બોટાદ મજબૂત રોકાણકારોની સફળતા અને પ્રાદેશિક વૃદ્ધિ સાથે ટોચના 10 ક્રિપ્ટો હબની યાદીમાં સામેલ થયું

0
51

બોટાદ 18 ડિસેમ્બર 2024: ભારતનું સૌથી મોટું ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કૉઇનસ્વિચે તેના વાર્ષિક રોકાણકાર રિપોર્ટ –ઇન્ડિયાસ ક્રિપ્ટો પોર્ટફોલિયો 2024 હાઉ ઇન્ડિયા ઇન્વેસ્ટ્સની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે. રિપોર્ટ ભારતના વૈવિધ્યસભર ક્રિપ્ટો ઇકોસિસ્ટમ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે અને ડિજિટલ અસ્કયામતો સાથે દેશની વધતી જતી ભાગીદારી પર પ્રકાશ પાડે છે.

બિટકોઈનના 100,000 ડોલર સુધીના ઐતિહાસિક ઉછાળા સાથે ચિહ્નિત થયેલ એક વર્ષમાં ભારતીય રોકાણકારોએ મીમ કૉઇનમાં વધુ રસ દાખવ્યો. ડોજકોઈન સૌથી વધુ રોકાણ કરાયેલા કૉઇનની યાદીમાં ટોચ પર છે જ્યારે સૌથી વધુ વેપાર થયેલા કૉઇનમાં SHIB એ સૌથા આગળ રહ્યું. PEPE સૌથી સારું પ્રદર્શન કરનાર સંપત્તિ તરીકે ઉભરી, જે 2024 માં 1300% સુધી વધી ગયો.

બોટાદ (ગુજરાતનું એક નાનું શહેર) ટોચના 10માં નવા પ્રવેશકર્તા તરીકે ઉભરી આવ્યું છે, જે 2024માં ભારતના ક્રિપ્ટો રોકાણમાં દસમું સૌથી મોટું યોગદાનકર્તા છે. શહેરમાં ગ્રાસરૂટ પર મજબૂત સ્વીકૃતિ જોવા મળી છે, 80% પોર્ટફોલિયો લીલા રંગમાં છે, જે રોકાણકારોની ઉચ્ચ સફળતાને દર્શાવે છે. વધુમાં, બોટાદે લાર્જ-કેપ ટોકનમાં 40% અને મિડ-કેપ ટોકનમાં 31% નોંધાયું હતું, જે ક્રિપ્ટો માર્કેટની નક્કર સમજણને દર્શાવે છે.

“2024 વૈશ્વિક ક્રિપ્ટો ઇકોસિસ્ટમ માટે એક વિશાળ વર્ષ રહ્યું છે, જે મોટા રાજકીય અને નિયમનકારી ફેરફારો દ્વારા સંચાલિત છે જેણે મુખ્ય પ્રવાહના વિકાસને વેગ આપ્યો છે. કૉઇનસ્વિચ પર અમે સમગ્ર ભારતમાં ક્રિપ્ટો રોકાણમાં ઉછાળો જોયો છે. જે એક સમયે મોટા મહાનગરોમાં કેન્દ્રિત હતું તે હવે ઝડપથી ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં વિસ્તરી રહ્યું છે, જે વધતી અપીલને દર્શાવે છે. ભારતીય રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવી રહ્યા છે, મીમ કૉઇનથી લઈને લેયર-1 અને ડેફી ટોકન સુધીનું બધું જ શોધી રહ્યા છે, જે ક્રિપ્ટો અસ્કયામતોની વિકસતી ભૂખનો સંકેત આપે છે.

બિટકોઈને વર્ષના અંતમાં 100,000 ડોલરના આંકને વટાવીને તે 2025માં વૃદ્ધિની એક આકર્ષક યાત્રા માટે મંચ તૈયાર કરે છે. અમને વિશ્વાસ છે કે આવનારું વર્ષ 2024ની સફળતાઓ પર આધારિત હશે અને ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.” તેમ કૉઇનસ્વિચના વાઇસ પ્રેસિડેન્ટ, બાલાજી શ્રીહરિ એ કહ્યું.

