બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા વિશિષ્ટ રૂપે મહિલાઓ માટે ડિઝાઇન કરેલ ભારતનો સૌપ્રથમ વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ‘HERizon કેર’ રજૂ કરવામાં આવ્યો

0
10
  • મહિલાઓના સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને સંબોધતી એક ક્રાંતિકારી પૉલિસી
  • બે કવર ઑફર કરે છે: વિટા શિલ્ડ અને ક્રેડલ કેર
  • આ પ્રકારનું સૌપ્રથમ કવરેજ જેમાં વંધ્યત્વની સારવાર, સહાયિત પ્રજનન ટેક્નોલોજી અને પ્રસૂતિ ખર્ચ, દત્તક ખર્ચ, સ્ત્રીબીજનું ફ્રીઝિંગ, જન્મ પૂર્વેના સ્વાસ્થ્ય (ગર્ભાશયમાં સારવાર), જન્મજાત વિકલાંગતા કવર અને રોગનિરોધક સર્જરીનો સમાવેશ થાય છે
  • સરોગેટ માતા અને ઓસાઇટ ડોનર માટે કવરેજ આપે છે
  • જાતીય હુમલા, અપહરણ, એસિડ હુમલા માટે કાનૂની ખર્ચ શામેલ છે
  • પૉલિસી લિવ-ઇન પાર્ટનરને પણ કવરેજ આપે છે

પુણે 07 ફેબ્રુઆરી 2025: ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપની, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે આજે ‘HERizon કેર ને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને મહિલાઓની વધતી જતી હેલ્થ કેર જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરેલ સમાવેશી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે.  આ વ્યાપક પૉલિસી ગંભીર બીમારીઓ, માતૃત્વ અને પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય, સુખાકારી અને અન્ય સમસ્યાઓને સંબોધિત કરે છે, જે મહિલાઓને તેમના જીવનના તમામ તબક્કાઓમાં નાણાંકીય સુરક્ષા દ્વારા સશક્ત બનાવે છે.  HERizon કેર એ ભારતનો સૌપ્રથમ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે એક જ પૉલિસીમાં અનેક વિશિષ્ટ કવર પ્રદાન કરે છે, અને મહિલાઓની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.

HERizon કેર બે વ્યાપક કવર: વિટા શિલ્ડ અને ક્રેડલ કેર પ્રદાન કરે છે, તે સાથે હેલ્થ કેરની વિશિષ્ટ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે વિવિધ વૈકલ્પિક કવર પણ પ્રદાન કરે છે.

વિટા શિલ્ડ ગંભીર બીમારીઓ અને સંપૂર્ણ સુખાકારીની સુરક્ષા

વિટા શિલ્ડ હેઠળ, ક્રિટિકલ ઇલનેસ કવર 34 ગંભીર બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે, જેમાં સામાન્ય અને મહિલા-વિશિષ્ટ બંને સમસ્યાઓનો સમાવેશ થાય છે.  વધુમાં, પૉલિસીધારકોને વધુ સહાયતા પ્રદાન કરવા માટે આ કવરને વૈકલ્પિક જોડાણો દ્વારા વધારી શકાય છે, જેમ કે:

  • ચાઇલ્ડ એજ્યુકેશન, જે ગંભીર બીમારીના નિદાનના કિસ્સામાં એક અથવા વધુ બાળકોના શિક્ષણને સુરક્ષિત કરે છે.
  • લૉસ ઑફ જોબ એ બીમારીને કારણે રોજગાર ગુમાવવાથી થતી આર્થિક અસ્થિરતાને ઘટાડવાની ઑફર કરે છે.
  • આકસ્મિક ખર્ચ કવર રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, ફિઝિયોથેરેપી, હોમ નર્સિંગ, પોસ્ટ-સર્જિકલ ઇમ્પ્લાન્ટ અથવા રિહેબિલિટેશન કાઉન્સેલિંગ સહિત જરૂરી મેડિકલ ખર્ચ માટે નાણાંકીય સહાય પ્રદાન કરે છે, જે સાજા થવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

વિટા શિલ્ડમાં એક સંપૂર્ણ વેલનેસ ઇકોસિસ્ટમ પણ શામેલ છે, જે શારીરિક અને માનસિક સુખાકારીને પ્રાથમિકતા આપતા સંસાધનોની સુવિધા પ્રદાન કરે છે, જેમાં સામાજિક સહાય, આહાર અને પોષણની સલાહ, ભાવનાત્મક સુખાકારી કાર્યક્રમો, ટેલિ-કન્સલ્ટેશન અને નિયમિત દેખરેખ તેમજ વહેલા નિદાનને પ્રોત્સાહન આપતી નિવારક સ્વાસ્થ્ય તપાસનો સમાવેશ થાય છે.

ક્રેડલ કેરમહિલાઓના પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય કવરેજને ફરીથી પરિભાષિત કરે છે

HERizon કેર પૉલિસી હેઠળ ક્રેડલ કેર કવર મહિલાઓને અનન્ય પ્રજનન સ્વાસ્થ્ય અનુભવો દરમિયાન સહાયતા પ્રદાન કરે છે.  તેમાં સરોગેટ કેરનો સમાવેશ થાય છે, જે સરોગસી ગર્ભાવસ્થા અને બાળજન્મ પછીની રિકવરી દરમિયાન સરોગેટ માતાઓ માટે થતા મેડિકલ ખર્ચને કવર કરે છે, જે સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન વ્યાપક સંભાળ સુનિશ્ચિત કરે છે.  વધુમાં, ઓસાઇટ ડોનર કવર એ ઓસાઇટની પુનઃપ્રાપ્તિ સંબંધિત જટિલતાઓ માટે ઇનપેશન્ટ હૉસ્પિટલાઇઝેશન દરમિયાન થયેલા મેડિકલ ખર્ચ માટે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે.

