આકાંક્ષા પરથી પડદો ઊંચકાયોઃ યામાહા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો ખાતે આઈકોનિક હેરિટેજ અને ભવિષ્યલક્ષી વિઝન પ્રદર્શિત કરે છે

0
4

નવી દિલ્હી 17મી જાન્યુઆરી 2025: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) ભવિષ્ય માટે તેના પ્રતિકાત્મક વારસા અને નાવીન્યપૂર્ણ ધ્યેય પ્રદર્શિત કરવા સાથે ઉત્કૃષ્ટતાના ચાર દાયકાની યાદગીરીમાં 17મીથી 22મી જાન્યુઆરી સુધી યોજાનારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં ભાગ લેવા માટે ગૌરવની લાગણી અનુભવે છે. બ્રાન્ડનું પેવિલિયન ભારતના પ્રીમિયમ ટુ-વ્હીલર સેગમેન્ટમાં યામાહાના અનન્ય યોગદાન અને મોબિલિટીની ક્ષિતિજને આકાર આપવાની તેની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.

પેવિલિયનની થીમ ‘‘એસ્પિરેશન્સ અનવિલ્ડ’’ સીમાઓને પાર કરવાની અને યુવા ભારતીય રાઈડરોને પ્રેરિત કરવા માટે યામાહાની મજબૂત સમર્પિતતા પ્રદર્શિત કરે છે. ભવિષ્યલક્ષી આકાંક્ષાઓ સાથે તેના સમૃદ્ધ વારસાના સંમિશ્રણ પર ધ્યાન કેન્દ્રિત કરતાં યામાહા ડાયનેમિક પ્રોડક્ટ લાઈનઅપ અને જીવનશૈલી, પરફોર્મન્સ અને ઈનોવેશનની ઉજવણી કરતા રોમાંચક અનુભવો થકી ગ્રાહકો સાથે સહભાગી સુસજ્જ છે.

લીજેન્ડ્સનાં 40 વર્ષઃ યામાહાનો પ્રતિષ્ઠિત વારસો
યામાહાના પેવિલિયનના હાર્દમાં તેના વારસાનું પ્રદર્શન છે, જેમાં લીજેન્ડરી મોટરસાઈકલો, જેમ કે, RX-100 અને RD-350એ પરફોર્મન્સ મોટરસાઈકલિંગ માટે ભારતના પેશનને વધુ મજબૂત બનાવ્યું. પેવિલિયન યામાહાની પ્રીમિયમ શ્રેણીના પ્રથમ પેઢીના મોડેલો પણ આલેખિત કરે છે, જેમાં લોકપ્રિય YZF-R15 અને મસ્ક્યુલર FZ સિરીઝનો સમાવેશ થાય છે, જેણે ભારતીય બજારમાં નવાં સીમાચિહનો સ્થાપિત કર્યાં છે.

‘હિસ્ટરી અરેના’ યામાહાનો જીવનનો પ્રવાસ લાવીને તેના વૈશ્વિક અને ભારતીય વારસા પાસેથી યાદગાર અવસરો અને માઈલસ્ટોન્સને મઢી લે છે. મુલાકાતીઓ યામાહા મોટર કં. લિ.ની 1955માં રચના સાતે આરંભ કરતાં અને વૈશ્વિક વૃદ્ધિની તેની ધગશ અને 1960થી આગેવાની સાથે યામાહાનો વૈશ્વિક ઈતિહાસ જોઈ શકે છે. ઈનોવેશનના આ પાયાએ ભારતમાં યામાહાના આગમન માટે માર્ગ કરી આપ્યો છે, જ્યાં તેણે ચાર દાયકાથી મોટરસાઈકલિંગની સંસ્કૃતિમાં નવો દાખલો બેસાડ્યો છે. એક્ઝિબિટ્સ તેના વફાદાર ચાહકવર્ગ સાથે એન્જિનિયરિંગ અને રોચક જોડાણમાં યામાહાની ઉત્કૃષ્ટતાની ઉજવણી કરે છે.

