કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીએ “શોપ એન્ડ વિન કાર” ઓફર સાથે વિજેતાને ખુશીની ચાવી ભેટ આપી

0
3

ઇન્દોર 20 જાન્યુઆરી 2025 – ભારતની અગ્રણી જ્વેલરી રિટેઇલ ચેઇન પૈકીની એક કિસના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ સમગ્ર ભારતભરમાં તેના લકી ગ્રાહકોને 100 મારૂતી સેલેરિયો કારની વહેંચણી કરી છે. આ કાર #Abki_Baar_Aapke_Liye અભિયાનના ગ્રાન્ડ ફિનાલેના ભાગરૂપે 11 શહેરોમાં એકસાથે વિજેતાઓને સોંપવામાં આવી હતી. આ રોમાંચક પહેલમાં 51,219થી વધારે ગ્રાહકોએ ભાગ લીધો હતો, જે ઝૂંબેશને કિસનાતેમજ જ્વેલરી ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી સફળ ઝૂંબેશ પૈકીની એક બનાવે છે.

1 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ કરવામાં આવેલી આ ઝૂંબેશ 18 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઇ હતી. આ ઝૂંબેશનો ભાગ બનેલા ગ્રાહકોને રૂ.20,000 અથવા તેથી વધારે મૂલ્યના ડાયમંડ, પ્લેટિનિયમ અને રત્નજડિત જ્વેલરી અથવા રૂ.50,000 કે તેથી વધારે મૂલ્યની સોનાની જ્વેલરીની ખરીદી કરવા પર કાર જીતવાની તક પ્રાપ્ત થઇ હતી. ગ્રાહકો લકી ડ્રોમાં ભાગ લેવાની અને મારૂતી સુઝૂકી સેલેરિયો કાર જીતવાની તક ધરાવતાહતા. આ ઝૂંબેશ માનવંતા ગ્રાહકો માટે એક અવિસ્મરણીય ક્ષણનું સર્જન કરવાની કિસનાની કટિબદ્ધતાનો પુરાવો રજૂ કરે છે.

આ ઝૂંબેશની ગ્રાન્ડ ફિનાલેના ભાગરૂપે કિસનાએ સમગ્ર ભારતભરમાંથી 104 વિજેતાઓની પસંદગી કરી હતી. આ ઝૂંબેશમાં અન્ય પ્રદેશોની સાથે સાથે 20,795 ભાગ લઈ રહેલા ગ્રાહકો સાથે ઉત્તર ભારતમાંથી સૌથી વધારે સહભાગીતા જોવા મળી હતી. વિજેતાઓએ દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિત જુદા-જુદા રાજ્યોમાં યોજાયેલી ખાસ યોજવામાં આવેલી ઇવેન્ટમાં તેમની કારની ચાવી મેળવી હતી.

હરિ ક્રિષ્ણા જૂથના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “#Abki_Baar_Aapke_Liye ઝૂંબેશને જ્વેલરીના ખરીદકર્તાઓ તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અમારા ગ્રાહકોનો કિસના પ્રત્યેનો વિશ્વાસ અને લાગણીનો પુરાવો પૂરો પાડે છે. આ ઝૂંબેશ અમારા વફાદાર ગ્રાહકોને વાસ્તવિક અર્થમાં કંઇક અસમાન્ય હોય તેવું વળતર આપવાની તક પૂરી પાડીને તેમની સાથે ખુશીઓની વહેંચણી કરવાની ભાવનાની ઉજવણી કરે છે.”

કિસના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીના ડિરેક્ટર શ્રી પરાગ શાહે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે,”આ ઝૂંબેશ દરેક ભારતીય કુટુંબ સાથે જોડાવવાની અમારી કટિબદ્ધતા રેખાંકિત કરે છે. આ સમયગાળા દરમિયાન જોવા મળેલો રોમાંચ અને ભાગીદારી કિસના પ્રત્યે તેના ગ્રાહકોના રહેલા ઊંડા લગાવનું પ્રતિબિંબ રજૂ કરે છે, જે પરંપરા અને આધૂનિકતા તથા અમારા દ્વારા ઉપલબ્ધ કરાતી દરેક જ્વેલરીમાં અમારા ગ્રાહકોના ભરોસાનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે.”

ગ્રાહકોને મહત્તમ રોમાંચ પૂરો પાડવા અને તેમની આ ક્ષણ યાદગાર બનાવવા માટે કારની ડિલિવરીના દિવસે જ વિજેતાઓને ટેલિ-કોલ મારફતે માહિતી આપવામાં આવી હતી. કિસનાની પ્રાદેશિક ઉપસ્થિતિ પણ દૂર દૂરના વિસ્તારના સહભાગીઓનું ઇનામ જીતવું શક્ય બનાવે છે, જે દરેક ગ્રાહકોને આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં ભાગ લેવાની એકસમાન તક ઉપલબ્ધ કરાવે છે.

કિસનાના #Abki_Baar_Aapke_Liye ઝૂંબેશે સૌથી યાદગાર રીતે જીવનની ક્ષણોની ઉજવણી સાથે જ્વેલરીનું શોપિંગ કરવાના મેજિકનો અનુભવ કરવાની વિશેષ તક પૂરી પાડીને ગ્રાહકોના જોડાણનો નવો જ આયામ પૂરો પાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here