કરતાં કહ્યું કે, “અમે મિસ વર્લ્ડ લિમિટેડ ના પ્રેસિડેન્ટ અને સીઈઓ જુલિયા મોર્લે સીબીઈના નિર્ણયને આવકારીએ છીએ, જેણે સ્પર્ધા યોજવા માટે એક સ્થળ પસંદ કર્યું છે જ્યાં સૌંદર્ય માત્ર આંખો  વિષય નથી, પરંતુ વિશ્વભરમાંથી અહીં આવતા સ્પર્ધકો અને પ્રવાસીઓ તેની માટી, તેની સંસ્કૃતિ અને પરંપરાઓની સુંદરતાનો અનુભવ કરશે.તેલંગાણા એક એવું સ્થળ છે જ્યાં દરેક તહેવાર એક ઉજવણી હોય છે, જ્યાં શિલ્પ અને કારીગરી કરતા દરેક હાથ દરરોજ એક નવી સુંદરતા બનાવે છે. તેલંગાણા સાચા અર્થમાં સાચી સુંદરતાનું પ્રતીક છે. મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવું તેલંગાણા માટે ગર્વની વાત છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મિસ વર્લ્ડ સ્પર્ધાના આ પ્લેટફોર્મ મારફતે તેલંગાણા તેની સમૃદ્ધ કારીગરી અને હાથવણાટનો વારસો, તેના ભવ્ય પ્રવાસન સ્થળો, સ્વાદિષ્ટ વાનગીઓ, કુદરતી સૌંદર્ય અને કલાકૃતિઓ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરશે.” તેલંગાણામિસ વર્લ્ડ 2025 નું  આયોજન કરવા માટે તૈયાર છે અને અમે વિશ્વભરના મહેમાનોનું ભવ્ય સ્વાગત અને આતિથ્ય માટે આતુર છીએ.”

આ પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં ભારત સહિત 120થી વધુ દેશોની સુંદરીઓ મિસ વર્લ્ડનો તાજ જીતવાની સાથે સાથે મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના ‘બ્યૂટી વિથ અ પર્પઝ’નામિશનને આગળ વધારવા માટે પણ સ્પર્ધા કરશે.

આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે વિવિધ દેશોના સ્પર્ધકો 7 મેના રોજ તેલંગાણા પહોંચશેઅને હાલની મિસ વર્લ્ડ ચેકિયાની ક્રિસ્ટીના પેઝકોવા 31 મેના રોજ હૈદરાબાદમાં યોજાનારા ગ્રાન્ડ ફિનાલેમાં તેની અનુગામી મિસ વર્લ્ડનો તાજપહેરાવશે.

વર્ષ 2024માં નવી દિલ્હી અને મુંબઈમાં યોજાયેલી  71મી મિસ વર્લ્ડની શાનદાર સફળતા બાદ હવે ફરી એકવાર ભારતમાં ગ્લોબલ બ્યૂટીની આ ઉજવણી થવા જઈ રહી છે. 1951માં  શરૂ થયેલી વિશ્વવિખ્યાત સૌંદર્ય સ્પર્ધાની 72મી  આવૃત્તિના આયોજન માટે તેલંગાણામાં યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેલંગાણા “તેલંગાણા – જરૂર આના”: જ્યાં બ્યુટી મીટ ટ્રુ મીનિંગ છે એ સૂત્ર સાથે આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા માટે વિશ્વને આમંત્રણ આપી રહ્યું છે.

ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (મિસ વર્લ્ડ): https://www.instagram.com/reel/DGQy4nbsGfm

ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (તેલંગાણા ટૂરિઝમ):https://www.instagram.com/tstdc.official/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here