સામર્થ્યવાન YZR-M1 – યામાહાનો MotoGP DNA
યામાહાનું MotoGP મશીન YZR-M1 ગ્લોબલ એક્સપો ખાતે આકર્ષણનું કેન્દ્ર છે, જે નિર્ભેળ પાવર અને ઈનોવેશનની યામાહાની એકધારી આકાંક્ષાને આલેખિત કરે છે. 500થી વધુ પોડિયમ ફિનિશ અને MotoGPમાં ચેમ્પિયનશિપ જીતોના વારસા સાથે M1 મુલાકાતીઓને યામાહાની રેસિંગ શક્તિમાં રોમાંચક ડોકિયું કરાવે છે. અસલ રેસિંગ સૂટ્સ, હેલ્મેટ્સ અને ગ્લવ્ઝ સહિત ફાબિયો ક્વાર્ટારારો અને એલેક્સ રેઈન્સના MotoGP રાઈડિંગ ગિયર પણ પ્રદર્શનમાં મુકાશે.

યામાહાની Y/AI કન્સેપ્ટ મોટરસાઈકલઃ AIનું જ્યાં ભવિષ્યલક્ષી ડિઝાઈન સાથે મિલન થાય છે
2025 ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો ખાતે ફ્લેગશિપ Y/AI કન્સેપ્ટ મોટરસાઈકલ છે, જે AI ટેકનોલોજી અને અત્યાધુનિક ડિઝાઈનનું વિઝનરી સંમિશ્રણ છે. ભવિષ્ટમાં સ્થાપિત 100 વર્ષ સ્કાય-ફાય એનિમેશન ટોકિયો ઓવરરાઈડમાં ચમકેલી Y/AI કન્સેપ્ટ દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં AI સહજ રીતે શહેરી જીવન અને મોબિલિટીમાં વિલીન થાય છે. YZR-M1 દ્વારા પ્રેરિત ડિઝાઈન સાથે આ કન્સેપ્ટ બાઈક મોબિલિટીમાં યામાહાના ભવિષ્યનું બોલ્ડ વિઝન ઓફર કરે છે.

એડવેન્ચર મોટરસાઈકલ્સઃ બ્લેઝ ન્યૂ ટ્રેઈલ્સ
ટુરિંગ મોરચે ડિસ્પ્લે પર લેન્ડર 250 અને નવીનતમ ટેનિયર 700 છે, જે સાહસ અને ખોજના જોશનો દાખલો છે. લેન્ડર 250 બહુમુખી ડ્યુઅલ- પર્પઝ બાઈક છે, જે બેજોડ સ્થિતિસ્થાપકતા અને નિયંત્રણ પ્રદાન કરે છે, જેથી ઓફફ-રોડ સાહકસો અને શહેરી રાઈસ માટે પણ તેને આદર્શ બનાવે છે. ટેનિયર 700 સિદ્ધ વૈશ્વિક આઈકોન છે, જે તેની મજબૂત ડિઝાઈન, વિશ્વસનીય હેન્ડલિંગ અને અપવાદાત્મક ટકાઉપણા સાથે કપરામાં કપરા માર્ગ પર જીત મેળવવા માટે નિર્માણ કરાઈ છે. એકંદરે આ મોડેલો ખોજને ઈંધણ આપીને રાઈડરોને ખુલ્લા રસ્તા હોય કે નહીં પહોંચાયેલા માર્ગો હોય, રોમાંચ અને કમ્ફર્ટનું ઉત્તમ સંયોજન પ્રદાન કરે છે.

રેસ પ્રેરિત રોમાંચઃ R-સિરીઝ લાઈનઅપની ખોજ કરો
પ્રદર્શનમાં યામાહાનો રેસિંગ DNA R15, R3 અને R7 સાથે પ્રદર્શિત કરાયો છે. R-સિરીઝ તેની ક્રાંતિકારી ટેક્નિકલ પ્રગતિઓ અને બોલ્ડ ડિઝાઈનો માટે જ્ઞાત યામાહાની સૌથી પ્રતિકાત્મક મોટરસાઈકલોમાંથી એક બની છે. રાઈડરોની કુશળતા વધારવા માટે નિર્મિત આ સિરીઝ રાઈડરોને તેમની સંપૂર્ણ સંભાવના ઉજાગર કરવા અને સ્પીડનો રોમાંચ અનુભવવા માટે અનુકૂળતા આપે છે, જે તેમને શક્ય વિચારાયું હોય તેનાથી પણ ઝડપથી લઈ જાય છે.

