કેમ્પઈનની વિડિયો માટે લિંક–HERE
નવી દિલ્હી 12મી ફેબ્રુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયાની આઈકોનિક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપ દ્વારા તેની નવી કેમ્પેઈન ‘દમ હૈ તો દિખા’ રજૂ કરવામાં આવી છે, જે ઉત્કૃષ્ટતા પર ભાર આપતા અને પડકારોનો સામનો કરવા તત્પર યુવાનોને પડકારે છે. બ્રાન્ડ બે ફિલ્મી દિગ્ગજો- શાહરુખ ખાન અને અલ્લુ અર્જુનને આ પાવર- પેક્ડ કેમ્પેઈન માટે એકત્ર લાવી છે. બંને આઈકોન ‘દમ હૈ તો દિખા’ની ખૂબીના પ્રતીક છે, જેઓ થમ્સ અપની સિગ્નેચર ઘનતાનું પ્રતિબિંબ પાડતો બેસુમાર જોશ આલેખિત કરે છે.
દાયકાઓથી થમ્સ અપ તેના બોલ્ડ સ્વાદ અને નિર્વિવાદ ઠંડર સાથે બેજોડ શક્તિ અને સ્થિતિસ્થાપકતાના પ્રતીક તરીકે અડીખમ છે, જે તેને અગ્રતાની પસંદગી બનાવે છે. પીણાંથી પણ વિશેષ થમ્સ અપ ક્યારેય પીછેહઠ કરતા નથી તેમને માટે સાથી છે. ‘દમ હૈ તો દિખા’ સાથે બ્રાન્ડે આ વારસો નવી ઊંચાઈએ મૂકીને આજની પેઢીને કટિબદ્ધતા સાથે આગળ વધવા અને અવસરને પોતાનો બનાવવા માટે આજની પેઢીને પ્રોત્સાહન આપે છે.
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “થમ્સ અપે પડકારોમાંથી ઊભરી આવીને કૃતિ થકી તેમનો સંકલ્પ દર્શાવે તેમને સતત સાથ આપ્યો છે. નવી કેમ્પેઈન ‘દમ હૈ તો દિખા’ આ જ સૂત્ર પર ભાર આપીને યુવાનોને આગળ વધવા અને દુનિયાના પોતે શેના બનેલા છે તે બતાવી આપવા અનુરોધ કરે છે. શાહરુખ ખાન અને અલ્લુ અર્જુન સાથે અભૂતપૂર્વ જોડાણ આ કેમ્પેઈનને અમારા માટે અત્યંત વિશેષ બનાવે છે. બે ફિલ્મી દિગ્ગજો ખંત અને શક્તિના પ્રતીક છે, જે થમ્સ અપ આલેખિત કરતું હોવાથી આ જોડાણ ઉત્તમ સુમેળ સાધે.’’
અલ્લુ અર્જુને જણાવ્યું હતું કે, “થમ્સ અપ સાથે જોડાણ અતુલનીય અનુભવ બની રહ્યો. કેમ્પેઈન તમારો પંથ પોતે કંડરવાનો અને તમને શું છે તે બતાવી દેવામાં મારા વિશ્વાસ સાથે ઊંડાણથી સુમેળ સાધે છે. હું કેમ્પેઈનનો હિસ્સો બની શક્યો તે માટે ભારે રોમાંચિત છું, જે આ પેઢીને નીડર બનીને પડકારો ઝીલવા માટે પ્રેરિત કરે છે.’’
શાહરુખ ખાન કહે છે, “હું હંમેશાં માનતો રહ્યો છું કે અસલી શક્તિ માઠી પરિસ્થિતિઓનો સામનો કરીને તેમાંથી ઊભરી આવવામાં છે. થમ્સ અપ વર્ષોથી તે જ દર્શાવે છે અને ‘દમ હૈ તો દિખા’ આ માન્યતાને સૌથી શક્તિશાળી રીતે જીવંત કરે છે.’’
કેમ્પેઈન પાછળની ક્રિયેટિવ ઈનસાઈટ પર બોલતાં ઓગિલ્વી ઈન્ડિયાના ચીફ ક્રિયેટિવ ઓફિસર શ્રી સુકેશ નાયકે જણાવ્યું હતું કે, “દમ હૈ તો દિખા ભારતના યુવાનો માટે પાવર- પેક્ડ પડકાર છે. તેમને થોભવા કહેતી દુનિયામાં થમ્સ અપ તેમને પડકાર ઝીલવા માટે કહે છે. શાહરુખ ખાન અને અલ્લુ અર્જુને આ અત્યંત રોમાંચિત કૃતિને ઉજાગર કરીને યુવાનોને પડકારો ઝીલવા અને પોતાની કાબેલિયત સાબિત કરવા માટે મેન્ટર તરીકે હવાલો સંભાળી લેવા માટે આગેવાની કરે છે. આ નવા યુગની થમ્સ અપ છે, જે યુવાનો માટે ઉત્તમ એનર્જાઈઝર છે.’’
કેમ્પેઈનની ગતિ 360 ડિગ્રી ઈન્ટીગ્રેટેડ અનુભવો સાથે નિર્માણ થઈ રહી હોઈ વધુ એકશન- કનેક્ટેડ પેક્સ અને ટૂંક સમયમાં જ રજૂ થનાર સહભાગી ડિજિટલ મંચ માટે માર્ગ મોકળો કર્યો છે. બોલ્ડ કેમ્પેઈનના વારસા સાથે થમ્સ અપે વાર્તાકથનની નવી વ્યાખ્યા કરવાનું ચાલુ રાખ્યું હોઈ બ્રાન્ડ મંત્રમુગ્ધ અને પ્રેરિત કરવાના વચન સાથે સાંસ્કૃતિક ખૂબી બની છે.