મુંબઈ, ભારત 15 જાન્યુઆરી 2025: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (પીએનબી મેટલાઈફ) ભારતમાંની સૌથી મોટી અર્બન કૉ-ઑપરિટેવ બૅન્કમાંથી એક સારસ્વત કૉ-ઑપરેટિવ બૅન્ક લિ. સાથે વ્યૂહાત્મક બૅન્કએસ્યોરન્સ ભાગીદારી કરી છે. આ જોડાણનો ધ્યેય જીવન વીમા વિકલ્પોનો સમૂહ ઑફર કરી આર્થિક સર્વસમાવેશકતા વધારવાનો છે, આ વિકલ્પોમાં બચત, સંરક્ષણ, નિવૃત્તિ તથા ગ્રુપ પ્લાન્સનો સમાવેશ થાય છે, જે દેશભરમાંની સારસ્વત બૅન્કની 302 શાખાઓમાં કુલ 30 લાખ ગ્રાહકોના વિશાળ જૂથને ઑફર કરાશે.
પીએનબી મેટલાઈફના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સમીર બંસલે જણાવ્યું હતું કે,“ભારતમાં હજી પણ વીમા કવચના વ્યાપની બાબતમાં બહુ મોટું અંતર રહી ગયું છે. આથી એ બાબત પર ભાર આપવો જરૂરી છે કે, વધુમાં વધુ લોકોને વીમો ઉપલબ્ધ કરાવી શકાય એ માટે વ્યાપક પહોંચ ધરાવતી વિતરણ ચેનલની તાકીદે જરૂર છે. કરોડો ભારતીયોને જીવન વીમા સુધીની પહોંચ આપવાના અમારા ધ્યેયની દિશામાં સારસ્વત બૅન્ક સાથેની અમારી આ ભાગીદારી વધુ એક પગલું છે. સારસ્વત બૅન્કના વિશ્વસનીય વારસા તથા વીમા ક્ષેત્રમાં અમારી નિષ્ણાત જાણકારીના પાયા પર અમારો ધ્યેય જીવનના વિવિધ તબક્કે ગ્રાહકોની આર્થિક જરૂરિયાતાને પહોંચી વળે એવા ઉકેલો પૂરા પાડવાનો છે તથા તેમના માટે અતિ આવશ્યક એવું આર્થિક સંરક્ષણ આપવાનો છે.”
સારસ્વત કૉ-ઑપરેટિવ બૅન્કનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આરતી પાટીલે જણાવ્યું હતું કે, “પીએનબી મેટલાઈફ સાથેનું આ જોડાણ, અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ જીવન વીમા ઉકેલો આપવાના અમારા સાતત્યસભર પ્રયાસોનો એક ભાગ છે. ભારતમાંની સૌથી મોટી અર્બન કૉ-ઑપરેટિવ બૅન્ક તરીકે, આ ભાગીદારી અમારા ગ્રાહકોની આર્થિક સુખાકારીના દરેક પાસાને પહોંચી વળે એવી સર્વગ્રાહી સેવાઓ પૂરી પાડવાના અમારા દૃષ્ટિકોણને વધુ સુદૃઢ બનાવે છે. ”
પીએનબી મેટલાઈફ અને સારસ્વત બૅન્કની શક્તિઓને અસરકારક રીતે સાથે લાવી પીએનબી મેટલાઈફ પોતાના મંત્રને જીવંત કરે છેઃ “મિલકર લાઈફ આગે બઢાએં.” આ વ્યૂહાત્મક ભાગીદારી વીમા કવચમાં રહી જતા અંતરની સમસ્યા ઉકેલવામાં, વીમાની પહોંચ વધારવામાં તથા જનસંખ્યાના એવા અનાવશ્યક તથા વીમાકવચ વિનાના ભાગો સુધી પહોંચી આર્થિક સર્વસમાવેશકતાને વેગ આપવો.