MT: જાપાનની ઘેરી બાજુ
યામાહા MT સિરીઝમાં MT-15, MT-03, અને MT-09 ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે પ્રદર્શિત હોઈ સ્પોર્ટબાઈક સેગમેન્ટમાં હાઈપર નેકેડ ડિઝાઈનનો નવો દાખલો બેસાડ્યો છે. ‘‘ધ ડાર્ક સાઈડ ઓફ જાપાન’’થી પ્રેરિત આ મોટરસાઈકલો તેમનાં ટોર્ક સમૃદ્ધ એન્જિન્સ, મજબૂત હેન્ડલિંગ અને બોલ્ડ, સ્ટ્રાઈપ્ડ- ડાઉન એસ્થેટિક્સ સાથે તમારી ઈન્દ્રિયોને જાગૃત કરવા માટે ઘડવામાં આવી છે. MT સિરીઝ બેજોડ રોમાંચ અને રોમાંચ ચાહતા રાઈડરો માટે ગતિશીલતા પ્રદાન કરવા માટે યામાહાની સમર્પિતતા પ્રદર્શિત કરે છે. આ મોડેલો તમને અંધકારને અપનાવવા અને તમારી પોતાની શહેરી લીજેન્ડ નિર્માણ કરવા માટે આમંત્રિત કરે છે.

ભારતમાં યામાહાની પ્રથમ હાઈબ્રિડ મોટરસાઈકલઃ નવી 2025 FZ-S Fi
કંપનીએ ભારતમાં યામાહાની પ્રથમ હાઈબ્રિડ મોટરસાઈકલ પણ રજૂ કરી છે- સંપૂર્ણ નવી 2025 FZ-S Fi DLX. ઉત્ક્રાંતિ પામેલા હેડલેમ્પ, ડાયનેમિક ટેન્ક સ્ટાઈલિંગ અને નવી કલર સ્કીમ્સ સાથે FZ-S Fi DLX નવા આધુનિક ફીચર્સ સાથે સમૃદ્ધ છે, જેમાં શાંત અને સરળ એન્જિન અનુભવ માટે સ્ટોપ/ સ્ટાર્ટ અને હાઈબ્રિડ ટેકનોલોજી સાથે સ્માર્ટ મોટર જનરેટરનો સમાવેશ થાય છે. ટર્ન-બાય-ટર્ન (ટીબીટી) નેવિગેશન સાથે કલર TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ટેક- ફોર્વર્ડ સ્પર્શનો ઉમેરો કરે છે, જ્યારે ફ્યુઅલ ટેન્ક પર ઈન્ટીગ્રેટેડ ટર્ન સિગ્નલ અને અપડેટેડ કલર્સ તેનું આધુનિક એસ્થેટિત બહેતર બનાવે છે.

અર્બન રાઈડર માટે અવ્વલ હાઈબ્રિડ મોબિલિટી
હાઈબ્રિડ ઝોનમાં યામાહાએ RayZR, ફેસિનો અને ફિલાનો સહિત સ્કૂટર્સની તેની લોકપ્રિય શ્રેણી સાથે તેનું 125cc FI બ્લુ કોર એન્જિન પણ રજૂ કર્યું છ. આ સ્કૂટર્સ સ્માર્ટ મોટર જનરેટર (SMG) ટેકનોલોજી સાથે સમૃદ્ધ હોઈ ઈંધણ કાર્યક્ષમતા અને ઉચ્ચ ટોર્ક પ્રદાન કરીને શહેરી મોબિલિટી માટે યામાહાનો ભાવિનો વિચાર કરતો અભિગમ આલેખિત કરે છે.

