હર્બલાઈફ ઈન્ડિયાએ પ્રતિષ્ઠિત આઈઆઈટી મદ્રાસ સીએસઆર એવોર્ડ 2024 જીત્યો

0
15

આ એવોર્ડ વિજેતા એક્વાઈકો પ્રોજેક્ટે સમુદ્રિ ખેતીમાં પરિવર્તન લાવી દીધું છે અને 50,000થી વધુ લાભાર્થીઓને સશક્ત બનાવ્યા છે

ચેન્નાઈ, ભારત 20 ડિસેમ્બર 2024: અવ્વલ હેલ્થ અને વેલનેસ કંપની, કમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઈફ ઈન્ડિયાને એક્વાઈકો પહેલ થકી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)માં તેના નોંધપાત્ર યોગદાન માટે આઈઆઈટી મદ્રાસ સીએસઆર એવોર્ડ 2024 પ્રાપ્ત થયો છે. આ સન્માન હર્બલાઈફ ઈન્ડિયાની ઉચ્ચ સ્તરનો અને સક્ષમ સમુદાય પ્રભાવ નિર્માણ કરવા નાવીન્યપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
આ એવોર્ડ વિકસિત ભારત 2047- ડ્રાઈવિંગ ઈન્ક્લુઝિવ ટ્રાન્સફોર્મેટિવ ઈમ્પેક્ટ થ્રુ ટેક- એનેબલ્ડ સીએસઆર શીર્ષક હેઠળ આઈઆઈટી મદ્રાસ સીએસઆર સમિટ દરમિયાન તામિલનાડુ સરકારના ઉદ્યોગ, રોકાણ પ્રમોશન અને વાણિજ્ય માટેના સન્માનનીય મંત્રી ડો. ટી.આર.બી. રાજા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

એક્વાઈકો હર્બલાઈફના ટેકા સાથે સેન્ટર ફોર એક્વાટિક લાઈવ્લીહૂડ્સ (જલજીવિકા) દ્વારા પહેલ છે, જેણે ઓછા ઉપયોગમાં લેવાતી જળની નહેરોને સક્ષમ આજીવિકામાં પરિવર્તિત કરીને સમુદ્રિ ખેતીવાડીમાં ક્રાંતિ લાવી દીધી છે. ડિજિટલ સાધનો, આઈઓટી આધારિત જળ ગુણવત્તા દેખરેખ અને એઆઈ- પાવર્ડ ચેટબોટ્સ કામે લગાવીને પ્રોજેક્ટે મત્સ્યપાલન નિયોજન આસાન બનાવ્યું છે, મત્સ્ય ઉછેર માટે તુરંત ટેકો પ્રદાન કર્યો છે અને રિયલ ટાઈમમાં પાણીની ગુણવત્તાની દેખરેખની ખાતરી રાખે છે.

સરકારની યોજનાઓ, જેમ કે, પ્રધાન મંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (પીએમ- એમકેએસએસવાય) સાથે સુમેળ સાધતાં એક્વાઈકો પુર્નિયા (બિહાર), ટીકમગઢ (બુંદેલખંડ), રત્નાગિરિ (કોંકણ) અને કારવાર (કર્ણાટક) સહિતના પ્રદેશોમાં સંચાલન કરે છે. આ પહેલે 10,000 ખેડૂતોને પ્રત્ય સશક્ત બનાવ્યા છે, જેમાંથી 2500 મહિલાઓ છે અને ટેકનોલોજી પ્રેરિત તથા સમુદાય કેન્દ્રિત સમુદ્રિસંસ્કૃતિ પ્રણાલી થકી પાંચ મહિલા સ્વસહાય જૂથો (એસએચજી) અને દસ મત્સ્યઉદ્યોગ સહકારીઓને સહભાગી કરી છે.

હર્બલાઈફ ઈન્ડિયાના સ્ટ્રેટેજી અને ઈમ્પ્લીમેન્ટેશનના વીપી ઉદય પ્રકાશે જણાવ્યું હતું કે, “અમને આઈઆઈટી મદ્રાસ સીએસઆર એવોર્ડ 2024 ખાતે સન્માન પ્રાપ્ત થયું તેનું ગૌરવ છે. હર્બલાઈફ ઈન્ડિયામાં અમારી સીએસઆર પહેલોએ અમારા કાર્યક્રમોમાં ટેકનોલોજિકલ પ્રગતિઓની સહજ રીતે જોડીને ઉચ્ચ સ્તરના સક્ષમતાના પ્રભાવો પ્રેરિત કરીને અમે આગળ રાખ્યા છે. આ અભિગમ ઝડપી પરિણામો આપવા સાથે આજીવિકા વધારે છે અને અર્થવ્યવસ્થામાં યોગદાન પણ આપે છે.’’ તેમણે ઉમેર્યું કે, ‘‘આઈઆઈટી મદ્રાસ તરફથી તાજેતરમાં મળેલું સન્માન દેશભરમાં સમુદાયોને સશક્ત બનાવવા પ્રભાવશાળી કાર્યક્રમોની અમલ કરવાની અમારી કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે. અમે હકારાત્મક પ્રભાવ લાવવા માટે અમારી સીએસઆર અમલ ભાગીદાર સેન્ટર ફોર એક્વાટિક લાઈવ્લીહૂડ જલજીવિકાના પણ આભારી છીએ.’’

હર્બલાઈફ ઈન્ડિયા પોષણ જાગૃતિ વધારવા, શિક્ષણ પ્રોત્સાહિત કરવા અને ગરીબ સંમુદાયોને સશક્ત બનાવવાના લક્ષ્ય સાથે ઘણી બધી સીએસઆર પહેલોમાં સક્રિય રીતે સંકળાયેલી છે. કંપની સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રમોટ કરવા, આથિક વૃદ્ધિ અને સ્થિરતા માટે ન્યાયી અને સમાન તકો નિર્માણ કરીને નાગરિકોને સશક્ત બનાવવા અને વર્તમાન તથા ભાવિ પેઢીઓ માટે પર્યાવરકણનું રક્ષણ અને પુનઃનિર્મિતી કરવા વિવિધ પહેલોનો સમાવેશ ધરાવતાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here