ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે ઓરેકલ યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે કોડિંગ હેકાથોન 2024-25નું આયોજન કર્યું હતું. કોડિંગ હેકાથોનની થીમ “ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવા માટે કમ્પ્યુટર કોડ સોલ્યુશન” હતી. આ રોમાંચક તક કોલેજના વિદ્યાર્થીઓને તેમની કોડિંગ સ્કીલ્સ અને નવીન સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય દર્શાવવા માટે આમંત્રિત કર્યા હતા. સહભાગીઓને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંબંધિત પડકારોને સ્પર્ધા કરવાની, કોડ કરવાની અને જીતવાની તક આપી હતી. હેકાથોનમાંથી ટોચના છ વિદ્યાર્થીઓને દુબઈમાં આયોજિત પ્રતિષ્ઠિત લીડરશીપ ફેડરેશન એવોર્ડ 2025માં તેમની કોલેજોનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત લીડરશીપ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે.