સેમસંગ દ્વારા તમારો અસલી AI સાથી ગેલેક્સી S25 સિરીઝ લોન્ચ

0
4

બેન્ગલુરુ, ભારત 22 જાન્યુઆરી 2025સેમસંગ દ્વારા આજે તેના નવીનતમ ગેલેક્સી S25અલ્ટ્રા, ગેલેક્સી S25+ અને ગેલેક્સી S25 સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી હતી, જેણે આજ સુધીના સેમસંગના સૌથી નૈસર્ગિક અને પરિપ્રેક્ષ્ય સતર્ક મોબાઈલ અનુભવો સાથે અસલી AI સાથી તરીકે નવું ધોરણ સ્થાપિત કર્યું છે.

‘‘સૌથી ઉત્તમ ઈનોવેશન્સ તેમના ઉપભોક્તાઓનું પ્રતિબિંબ છે, જેથી અમે દરેકની ગોપનીયતાને સુરક્ષિત રાખવા પર વિશ્વાસ મૂકીને તેમના ડિવાઈસીસ વધુ નૈસર્ગિક અને આસાનીથી ઈન્ટરએક્ટ કરવામાં મદદરૂપ થાય તે માટે ગેલેક્સી AIમાં ઉત્ક્રાંતિ લાવી દીધી છે,’’ એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે મોબાઈલ eXperience બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ એમ રોહે જણાવ્યું હતું. “ગેલેક્સી S25 સિરીઝે AI-ઈન્ટીગ્રેટેડ OSમાટે દ્વાર ખોલી નાખ્યાં છે, જેણે સૈદ્ધાંતિક રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ જે રીતે કરીએ અને આપણું જીવન જે રીતે જીવીએ તેમાં બદલાવ લાવી દીધો છે.’’

ગેલેક્સી S25 સિરીઝ સેમસંગનું AI- પ્રથમ મંચ વન UI 7 સાથે આવે છે, જે સૌથી જ્ઞાનાકાર નિયંત્રણો પૂરા પાડવા માટે તૈયાર કરાયું હોઈ AI- પાવર્ડ પર્સનલાઈઝ્ડ મોબાઈલ અનુભવો અભિમુખ બનાવે છે. મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે AI એજન્ટ્સ ગેલેક્સી S25ને ટેક્સ્ટ, સ્પીચ, ઈમેજીસ અને વિડિયોઝનું અર્થઘટન કરવામાં મદદ કરે છે, જે ઈન્ટરએકશન માટે સ્વાભાવિક મહેસૂસ કરાવે છે.

ગેલેક્સી S25 નૈસર્ગિક ભાષા સમજદારીમાં પણ બ્રેકથ્રુ આલેખિત કરે છે, જે રોજબરોજનું આદાનપ્રદાન આસાન બનાવે છે.

ગેલેક્સી S25 સિરીઝ સંદેશવ્યવહાર, ઉત્પાદકતા અને ક્રિયાત્મકતા માટે ગેલેક્સી AIનાં લોકપ્રિય ટૂલ્સ ગૂગલનું સર્કલ ટુ સર્ચ, કોલ ટ્રાન્સક્રિપ્ટ, રાઈટિંગ આસિસ્ટ અને ડ્રોઈંગ આસિસ્ટ સાથે અપગ્રેડ્સની શ્રેણી લાવી છે.

ગેલેક્સી S25 સિરીઝ સાથે તમે આગામી પગલાં માટે પરિપ્રેક્ષ્ય સતર્ક સૂચનો સાથે કૃતિક્ષમ સર્ચ પણ પાર પાડી શકો છો. ઉપરાંત ગેલેક્સી S25,GIF શેર કરવું અથવા ઈવેન્ટની વિગતો સેવ કરવા જેવી ઝડપી ફોલો-અપ કૃતિઓ માટે એપ્સ વચ્ચે આસાનીથી સ્વિચ કરવાની પણ અનુકૂળતા આપે છે.

ગેલેક્સી S25 સિરીઝ પર્સનલાઈઝ્ડ AI ફીચર્સ માટે પર્સનલ ડેટા એન્જિન સાથે આવે છે. સર્વ પર્સનલાઈઝ્ડ ડેટા નોક્સ વોલ્ટ દ્વારા ગોપનીય અને સંરક્ષિત રખાય છે. ગેલેક્સી S25 દ્વારા પોસ્ટ-ક્વેન્ટમ ક્રિપ્ટોગ્રાફી, ક્વેન્ટમ કમ્પ્યુટિંગ ઉત્ક્રાંતિ પામે તેમ વધી શકનારા ઊભરતા ખતરાઓ સામે પર્સનલ ડેટાનું રક્ષણ પણ રજૂ કરાયું છે.

ગેલેક્સી S25 સિરીઝ ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 ઈલાઈટ દ્વારા પાવર્ડ છે, જે ગેલેક્સી S સિરીઝમાં આજ સુધીનું સૌથી શક્તિશાળી પ્રોસેસર છે.

ગેલેક્સી S25 સિરીઝ હાઈ રિઝોલ્યુશન સેન્સર્સ અને પ્રોવિઝ્યુઅલ એન્જિન સાથે દરેક શ્રેણીમાં અલ્ટ્રા- ડિટેઈલ્ડ શોટ્સ પણ પ્રદાન કરે છે, જે મોબાઈલ ફોટોગ્રાફી માટે નવું ધોરણ સ્થાપિત કરે છે. નવો 50MP અલ્ટ્રાવાઈડ કેમેરા સેન્સર અગાઉના 12MP પરથી અપગ્રેડ કરાયો હોઈ ગેલેક્સી S25 અલ્ટ્રા ઉત્તમ ક્વેરિટી અને વાઈબ્રન્સી પૂરી પાડે છે. ગેલેક્સી S25 વિડિયોઝમાં અનિચ્છનીય વોઈસ દૂર કરવા માટે ઓડિયો ઈરેઝર સાથે આવે છે.

ગેલેક્સી S25 અલ્ટ્રા આજ સુધીની સૌથી સ્લિમ, સૌથી હલકી અને સૌથી ટકાઉ ગેલેક્સી S સિરીઝ છે. તેમાં ટકાઉ ટાઈટેનિયમ અને નવું કોર્નિંગ® ગોરિલા® આર્મર 2 છે. OS અપગ્રેડ્સની સાત પેઢી અને સિક્યુરિટી અપડેટ્સનાં સાત વર્ષ સાથે ગેલેક્સી S25 સિરીઝ લાંબા આયુષ્યકાળમાં વિશ્વસનીય અને મહત્તમ કામગીરીની ખાતરી રાખે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here