ગુજરાત અમદાવાદ ૨૧ જાન્યુઆરી ૨૦૨૫: આપણને બધાને એકતાંતણે બાંધતાં પ્રેમ, પરિવાર અને શક્તિશાળી જોડાણો રાજશ્રી પ્રોડકશન્સના બહુપ્રતિક્ષિત ડિજિટલ પદાર્પણ બડા નામ કરેંગેના હાર્દમાં છે. શો રતલામ અને ઉજ્જૈનની પાર્શ્વભૂમાં સ્થાપિત છે, જે 7મી ફેબ્રુઆરીથી ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે. આ સિરીઝ દર્શકો સાથે ઊંડાણથી સુમેળ સાધતાં હૃદયસ્પર્શી અવસરો, રમૂજ અને અસલ જોડાણોથી સમૃદ્ધ ભાવનાત્મક, પ્રેરણાત્મક પ્રવાસનું વચન આપે છે. પારિવારિક ગતિશીલતા અને સંબંધો પર નવા વિચાર સાથે બડા નામ કરેંગે દર્શકોને પ્રેમમાં જોવા મળતી શક્તિ અને પારિવારિક બંધનના મહત્ત્વ અને તમારા મનનું કરવાની શક્તિની દર્શકોને યાદગીરી અપાવે છે.
શો ઋષભ (રિતિક ઘનશાની) અને સુરભિ (આયેશા કડુસકર) વચ્ચે ઉત્ક્રાંતિ પામતા રોમાન્સમાં ડોકિયું કરવા સાથે ગુપ્તા પરિવારમાં વાલીઓ, સમીક્ષકો દ્વારા વખાણવામાં આવેલા શો ગુલ્લકમાં પિતાની યાદગાર ભૂમિકા માટે ‘‘ઓટીટીના પિતામહ’’ તરીકે ઓળખવામાં આવતા લલિત ગુપ્તા (જમીલ ખાન) અને દાયકા લાંબી કારકિર્દીમાં ઉત્તમ ભૂમિકાઓ માટે જ્ઞાત મધુ ગુપ્તા (દીપિકા અમીન)ના વહાલી અને મિશ્રિત ગતિશીલતામાં પણ ડોકિયું કરાવે છે. એકંદરે તેઓ જીવનના પડકારોનો સામનો કરે તેમ આ પ્રવાસમાં માર્ગદર્શન અને ટેકો આપે છે.
જમીલ ખાન લલિત ગુપ્તાની ભૂમિકા ભજવી રહ્યો છે, જે શાંત અને પ્રગતિશીલ પિતા હોવા સાથે તેની પુત્રી સુરભિને તેના પોતાના નિર્ણયો લેવા માટે સશક્ત બનાવવામાં દ્રઢતાથી માને છે. તે કહે છે, ‘‘લલિત તેના પ્રગતિશીલ, ઉદાર, સમર્થક અને સન્માનિત ઉછેરમાં ગૌરવ અનુભવે છે. તે સ્વસ્થ પરિવાર અને સમાજ માટે ઉત્તમ અને પરિપૂર્ણ શિક્ષણ અને ઉછેરને ભરપૂર મહત્ત્વ આપે છે.”
સુરભિની વહાલી છતાં સુરક્ષાત્મક માતા મધુ ગુપ્તાનું પાત્ર જીવંત કરતી દીપિકા અમીન કહે છે, “શો પરિવારના મહત્ત્વ પર ભાર આપીને પરંપરા સાથે અમારા મજબૂત જોડાણને સુંદર રીતે દર્શાવે છે. તેનું લક્ષ્ય દર્શકોને તે જ જોડાણનો અર્થ સમજાવવાનું છે. હું દ્રઢતાથી સંભાળ રાખવા સાથે પરિવારનું સંતુલન ચાહતી મહિલા સુરભિની માતાની મુખ્ય ભૂમિકા ભજવતાં તેનો હિસ્સો બનવા ભારે રોમાંચિત છું. વાર્તા ઓટીટી ફોર્મેટમાં પરિપૂર્ણ, પરિવારલક્ષી મનોરંજન તરીકે કુશળતાથી તૈયાર કરવામાં આવી છે. તે યુવા દર્શકો સાથે સુમેળ સાધવા સાથે જૂની પેઢી સાથે પણ ઊંડાણથી જોડાણ ધરાવે છે. મધુની ભૂમિકા બહુ પુરસ્કૃત અનુભવ છે, જે ડાયરેક્ટર પલાશ વાસવાનીના માર્ગદર્શન ને સૂરજ આર. બરજાત્યા સરના વિઝન સાથે વધુ વિશેષ બન્યો છે.”
પલાશ વાસવાની દ્વારા દિગ્દર્શિત બડા નામ કરેંગે પરિવાર, પ્રેમ અને આપણા વહાલાજનોમાં આપણને મળી આવતી શક્તિનું મહત્ત્વ સુંદર રીતે આલેખિત કરે છે. શું ઋષભ અને સુરભિ તેમના મનનું કરશે? તેમનો પ્રવાસ પરિવારના બંધન અને પ્રેમી શક્તિનો દાખલો છે. રાજશ્રી પ્રોડકશન્સ દ્વારા નિર્મિત આ સિરીઝમાં રિતિક ઘનસાની, આયેશા કડુસકર, સાધિકા સયાલ, કંવલજિત સિંહ, અલકા અમીન, રાજેશ જાઈસ, ચિત્રાલી લોકેશ, રાજેશ તૈલંગ, અંજના સુખાની, જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, પ્રિયંવદા કાંત અને ઓમ દુબે સહિતના કલાકારો છે.
જોતા રહો બડા નામ કરેંગે, 7મી ફેબ્રુઆરીથી સોની લાઈવ પર!