ડ્યુરોપ્લાય પ્લાયવૂડ ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા અને વારસાના 68મા વર્ષની ઉજવણી કરે છે

0
13
  • ડ્યુરોપ્લાય દ્વારા તેના મુખ્ય હિસ્સાધારકો એવા ગ્રાહકો, કર્મચારીઓ, ડીલરો, કોન્ટ્રાક્ટરો અને કાર્પેન્ટરો સાથે માઈલસ્ટોનની ઉજવણી.
  • ડ્યુરોપ્લાયે ગ્રાહકલક્ષી ઈનોવેશનની કળામાં ઉત્તમ નિપુણતા હાંસલ કરી છે, જેને આધારે નવો દાખલો બેસાડનારી પ્રોડક્ટો રજૂ કરે છે
  • હવે ટેકનોલોજિકલ નિપુણતા સાથે વૈશ્વિક ઉત્તમ વ્યવહારો રજૂ કરનારા વેપાર સાહસિકોની ત્રીજી પેઢી દ્વારા આગેવીમાં ભારતીય પ્લાયવૂડ ઉદ્યોગમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ.

નવી દિલ્હી, 28 જૂન, 2024: ભારતની પ્રીમિયમ અને અગ્રણી પ્લાયવૂડ કંપનીઓમાં સૌથી અનુભવી ડ્યુરોપ્લાય દ્વારા પ્લાયવૂડના ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા અને વારસાના 68મા વર્ષની ગૌરવભેર ઉજવણી કરી હતી. આ માઈલસ્ટોન પર તે પહોંચી એ ગ્રાહક સંતોષ, ગુણવત્તા અને ઈનોવેશન પ્રત્યે દાયકાઓની તેની કટિબદ્ધતા દર્શાવે છે.

ડ્યુરોપ્લાયે તેના મુખ્ય હિસ્સાધારકોઃ તેના માનવંતા ગ્રાહકો, કર્મચારીઓ, ડીલરો, કોન્ટ્રાક્ટરો અને કાર્પેન્ટરો સાથે આ યાદગાર દિવસની ઉજવણી કરી હતી.

કંપનીએ ભારતમાં તેની સર્વ 16 શાખામાં તેના મુખ્ય હિસ્સાધારકોનું સન્માન કરવા માટે કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

ડ્યુરોપ્લાયના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અખિલેશ ચિતલાંગિયાએ જણાવ્યું હતું કે, “અમને પેઢી દર પેઢી ચાલતાં બ્લોક બોર્ડસ, પ્લાયવૂડ, વેનિયર્સ અને ડોઅર્સ સાથે અમારા ગ્રાહકોનાં ઘરો અને કાર્યાલયોના ઈન્ટીરિયરની શોભા વધારવાની અમારી ખ્વાહિશમાં રાષ્ટ્રની સેવા કરવાનું ગૌરવજનક લાગે છે. ગ્રાહક સંતોષ પર અમારા ભારનો વારસો ડ્યુરોપ્લાય ખાતે અમારી અંદર ઈનોવેશનની સંસ્કૃતિની કેળવણી કરે છે, જે અમારા ગ્રાહકોની જરૂરતોને અમે ઓળખીએ અને તે જરૂરતોને પરિપૂર્ણ કરતી પ્રોડક્ટ વિકસાવવાની ખાતરી રાખીએ છીએ. અમારી ઉત્પાદન પ્રક્રિયાઓ ઉદ્યોગમાં ગુણવત્તાનું સીમાચિહન સ્થાપિત કરતી પ્રોડક્ટો બનાવવા સાથે સુમેળ સાધે છે. અમારા ઉદ્યોગના ભારતભરના હિસ્સાધારકો- આર્કિટેક્ટો, ઈન્ટીરિયર ડિઝાઈનરો અને ડીલરો સાથે ઘેરા સંબંધ ક્ષેત્રની વૃદ્ધિ માટે સમુદાયને ટેકો આપવા નિર્માણ કરાયા છે અને સંબંધ પોષવાની અમારી કટિબદ્ધતાનો તે દાખલો છે.”

ડ્યુરોપ્લાય દ્વારા આ અવસરના ભાગરૂપ ભારતભરમાં તેની સર્વ 16 શાખામાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કંપની દ્વારા ઈવેન્ટમાં તેના ડીલરો, કોન્ટ્રાક્ટરો અને કાર્પેન્ટરોની ભૂમિકાનું સન્માન કરવામાં આવ્યું હતું.

26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોજૂદ ડ્યુરોપ્લાય 4000 આર્કિટેક્ટો અને ઈન્ટીરિયર ડિઝાઈનરો સાથે ઘેરો સંબંધ ધરાવે છે અને 12,000થી વધુ કાર્પેન્ટરો અને કોન્ટ્રાક્ટરોનું નેટવર્ક ધરાવે છે.

ભારતભરમાં 450થી વધુ ડિઝાઈન વિકલ્પો સાથે 180થી વધુ ડ્યુરો નિષ્ણાતો રોજબરોજ ભારતભરમાં બ્રાન્ડેડ પ્લાયવૂડ ખરીદી કરવાનું મહત્ત્વ ગ્રાહકોને સમજાવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here