- ગ્રાહક બાબતોના મંત્રાલય, પ્રસારણ મંત્રાલય, નાણા મંત્રાલય અને સેબી જેવા મંત્રાલયોમાં પ્રતિનિધિત્વ માટે સાઇન અપ કર્યું
- ગ્રાહકોના હિત માટે કામ કરતાં વધુ જૂથોને આકર્ષવા PEN મીડિયા લિટરેસી સાથેના ભાગીદારો ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગના નિયમનની જરૂરિયાત પર આ વર્ચ્યુઅલ વર્કશોપમાં જોડાયા
નવી દિલ્હી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: ન્યુ ઈન્ડિયન કન્ઝ્યુમર ઈનિશિએટિવ (NICI) એ PEN મીડિયા લિટરેસી સાથે મળીને “કન્ઝ્યુમર ઇંટ્રેસ્ટ એન્ડ ધ નીડ ફોર રેગ્યુલેશન ફોર ઓપિનિયન ટ્રેડિંગ ઈન ઇન્ડિયા“ નામના વર્ચ્યુઅલ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ સત્રમાં તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા અનેક રાજ્યોમાંથી ગ્રાહકોના હિત માટે કામ કરતી સંસ્થાઓને ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગમાં ઝડપી વૃદ્ધિ, ગ્રાહકો માટે જોખમો અને માળખાગત નિયમનકારી માળખાની જરૂરિયાત અંગે ચર્ચા કરવા માટે એકસાથે લાવવામાં આવ્યા હતા.
ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને વાસ્તવિક દુનિયાની ઘટનાઓ જેમ કે ચૂંટણીઓ, શેરબજારમાં વધઘટ અને નાણાકીય હિસ્સા સાથે આર્થિક વલણો પર હોડ કરવાની મંજૂરી આપે છે. આ પ્લેટફોર્મ્સ પોતાને ગેમિંગ પ્લેટફોર્મ, ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સથી લઈને વિવિધ પ્લેટફોર્મ્સ તરીકે રજૂ કરે છે પરંતુ તેઓ સંબંધિત નિયમનકારી સંસ્થાઓના કાર્યક્ષેત્રની બહાર છે જેથી ગ્રાહકો માટે જોખમો વધે છે. દર વર્ષે ₹50,000 કરોડથી વધુના વ્યવહારો અને 5 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે, આ પ્લેટફોર્મ્સ જાહેરાતોના કારણે પ્રખ્યાત થયા છે, જેમાં ઘણી વાર આવકના વિશ્વસનીય સ્ત્રોત તરીકે અતિશયોક્તિપૂર્ણ જીત અને હોડના દાવા કરવામાં આવે છે.
એનઆઈસીઆઈના કન્વીનર, શ્રી અભિષેક કુમારે જણાવ્યું હતું કે “ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઝડપી વિકાસ, જ્યાં ગેમિંગ, ટ્રેડિંગ અને રોકાણ વચ્ચેની રેખાઓ વધુને વધુ અસ્પષ્ટ થઈ રહી છે, એ ગ્રાહકો માટે ચિંતાનું કારણ છે. આ પ્લેટફોર્મ પોતાને ઘણીવાર આવકના વિશ્વસનીય સ્ત્રોત તરીકે દર્શાવે છે, જે નોંધપાત્ર નાણાકીય અને માનસિક સ્વાસ્થ્યના જોખમો તરફ દોરી જાય છે. ગ્રાહકોનું રક્ષણ કરવા, પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે સંકલિત અભિગમની તાત્કાલિક જરૂર છે. અમારો હેતુ અમારી ક્ષમતામાં સાવધાની ફેલાવવા અને આ પ્લેટફોર્મ સામે હસ્તક્ષેપ માટે વિનંતી કરવા માટે વિવિધ મંત્રાલયો સાથે જોડાવવાનો છે.”
