ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં AI ને એકીકૃત કરવા માટે જરૂરી કુશળતા અને સાધનો સાથે સશક્ત બનાવવાનો હતો, જે આખરે ભારતમાં ઉત્પાદનના ભવિષ્યને આકાર આપશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના સહયોગથી આયોજીત આ કાર્યક્રમ ઇન્ટેલ AI ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ દ્વારા ઉદ્યોગ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. વાસ્તવિક દુનિયાના ઉત્પાદન પડકારોને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવેલો આ કાર્યક્રમ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની તકનીકી તૈયારીને વધારવાનો પ્રયાસ કરે છે અને તેમને નવીનતા માટે ઉત્પ્રેરક તરીકે સ્થાન આપે છે.
દિવસભરના આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ સેશન અને વર્કશોપનો સમાવેશ થતો હતો. જેમાં માંગના પૂર્વાનુમાન માટે ઓરેન્જ ડેટા માઇનિંગ અને વિસંગતતા શોધ માટે ટીચેબલ મશીન જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ શામેલ હતો, જેને ઇન્ટેલ એઆઈ કોચ દ્વારા સુગમ બનાવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જીટીયુના સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં સર્ટિફિકેટ કોર્ષને એકીકૃત કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓ વ્યવહારુ કૌશલ્યો વિકસાવતા શૈક્ષણિક ક્રેડિટ મળી . આ કાર્યક્રમમાં સર્ટિફિકેટ કોર્ષ માટે ઓન બોર્ડિંગ વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટીની ભૂમિકા પર પણ ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું.
જીટીયુના વાઇસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે, “અમને ઇન્ટેલ એઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સના આ હેન્ડ્સ-ઓન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવાનો આનંદ છે, જે એક નવીન કૌશલ્ય પહેલ છે. શિક્ષકોને અત્યાધુનિક એઆઈ જ્ઞાનથી સજ્જ કરીને અમે ઉત્પાદનમાં પરિવર્તનશીલ ઉકેલો માટે માર્ગ મોકળો કરી રહ્યા છીએ અને નવીનતાની સંસ્કૃતિ કેળવી રહ્યા છીએ. આ કાર્યક્રમ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવાનો પણ એક પ્રયાસ છે.”
ઇન્ટેલના એશિયા પેસિફિક અને જાપાન, ગર્વમેન્ટપાર્ટનરશિપ અને ઇનિશિએટિવઇન્ટરનેશલ ગર્વમેન્ટ અફેર્સના સિનિયર ડિરેક્ટર શ્વેતા ખુરાનાએ જણાવ્યું હતું કે, “ઇન્ટેલ ઇન્ડિયા શિક્ષકોને સક્ષમ બનાવી રહી છે અને કાર્યના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ AI કૌશલ્યો સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવી રહી છે. AI ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથેનો અમારો સહયોગ વિદ્યાર્થીઓને ઉત્પાદન ક્ષેત્ર માટે તૈયાર કરવામાં મદદ કરશે.
હું સામાજિક પ્રગતિ માટે AI નો ઉપયોગ કરવા પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ GTU અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના પ્રયાસોને બિરદાવું છું. હું ભવિષ્યના કાર્યબળને વાસ્તવિક દુનિયાના પડકારોનો ઉકેલ લાવવા અને કાયમી અસર કરવા માટે AI સોલ્યુશન્સ બનાવતા જોવા માટે ઉત્સુક છું.
આ કાર્યક્રમમાં GTUના વાઇસ ચાન્સેલર ડૉ. રાજુલ કે. ગજ્જર, GTU વેન્ચરના સલાહકાર ડૉ. મિહિર શાહ, ઇન્ટેલ ડિજિટલ રેડીનેસ – એશિયા પેસિફિક અને જાપાનના સિનિયર પ્રોગ્રામ મેનેજર શ્રીમતી સલોની સિંઘલ અને એસ્ટ્રલ લિમિટેડના GCCI પ્રેસિડેન્ટ અને CMD સંદીપ એન્જિનિયર, GTU સ્કિલ્સ સલાહકાર શ્રી સુનિલ ગંગવાણી સહિતના મહાનુભાવોએ સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમનું સમાપન એક સન્માન સમારોહ સાથે થયું, જ્યાં ફેકલ્ટી સભ્યોને GTU અને ઇન્ટેલ ઇન્ડિયા દ્વારા સંયુક્ત પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાહતા. આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની તેઓની તત્પરતાનું પ્રતિક છે, જેઉભરતી તકનીકો સાથે ઉત્પાદન ક્ષેત્રના પડકારો પર કામ કરશે.
ઇન્ટેલ ડિજિટલ રેડીનેસ એક મોટા પાયે જાહેર ખાનગી ભાગીદારી કાર્યક્રમ છે, જેને એ સરકાર, શિક્ષણ અને ઉદ્યોગ સાથે મળીને શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય બિન-તકનીકી પ્રેક્ષકોને યોગ્ય કૌશલ્ય સમૂહો, માનસિકતાઓ, સાધનો અને AI ઇંધણયુક્ત વિશ્વમાં અસરકારક અને જવાબદારીપૂર્વક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તકો સાથે સશક્ત બનાવવાનો છે.