પરફોર્મન્સનું લાઈફસ્ટાઈલ સાથે મિલનઃ ખોજ કરો એરોક્સ 155 અને N-MAX
યામાહાના પેવિલિયનમાં અજોડ ચમક ઉમેરતાં એરોક્સ 155 વર્ઝન સેન્ડ N-MAX પરફોર્મન્સ સ્કૂટર્સ યુવા, ગતિશીલ રાઈડરોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર કરાઈ છે. તેમના સ્પોર્ટી એસ્થેટિક્સ અને અત્યાધુનિક એન્જિનિયરિંગ સાથે આ સ્કૂટર્સ શહેરી પ્રવાસ અને વીકએન્ડ ગેટઅવેઝની વ્યાખ્યા કરે છે. યામાહાના પ્રતિકાત્મક “MAX DNA” પરથી પ્રેરણા લેતાં દરેક મોડેલ રેઝર- શાર્પ સ્થિતિસ્થાપકતા, ઉત્કૃષ્ટ હેન્ડલિંગ અને પ્રતિસાદાત્મક બ્રેકિંગ પ્રદાન કરીને દિલધડક છતાં વ્યવહારુ રાઈડિંગ અનુભવ કરાવે છે.

યામાહા સાથે સહભાગી થાઓઃ જ્યાં ઈનોવેશન અને ફન એકત્ર આવે છે
યામાહાના પેવિલિયનમાં કસ્ટમર એન્ગેજમેન્ટ ઝોન પણ છે, જે MotoGP ગેમિંગ અનુભવ, ખાસ યામાહા એસેસરીઝ અને યાદોને મઢી લેવા માટે ચાહકો માટે R15 સાથે ટિલ્ટ- બાઈકનો અનુભવ પણ કરાવે છે. આ સ્વર્ણિમ જગ્યા યામાહાની ‘‘ધ કોલ ઓફ ધ બ્લુ’’ કેમ્પેઈનની રેખામાં મુલાકાતીઓને બ્રાન્ડની દુનિયામાં પોતાને ગળાડૂબ કરવા માટે આમંત્રિત કરે છે. મુલાકાતીઓ મોન્સ્ટર એનર્જી સ્ટોલ માણી શકે અને 40 યર્સ એક્સક્લુઝિવ ઝોનમાં વિવિધ ઈન્ટરએક્ટિક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લઈ શકે છે.

મેગા ઈવેન્ટ ખાતે યામાહાના સહભાગ પર બોલતાં યામાહા મોટર ઈન્ડિયાના ચેરમેન શ્રી ઈતારુ ઓટાનીએ જણાવ્યું હતું કે, “અમે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે યામાહાની મોટરસાઈકલો અને સ્કૂટરોના રોમાંચક પ્રદર્શન સાથે ભારતમાં અમારી 40મી એનિવર્સરીની ઉજવણી શરૂ કરી છે. થીમ ‘એસ્પિરેશન્સ અનવિલ્ડ’ હેઠળ અમે અમારી વૈશ્વિક પ્રોડક્ટ લાઈનઅપ ગૌરવપૂર્વક રજૂ કરી છે, જે ભારતમાં મોટરસાઈકલિંગના ભવિષ્ય માટે શક્યતાઓને પ્રગટાવે છે. આ પ્રદર્શન અત્યાધુનિક ટેકનોલોજી સાથે યુવા ભારતીય રાઈડરોની વધતી જરૂરતો સાથે સુમેળ સાધતાં ઈનોવેશન, પરફોર્મન્સ અને સ્ટાઈલ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા પણ અધોરેખિત કરે છે. અમે આ પ્રતિકાત્મક અને આધુનિક મોડેલો પ્રદર્શિત કર્યા છે ત્યારે અમે ભવિષ્યમાં જોઈ રહ્યા છીએ, જ્યાં આવી ઘણી બધી વૈશ્વિક પ્રોડક્ટો અમારી ભારતીય લાઈનઅપમાં જોડાઈ શકે છે. આ ઉજવણી અમારા વારસા સાથે આગળની રાહ પર અમારા ધ્યેયનું પણ દ્યોતક છે.”

યામાહા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે તેનો 40 વર્ષનો વારસો ઊજવી રહી છે ત્યારે તે ઈનોવેશન, રોમાંચ અને અસમાંતર મોબિલિટી સમાધાનના ભવિષ્ય માટે મંચ પણ સ્થાપિત કરે છે. યામાહાએ મુલાકાતીઓને તેના વારસો અને ભવિષ્યની શક્યતાઓના ઉત્તમ સુમેળનો અનુભવ કરવા માટે આમંત્રિત કર્યા છે.

Google Drive Link to Photos

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here