કાફે અકાસાના મકરસંક્રાંતિના વિશેષ ભોજન સાથે લણણીનો તહેવાર ઉજવો

0
3

રાષ્ટ્રીય 17 જાન્યુઆરી 2025: આકાસા એર દ્વારા ઉપલબ્ધ ઓનબોર્ડ ભોજન સેવા કાફે અકાસા દ્વારા તેમના મકરસંક્રાંતિ વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરવામાં હોવાની કંપનીએ જાહેરાત કરી છે, જેમાં વર્ષના સૌથી પહેલા તહેવારની ઉજવણી માટે તદ્દન નવું મેનુ સામેલ કરવામાં આવ્યું છે. આ તહેવારની ખુશીમાં અડદની દાળની કચોરી, સ્વાદિષ્ટ ઊંધિયુ, તીલ અને ખોયાના લાડુ તેમજ પસંદગીનું પીણું સામેલ છે. આ ભોજનને શિયાળા દરમિયાન પોષણ પૂરું પાડનારા ગરમ, ભરપૂર ખોરાક તૈયાર કરવાની પરંપરાને પ્રતિબિંબિત કરવા અને તહેવાર દ્વારા માન આપવામાં આવતી કૃષિની વિપુલતાની ઉજવણી કરવા માટે ખાસ કાળજીપૂર્વક તૈયાર કરાયું છે.

આ ભોજન જાન્યુઆરી 2025 દરમિયાન, અકાસા એર નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે અને તેને અકાસા એરની વેબસાઇટ (www.akasaair.com) અથવા મોબાઇલ એપ્લિકેશન પર સરળતાથી પ્રી-બુક કરી શકાય છે.

અકાસા એરના તહેવાર વિશેષ ભોજનમાં સંક્રાંતિની ભાવનાની ઉજવણી કરવામાં આવી છે જે નવી શરૂઆત, સમૃદ્ધિ અને કુદરતની કૃપા બદલ કૃતજ્ઞતાની ઉજવણીનું પ્રતીક છે. આ ભોજનમાં પરંપરાગત સ્વાદ અને પ્રાદેશિક વાનગીઓનું મિશ્રણ છે, જે મુસાફરોને આકાશમાં ઋતુના જીવંત આનંદનો અનુભવ માણવાની અનોખી તક પૂરી પાડે છે.

અકાસા એર દ્વારા ઑગસ્ટ 2022માં કામગીરી શરૂ કર્યા પછી, અત્યાર સુધીમાં વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક ખાસિયતોને પ્રતિબિંબિત કરતા ખાસ તૈયાર કરવામાં આવેલા ભોજન વિકલ્પો પ્રદાન કરવા માટે તે હંમેશા પ્રતિબદ્ધ રહી છે. મકરસંક્રાંતિથી લઈને વેલેન્ટાઇન ડે, હોળી, ઇદ, માતૃદિન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ચોમાસાની ઋતુ, નવરોઝ, ઓનમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને નાતાલ સુધી દરેક તહેવારમાં કાફે અકાસા દ્વારા તહેવારને અનુરૂપ ભોજન પીરસીને ઉડાનનો અનુભવ વધુ સારો બનાવવાનો પ્રયાસ નિરંતર ચાલુ રાખવામાં આવ્યો છે. જે મુસાફરો પ્રિયજનોના જન્મદિવસની ઉજવણી આકાશમાં કરવા માંગતા હોય તેમના માટે આ એરલાઇન તેના નિયમિત મેનુ પર કેકની પૂર્વ-પસંદગી પણ ઓફર કરે છે.

કાફે અકાસાના વારંવાર રિફ્રેશ કરવામાં આવતા મેનુમાં વિવિધ પ્રકારના ભોજન અને રસોઈની પસંદગીઓની વ્યાપક રેન્જને પૂર્ણ કરવા માટે તેમાં ખાતરીપૂર્વક કંઈકને કંઈક સામેલ કરવા માટે તેને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, નાસ્તા તેમજ તાજગીપૂર્ણ પીણા સામેલ કરીને તેને સમજીવિચારીને તૈયાર કરવામાં આવ્યું છે. આ મેનુમાં 45+ ભોજનના વિકલ્પો પૂરા પાડવામાં આવે છે, જેમાં ફ્યુઝન ભોજન, પ્રાદેશિક સ્વાદ સાથે એપેટાઇઝર અને ડિકેડેન્ટ મીઠાઈઓ સામેલ છે અને આ તમામ વસ્તુઓને સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત શેફ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવે છે.
અકાસા એરનું સહાનુભૂતિશીલ અને યુવા વ્યક્તિત્વ, કર્મચારીઓ માટે મૈત્રીપૂર્ણ સંસ્કૃતિ, ગ્રાહક-સેવાની વિચારધારા અને ટેકનોલોજીના નેતૃત્વ હેઠળના અભિગમના પરિણામે લાખો ગ્રાહકો માટે તે પસંદગીની એરલાઇન બની ગઈ છે. અકાસા એરની શરૂઆત કરવામાં આવી ત્યારથી, તેણે પોતાની બહુવિધ ઉદ્યોગમાં પ્રથમ વખત રજૂ કરાયેલી અને ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ ઓફરો દ્વારા ભારતમાં ઉડાનને ફરીથી પરિભાષિત કરી છે. તેનો તદ્દન નવો વિમાનોનો કાફલો પુષ્કળ લેગરૂમ અને ઉન્નત આરામ પ્રદાન કરે છે તેમજ મોટાભાગના વિમાનોમાં USB પોર્ટ સાથે આવે છે, જેથી મુસાફરોને સફર દરમિયાન તેમના ગેજેટ્સ અને ઉપકરણોને ચાર્જ કરી શકે છે. કાફે અકાસાએ તાજેતરમાં એક તાજું મેનૂ રજૂ કર્યું છે જેમાં વિવિધ પ્રકારના ભોજન અને રસોઈની પસંદગીઓની વ્યાપક રેન્જને પૂર્ણ કરવા માટે તેમાં ખાતરીપૂર્વક કંઈકને કંઈક સામેલ કરવા માટે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, નાસ્તા અને તાજગીભર્યા પીણાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મેનુમાં 45+ ભોજનના વિકલ્પો આપવામાં આવે છે, જેમાં ફ્યુઝન ભોજન, પ્રાદેશિક સ્વાદ સાથે એપેટાઇઝર અને ડિકેડેન્ટ મીઠાઈઓ સામેલ છે અને આ તમામ વસ્તુઓને સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત શેફ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવે છે. પેટ્સ ઓન અકાસા દ્વારા ગ્રાહકો તેમના પાલતુ પ્રાણીઓ સાથે કેબિનમાં મુસાફરી કરી શકે છે અથવા તેમના વજનના આધારે કાર્ગોમાં લઈ જઈ શકે છે. અકાસા એર અસાધારણ ગ્રાહક સેવાનું વચન પૂરું કરવા માટે 25+ સહાયક ઉત્પાદનો પૂરી પાડે છે જેમ કે અકાસા ગેટઅર્લી, સીટ એન્ડ મીલ ડીલ, એક્સ્ટ્રા સીટ અને અકાસા હોલિડેઝ જેના અનોખો વ્યક્તિગત અનુભવ મળે છે. અકાસાએ તેના ગ્રાહકોના કેબિન સંબંધિત અનુભવમાં સતત વધારો કરવા માટે, સ્કાયસ્કોર બાય અકાસા, સ્કાયલાઇટ્સ અને ક્વાયટફ્લાઇટ્સ જેવા અનેક ઉદ્યોગમાં પ્રથમ વખત લોન્ચિંગ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here