આ ચર્ચામાં યુવા વપરાશકર્તાઓ દ્વારા ઋણ ચક્રમાં ફસાઈ જવું અને વ્યસનની સંભાવના સહીત આ પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા નોંધપાત્ર નાણાકીય અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત જોખમોને પણ આવરી લેવામાં આવ્યા હતા. વધુમાં, નિષ્ણાતોએ ભારતમાં નિયમનકારીના શૂન્યાવકાશ સાથે વિરોધાભાસી, દેખરેખના મજબૂત ઉદાહરણો તરીકે સિંગાપોર, EU અને US જેવા આંતરરાષ્ટ્રીય નિયમનકારી માળખા તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેઓએ ગ્રાહકોની સુરક્ષા અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને રોકવા માટે સેબી, ગ્રાહક બાબતોના મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ભારતીય જાહેરાત માનક પરિષદ સહિત બહુવિધ હિસ્સેદારોને સંડોવતા સંકલિત નિયમનકારી અભિગમની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ વર્કશોપમાં ગ્રાહકોના હિત માટે કામ કરતી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, જેમ કે રામજીબાઈ માવાણી, ભૂતપૂર્વ સંસદસભ્ય અને રાજકોટ જીલ્લા ગૃહ સુરક્ષા મંડળના સ્થાપક; પ્રો. ડૉ. દુરાઈસિંઘમ, અધ્યક્ષ, કન્ઝ્યુમર રિસર્ચ, એડજયુકેશન, એક્શન, ટ્રેનિંગ એન્ડ એમ્પાવરમેન્ટ (CREATE); રિજિત સેનગુપ્તા, સીઈઓ, સેન્ટર ફોર રિસ્પોન્સિબલ બિઝનેસ; શિપ્રા માથુર, સ્થાપક PEN મીડિયા લિટરેસી, ડૉ આર. ડી. ઉસ્માની, નિયામક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્ટ્રેપ્રેન્યોર ડેવલપમેન્ટ; પૂનમ શર્મા, રાષ્ટ્રીય સંમુદેશ વિકાસ સંસ્થાનના પ્રમુખ અને તક્ષીત માથુર – ટેક એન્ટ્રેપ્રેન્યોર ઉપસ્થિત રહ્યા હતા.
આ ચર્ચાના તમામ સહભાગીઓએ સર્વસંમતિથી સટ્ટાબાજી અને જુગાર સમાન ઓપિનિયન ટ્રેડિંગમાં નસીબ પર નિર્ભરતા અંગેની ચિંતાઓ પર ધ્યાન આપવાની હાકલ કરી હતી. ગ્રાહકોને સુરક્ષિત રાખવા અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે સંકલિત નિયમનકારી અભિગમની તાકીદની જરૂરિયાતને પ્રકાશિત કરતી વખતે, ન્યૂ ઈન્ડિયન કન્ઝ્યુમર ઈનિશિએટિવના કન્વીનર, અભિષેક કુમારે પણ આ પ્લેટફોર્મ્સનું પર્યાપ્ત રીતે નિયમન ન કરવા પર અમુક વાસ્તવિક દુનિયાની ઘટનાઓ દ્વારા ગ્રાહકોના છેતરાઈ જવાની શક્યતાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
સેન્ટર ફોર રિસ્પોન્સિબલ બિઝનેસના સીઈઓ, રિજિતસેન ગુપ્તાએ આવા વ્યવસાયો અને તેમના રોકાણકારો માટે જવાબદાર વ્યવસાયિક વર્તણૂકનું અવલોકન કરવાની અને સમાજ પર મહત્વપૂર્ણ અસરો વિશે વિચારવાની જરૂરિયાત જણાવી. તેમણે એવું પણ સૂચવ્યું કે આવા પ્લેટફોર્મ્સ પર વ્યવહારોનું પ્રમાણ વધી રહ્યું હોવાના કારણે આરબીઆઈ જેવા નિયમનકારે પણ પગલાં લેવા જોઈએ.
PEN મીડિયા લિટરેસીના સ્થાપક અને રાજસ્થાન પત્રિકા ખાતે કૉઝીઝ અને કેમપેઇનના ભૂતપૂર્વ અધ્યક્ષ, શિપ્રા માથુરે એ બાબતે ચિંતા વ્યક્ત કરી કે શા માટે ભારતીય નિયમનકારી સંસ્થાઓએ ઓપિનિયન ટ્રેડિંગના નિયમનની જરૂરિયાતની નોંધ લીધી નથી, ખાસ કરીને જ્યારે અન્ય કેટલાક એશિયન અને પશ્ચિમી દેશોએ આવું કર્યું છે.
આ પ્લેટફોર્મ્સ પર વધતી જતા જોડાણ સાથે, આ સત્ર ગ્રાહકોને થતું નુકસાન અટકાવવા અને ક્ષેત્રમાં જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ સુનિશ્ચિત કરવા માટે મજબૂત નીતિગત હસ્તક્ષેપની જરૂરિયાત પર ચર્ચા સાથે સમાપ્ત થયું. તમામ સહભાગી સંસ્થાઓએ સંબંધિત નિયમનકારોને સંયુક્ત રજૂઆતની જરૂરિયાત વ્યક્ત કરી. આગળના પગલા તરીકે, NICI અને PEN મીડિયા લિટરેસી ભારતમાં આ ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મને પ્રતિબંધિત કરવાની જરૂરિયાત પર ગ્રાહક બાબતોના મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, નાણા મંત્રાલય, SEBI અને ASCI ની સાથે મળીને પ્રતિનિધિત્વ કરશે.