આ સાથે વિવિધ વૈકલ્પિક કવર પણ ઉપલબ્ધ છે, જેમાં શામેલ છે:

  • HERizon કેર પૉલિસી હેઠળ નર્ચર નેસ્ટ કવર મહિલાઓને પોતાના પરિવારનું નિયોજન અથવા વિસ્તરણ કરવા માટે આવશ્યક સહાય પ્રદાન કરે છે. તેમાં 21-45 વર્ષની મહિલાઓ માટે વંધ્યત્વના સર્જિકલ મેનેજમેન્ટ માટે કવરેજ, દત્તક લેવાના ખર્ચ અને સ્ત્રીબીજને ફ્રીઝ કરવાની પ્રક્રિયાઓના કવરેજનો સમાવેશ થાય છે અને તેનાથી તે મહિલાઓને ભવિષ્યમાં પરિવાર નિયોજન માટે વિકલ્પો પ્રદાન કરીને સશક્ત બનાવે છે.
  • મધરહુડ કવર એ પ્રસૂતિ ખર્ચની સાથે IUI, IVF, ICSI, GIFT અને ZIFT જેવી સહાયિત પ્રજનન તકનીકો માટે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં પ્રસૂતિ પહેલાં અને પછીની સંભાળનો સમાવેશ થાય છે. 
  • ફિટલ ફ્લોરિશ કવરગર્ભસ્થ શિશુઓ માટે વ્યાપક સ્વાસ્થ્ય સહાય સુનિશ્ચિત કરે છે, જેમાં પ્રસૂતિ પહેલાંની તકનીકો, ગર્ભાશયની શસ્ત્રક્રિયાઓ અને જન્મજાત વિકલાંગતાની સારવારના કવરનો સમાવેશ થાય છે. આ કવર હેઠળ, હૉસ્પિટલાઇઝેશન દરમિયાન માતા અથવા બાળક માટે દૈનિક ભથ્થું ઉપલબ્ધ છે.
  • પ્રોફાઇલેક્ટિક સર્જરી કવર માસ્ટેક્ટોમી અને હિસ્ટરેક્ટોમી સહિતની નિવારક સર્જરીઓને કવર કરે છે, જ્યારે કાનૂની ખર્ચ સહાયજાતીય હુમલા, અપહરણ અને એસિડ હુમલાના કિસ્સાઓમાં મદદ કરે છે, જે અણધાર્યા સંજોગોમાં મનની શાંતિ સુનિશ્ચિત કરે છે.

આ કવર એકસાથે મહિલાઓના અનોખા સ્વાસ્થ્ય અને કુટુંબના સર્જનની મુસાફરીને અનુરૂપ સર્વાંગી સુરક્ષા પ્રદાન કરે છે.

જાહેરાત પર બોલતા, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી તપન સિંઘલે જણાવ્યું હતું કે, “મહિલાઓ આપણા કાર્યસ્થળો, આપણા પરિવારો અને આપણા સમાજની કરોડરજ્જુ છે, છતાં તેમની સ્વાસ્થ્ય જરૂરિયાતોને ઘણીવાર અવગણવામાં આવે છે.  બજાજ આલિયાન્ઝ ખાતે, અમે તેમની સુખાકારીના દરેક પાસા — શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિશે ઊંડાણપૂર્વક કાળજી રાખીએ છીએ.  તેથી જ અમે HERizon કેર બનાવી છે, જે માત્ર એક અન્ય ઇન્શ્યોરન્સ પ્લાન જ નથી, પરંતુ મહિલાઓને તેમના જીવનના દરેક તબક્કામાં ખરેખર ટેકો આપવાની પ્રતિબદ્ધતા પણ છે.  ગંભીર બીમારીઓથી લઈને દત્તક ખર્ચ, સરોગેટ કેર અને વંધ્યત્વ સારવાર સુધી, અમે આ પૉલિસીને મહિલાઓને સામનો કરવા પડતા વાસ્તવિક પડકારોના નિવારણ માટે વિચારપૂર્વક ડિઝાઇન કરી છે.  HERizon કેર માત્ર કવરેજ કરતાં વધુ છે — તે કાળજી, ગૌરવ વિશે છે અને કોઈપણ મહિલા પોતાના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે એકલતા ના અનુભવે એ સુનિશ્ચિત કરે છે.”

HERizon કેર સુવિધાજનક અને વાજબી પ્લાન સાથે સાથે એચપીવી રસીકરણ માટે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ, પૉલિસીમાં વહેલા પ્રવેશ, લૉયલ્ટી અને લોન્ગ-ટર્મ પૉલિસીઓ પ્રદાન કરે છે.  આ પૉલિસી 18 વર્ષથી લઈને 80 વર્ષની મહિલાઓ અને 90 દિવસથી લઈને 35 વર્ષના બાળકો માટે ઉપલબ્ધ છે, જેમાં ₹3 લાખથી લઈને ₹2 કરોડ સુધીની વીમાકૃત રકમના વિકલ્પો છે.  તે 1 થી 5 વર્ષની પૉલિસી અવધિ સાથે વ્યક્તિગત વીમાકૃત રકમના આધારે કાર્ય કરે છે, જે સુવિધાજનક ચુકવણી વિકલ્પો અને આજીવન રિન્યુઅલ પ્રદાન કરે છે.  HERizon કેર એ સમાવેશી ઇન્શ્યોરન્સ ઉપાયોમાં એક પ્રગતિશીલ પગલું દર્શાવે છે, જે મહિલાઓના વિશિષ્ટ સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોની પૂર્તિ કરવામાં એક દૃષ્ટાંત સ્થાપિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here