સિસિલિયન ગેમ્સ 2024 ની અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત થઈ

0
12

અમદાવાદ 17મી ડિસેમ્બર 2024: અમદાવાદમાં સૌથી રોમાંચક અને સૌથી મોટી પ્રાઈવેટ રીતે યોજાતી સ્પોર્ટીંગ ઈવેન્ટ સિસિલિયન ગેમ્સ 2024ની શરૂઆત અદભૂત ઓપનિંગ સેરેમનીથી થઈ હતી, જેમાં ખેલદિલી, ફિટનેસ, બોન્ડિંગ અને અવિસ્મરણીય યાદોની એક મહિના સુધી ચાલનારી ઉજવણીનો સૂર વહેતો થયો હતો.

બીએનઆઈ અમદાવાદ દ્વારા સિસિલિયન વેન્ચર્સના સહયોગથી આયોજિત આ ઈવેન્ટ શહેરની બિઝનેસ કોમ્યુનિટી માટે સ્પર્ધા, ઉજવણી અને જોડાણનું રોમાંચક મિશ્રણ બની રહેશે.

શનિવારે ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં કેપ્ટન્સ માર્ચ પાસ્ટ સહિતની ઇવેન્ટ્સની પ્રભાવશાળી લાઇનઅપ દર્શાવવામાં આવી હતી, જેમાં ટીમના કેપ્ટનોએ ગર્વ અને એકતા સાથે તેમની ટીમનું નેતૃત્વ કર્યું હતું, અને શાનદાર સિસિલિયન ટ્રોફીનું અનાવરણ કર્યું હતું, જે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા બીએનઆઈના દરેક સભ્યનું અલ્ટીમેટ ગોલ હતું.

બીએનઆઈ અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “દર વર્ષની જેમ આ વર્ષે પણ સિસિલિયન ગેમ્સ અદભૂતથી ઓછી નહીં હોય. આ માત્ર અમદાવાદની સૌથી મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટ જ નથી, પરંતુ રમત-ગમતની ભાવના દ્વારા ફિટનેસ, સંબંધો અને કોમ્યુનિટીની ઉજવણી પણ છે. મેમ્બર્સ અને વિશાળ બીએનઆઈ કોમ્યુનિટી માટે તેમની મનપસંદ રમતો અને રમતોમાં વ્યસ્ત રહેવાની સાથે એકબીજા સાથે જોડાવા માટે એક્સ્ટ્રાવેગેન્ઝા એ યોગ્ય તક છે. અમે આ ઇવેન્ટનું આયોજન કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ અને આજીવનની યાદો સર્જવા આતુર છીએ.”

ઓપનિંગ સેરેમનીના ભાગરૂપે, બીએનઆઈ કોમ્યુનિટીને બીએનઆઈના ડિરેક્ટર્સ અને એમ્બેસેડર્સ વચ્ચેની જુસ્સાદાર પિકલબોલની મેચમાં પણ ટ્રીટ આપવામાં આવી હતી, જે મૈત્રીપૂર્ણ હરીફાઈ અને ટીમ વર્કનું સંપૂર્ણ મિશ્રણ હતું. તે પછી અમદાવાદની સૌપ્રથમ નાઇટ રિવર રન યોજાઈ હતી, જેમાં ભાગ લેનારાઓ શહેરના તારાઓથી ઝળહળતા આકાશ હેઠળ એક જીવંત અને રોમાંચક અનુભવ માટે એકઠા થયા હતા.

એક મહિના સુધી ચાલનારી આ સિસિલિયન ગેમ્સ 2024માં સમગ્ર અમદાવાદમાં બીએનઆઈના 50થી વધુ ચેપ્ટરના 3,000થી વધુ બીએનઆઈ મેમ્બર્સ વિવિધ રમતોમાં ભાગ લેશે, જેમાં સ્પર્ધાના રોમાંચને ઉજવણીની ભાવના સાથે મિશ્રિત કરવામાં આવશે. સ્ટેજ સેટ અને ઉત્સાહ સાથે, અમદાવાદ એક અપ્રતિમ રમતગમતના એક્સ્ટ્રાવેગેન્ઝા પ્રસંગને જોવા માટે તૈયાર છે, જે તેમની બિઝનેસ કોમ્યુનિટી ને પહેલા ક્યારેય ન હોય તેવું એક કરે છે. લેટ ધ ગેમ્સ બિગિન!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here