રિપોર્ટમાં 2024 માટે ક્રિપ્ટો સ્પેસમાં નીચેના ટ્રેન્ડસને વધુ પ્રકાશિત કરે છે:

શહેર મુજબ રોકાણનો ટ્રેન્ડ:

  • ટોચના 3 શહેર: ભારતના 36% થી વધુ ક્રિપ્ટો રોકાણો ત્રણ સૌથી મોટા મહાનગરોમાં કેન્દ્રિત છે: દિલ્હી (20.1%), બેંગલુરુ (9.6%), અને મુંબઈ (6.5%), જે ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
  • નવા પ્રવેશકો: કોલકાતા અને બોટાદ (ગુજરાત) એ પ્રથમ વખત ક્રિપ્ટો અપનાવવાના મામલે ટોચના 10 શહેરોમાં પ્રવેશ કર્યો, અનુક્રમે 9મું અને 10મું સ્થાન મેળવ્યું.
  • ટોચના પર્ફોર્મર: ટોચના 10 શહેરોમાં પૂણેમાં પોર્ટફોલિયોની સૌથી વધુ ટકાવારી ગ્રીનમાં ધરાવે છે, તેના 86% રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે.
  • ઉભરતા શહેરો: જયપુર, લખનૌ અને બોટાદ જેવા ટાયર 2 અને ટાયર 3 શહેરો મજબૂતી અપનાવતા દર્શાવી રહ્યા છે, જે જમીની સ્તર પર વિકાસને ઉજાગર કરે છે.

ડેમોગ્રાફિક ડ્રાઇવિંગ એડોપ્શન

  • વય જૂથો: ક્રિપ્ટો અપનાવવામાં 35 વર્ષથી ઓછી ઉંમરના વર્ગનો દબદબો છે, જેમાં રોકાણકારોનો લગભગ 75% હિસ્સો સામેલ છે, જ્યારે 36-45 વર્ષના વર્ગમાં સતત વધારો થઇ રહ્યો છે.
  • મહિલા રોકાણકાર: રોકાણકારોના આધારમાં મહિલાઓનો હિસ્સો 11% છે, જે આ સેક્ટરમાં સમાવેશીતા વધારવાની તકને રેખાંકિત કરે છે.

Investor Preferences રોકાણકારોની પ્રાથમિકતાઓ

  • બિટકોઇન (BTC) અને ઇથેરિયમ (ETH) એ અનુક્રમે 7% અને 6% સાથે રોકાણકારોની પ્રાથમિકતાઓમાં બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
  • મિમ કૉઇન તમામ ક્રિપ્ટો રોકાણોના 13%નું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં Dogecoin 55%ની સાથે સૌથી આગળ છે, ત્યારબાદ PEPE અને BONK આવે છે.
  • PEPE એ આશ્ચર્યજનક 1373%નું રિટર્ન આપ્યું, જે 2024 માં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી સંપત્તિ તરીકે ઉભરી હતી, જે 2023 માં સોલાનાના 633% રિટર્ન કરતાં કયાંય આગળ નીકળી ગઈ.

માર્કેટ કેપ અને ટોકન ટ્રેન્ડસ

  • રોકાણકાર ફોકસ: ભારતીય રોકાણકારો તેમની સ્થિરતા માટે બ્લુ-ચિપ અને લાર્જ-કેપ ટોકનને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખે છે.
  • લેયર-1 ડોમિનેન્સ : લેયર-1 ટોકને 37% રોકાણકારોના રસ સાથે નેતૃત્વ કર્યું, જ્યારે DeFi ટોકને વધુ એક વર્ષ માટે 17% પર પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું.
  • વિવિધ રુચિઓ : મેમે અને ગેમિંગ ટોકન્સમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી, જે રોકાણકારોના બદલાતા વ્યવહારને દર્શાવે છે.

ટ્રેંડિંગ પેટર્ન

  • સૌથી વ્યસ્ત મહિનો: માર્ચ અને નવેમ્બર 2024માં ક્રિપ્ટો ટ્રેડિંગ માટે સૌથી વધુ સક્રિય મહિના તરીકે ઉભરી આવ્યા.
  • ટોચની પ્રવૃત્તિ : મોડી-રાત્રે ટ્રેડિંગ (રાત્રે 9:00 વાગ્યા થી રાત્રે 11:00 વાગ્યા સુધી) સૌથી વધુ લોકપ્રિય સમય છે, ખાસ કરીને સોમવાર અને મંગળવાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here